કર્ણાટકના આ મંદિરે બદલી હતી અમિતાભની જિંદગી...

Subscribe to Oneindia News

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. આજે હિંદી સિનેમાના તમામ દિગ્ગજ કલાકારો, નિર્માતા-દિગ્દર્શક અમિતાભ સાથે કામ કરવા માટે ઉત્સુક રહે છે. અમિતાભ બચ્ચન આજે પણ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને પોતાના શાનદાર અભિનયના કારણે લોકોના મન પર રાજ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે અમિતાભ માટે આ સ્થાન પર પહોંચવું એટલું સરળ નહોતું. ક્યારેક તેઓ સાવ દેવાળિયા થઇ ગયા હતા. કરિયરની શરૂઐતના દિવસો પણ તેમને માટે સરળ નહોતા.

એવા સમયે કોઈકે અમિતાભને એક મંદિરના દર્શને જવાની સલાહ આપી હતી, આ મંદિરની મુલાકાતે અમિતાભના નસીબ આડેનું પાંદડું ખસેડી દીધું. સૂત્રો અનુસાર, જ્યારે અમિતાભ બચ્ચન ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે તેમણે દક્ષિણ ભારતમાં આવેલ મંદિર કુક્કે સુબ્રમણ્યા ગયા હતા. અહીં તેમણે ઘણા દિવસો સુધી યજ્ઞ કર્યો હતો. અહીંથી પરત ફર્યા બાદ અમિતાભ બચ્ચને ક્યારેય જીવનમાં પાછું વળીને નથી જોયું.

કુક્કે સુબ્રમણ્યા મંદિર

કુક્કે સુબ્રમણ્યા મંદિર

PC:Sarvagnya

કુક્કે સુબ્રમણ્યા એક હિન્દુ મંદિર છે. જે ભારતના કર્ણાટક રાજ્યના દક્ષિણ કન્નડ જિલ્લામાં મેંગલોર નજીકના સુલ્લિયા તાલુકાના સુબ્રમણ્યા નામના એક નાના ગામમાં સ્થિત છે. અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર સહિત બોલિવૂડ અને સ્પોર્ટ્સ ક્ષેત્રની અનેક હસ્તીઓ અહીં દર્શને આવે છે. થિપૂયમની પૂર્વ સંધ્યા આ મંદિરનો મુખ્ય તહેવાર છે. આ પ્રસંગે મંદિરમાં શ્રદ્ધાળુ યાત્રીઓની ભીડ જામે છે. અહીં બે મહત્વની સર્પ દોષ પૂજા, અશ્લેષાબાલી પૂજા અને સર્પ વિધિ પણ કરવામાં આવે છે.

કાર્તિકેયની પૂજા થાય છે!

કાર્તિકેયની પૂજા થાય છે!

આ મંદિર ભગવાન સુબ્રમણ્યા (જેમને કાર્તિકેય પણ કહેવાય છે) અને વાસુકી(નાગોના રાજા)નું ઘર કહેવાય આવે છે. વાસુકી ભગવાન શિવના બીજા પુત્ર છે. આ મંદિરના દર્શન માટે અહીં ભક્તોની ભીડ રહે છે. આ મંદિરની પૂજામાં સહભાગી થવા માટે લોકો આતુર હોય છે. આ મંદિર ભારતના પ્રાચીન તીર્થસ્થાનોમાંનું એક છે. ભગવાન સુબ્રમણ્યાને અહીં નાગના સ્વામી તરીકે પૂજવામાં આવે છે. આ મંદિર નદી, પહાડો અને જંગલોથી ઘેરાયેલું છે, ખાસ કરીને કુમારા પર્વતોથી.

પૌરાણિક કથા

પૌરાણિક કથા

નાગની કથા પ્રમુખ પૌરાણિક કથાઓમાંની એક છે. અહીં નાગની પણ એખ મૂર્તિ જોવા મળે છે. પોર્ટિકોના પ્રવેશદ્વાર અને ગર્ભગૃહ વચ્ચે ગરુડ સ્તંભ છે, જેને ચાંદીથી આવરી લેવામાં આવ્યું છે. આ મંદિરમાં સર્પ દોષને દૂર કરવા માટેની પૂજા કરવામાં આવે છે. જેને સમ્સકારા/સર્પ દોષ પૂજા કહે છે. એવી માન્યતા છે કે, જો કોઈ વ્યક્તિ સર્પ દોષથી પીડિત કે શાપિત હોય તો અહીં પૂજા કરાવવાથી તે દોષમાંથી છૂટકારો મળે છે.

કઇ રીતે જવું?

કઇ રીતે જવું?

  • હવાઈ ​​મુસાફરી :બેંગ્લોરના સૌથી નજીકનું હવાઇમથક છે. મેંગલોરનું આંતરરાષ્ટ્રીય હવાઇમથક પણ છે, જે અહીંથી 115 કિ.મી. અંતરે આવેલું છે.
  • ટ્રેન દ્વારાઃ મેંગલોર-બેંગ્લોર રેલ માર્ગ પર સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન સુબ્રમણ્ય રોડ (SBHR) છે. જે કુક્કે સુબ્રમણ્યાથી માત્ર 7 કિમીના અંતરે આવેલુ છે. મેંગલોરથી ત્યાં જવા માટે એક દૈનિક પ્રવાસન સેવા (ટ્રેન નં 061/0652) છે. ટ્રેન સવારે 10:30 વાગ્યે મેંગલોરથી ઉપડી રાત્રે 1 વાગ્યે સુબ્રમણ્યા રોડ રેલ્વે સ્ટેશન પર પહોંચે છે. મંદિર સુધી પહોંચવા માટે મુસાફરો સ્થાનિક ટ્રાન્સપોર્ટેશન (આશરે 20 રૂપિયા પ્રતિ વ્યક્તિ)નો ઉપયોગ કરી શકે છે, જે 15 મિનિટનો માર્ગ છે. બેંગ્લોરથી કુક્કે સુબ્રમણ્યા જવા માટે પણ ટ્રેન સેવાઓ (ટ્રેન નંબર: 6517 અને 6515) શરૂ થઈ ગઈ છે.
  • બસ દ્વારાઃ બેંગ્લોરના માર્ગથી ખૂબ સરળતાથી કૂક્કે સુબ્રમણ્યા પહોંચી શકાય છે. આ બંન્ને સ્થળોથી KSRTC દૈનિક ધોરણે બસ સેવાનું સંચાલન કરે છે.
English summary
Kukke Subramanya is a Hindu temple located in the village of Subramanya, Karnataka Here Kartikeya is worshipped as Subramanya, lord of all serpents.
Please Wait while comments are loading...