યુવતીની સુંદરતા પડી ભારેઃ બ્રાહ્મણના શાપથી ગામ વેરણ-છેરણ
એક તરફ જ્યાં ભારત પોતાની વિવિધતા અને સંસ્કૃતિના કારણે વિશ્વ ભરમાં પોતાની શાખ જમાવી રહ્યું છે, તો બીજી તરફ તેના દામના અનેક મહત્વપૂર્ણ રહ્દબાયેલા પડ્યા છે. ભારતની ઝોલીમાં દફન આ રહસ્ય ઘણા રસપ્રદ અને ડરામણા છે. આ રહસ્ય વ્યક્તિને એટલા ભયભિત કરી શકે છે, કે માત્ર સાંભળવા અને બતાવવા માત્રથી જ વ્યક્તિના રુંવાટા ઉભા થઇ જાય છે અને તે ભયનો માર્યો કંપી ઉઠે છે. અમે તમને જણાવી ચૂક્યા છીએ કે ભારત રહસ્યો અને આશ્ચર્યોથી ભરેલો દેશ છે, તો આજે આ જ ક્રમમાં અમે તમને અવગત કરાવી રહ્યાં છીએ ભારતના એક એવા ગામને, જે ક્યારેક ઘણું જ સુંદર અને જીવંત હતું પરંતુ પછી કંઇક એવું થયું કે આ હસતું રમતું ગામ વેરણ-છેરણ થઇ ગયું અને આ ખંડેર જે ગામની બદહાલી અને એક વિચિત્ર ખૌફને દર્શાવે છે.
સુંદરતા અથવા ખુબસુરતી ઇશ્વરે પ્રકૃતિને આપેલું એક અનમોલ વરદાન છે. આ એવી સુદંરતામાં જો માનવ પોતાની કલ્પનાની પાંક લગાવીને કેટલાક નવા નિર્માણ કરી દે અથવા તો પછી જે વસ્તુઓ સામે આવે છે, તેની કલ્પના શબ્દોમાં કરી શકાય તેમ નથી. કંઇક આવું જ રાજસ્થાનના થયું, જ્યાં અંદાજે 200 વર્ષ પહેલા એક ગામ ‘કુલધારા'ની ઇંટ રાખવામાં આવી અને આ ગામના નિર્માણ સમયે વાસ્તુકળાના ચરમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ ગામ અંગે.

પગલાની આહટ દરેક ઘરમાં પહોંચતી
કહેવામાં આવે છે કે, આ ગામના ઘરોમાં દરવાજા અથવા કોઇપણ પ્રકારની સિક્યોરિટી સિસ્ટમ નહોતી. આ ગામ એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે, મુખ્ય પ્રવેશદ્વાર અને ગામના ઘરો વચ્ચે ઘણું લાંબુ અંતર હતું, પરંતુ ગામના નિર્માણ સમયે એવી ધ્વનિ-પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, કે ગામના મુખ્ય પ્રવેશ દ્વારથી જ પગલાંઓનો અવાજ ગામના ઘરો સુધી પહોંચી જતો હતો. તેથી અહીંના લોકોને ક્યારેય ચોરી અને લૂંટનું જોખમ નહોતું.

રણપ્રદેશમાં પણ આ ગામમાં હતી શીતળતા
જો આ ગામ અંગે આસપાસ રહેતા લોકોની વાત માનીએ તો એ સમયે કુલધારાના આ ઘરો ઝરોખા અને મોખરા થકી એકબીજા સાથે જોડાયેલા હતા અને ઘરોની અંતર પાણીના કૂંડો અને સીડીઓનું શાનદાર રીતે નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીંના સ્થાનિક નિવાસીઓ અનુસાર આ ગામના ઘરો એવા બન્યા હતા કે, હવા સીધી ઘરની અંદર થઇને પસાર થતી હતી, જેથી રણપ્રદેશમાં હોવા છતાં પણ આ ગામમાં ઘણી જ ઠંડક હતી.

દીવાન સાલિમ સિંહના કારણે આ ગામ થયું શાપિત
સુવર્ણ નગરી જેસલમેરથી અંદાજે 25 કિમી દૂર આવેલા ગામ કુલધારા અંગે પ્રચલિત છે કે આ ગામ પોતાના જ એખ જાલિમ દીવાન સાલિમ સિંહના કારણે શાપિત થયું છે. આજે પણ ગામ પર એ સમયે રહેતા પાલીવાલ બ્રાહ્મણોનો શાપ છે. ભવન નિર્માણ આ બ્રાહ્મણોનો મુખ્ય વ્યવસાય હતો અને એ સમયે તેમની નિપુણતાના ચર્ચા દૂર દૂર સુધી હતા. જણાવવામાં આવે છે કે, રાજ્યને આ બ્રાહ્મણોના રાજસ્વ અને લગાન થકી ઘણો ફાયદો થતો હતો.

યુવતીની સુંદરતા પણ મોહિત થયો દીવાન
શાપ અને ગામ વેરણ-છેરણ થવા અંગે જાણવા મળ્યું છે કે, અહીંના મુખિયાની એક પુત્રી હતી, જે ઘણી સુંદર અને સુશીલ હતી. આ યુવતીની સુંદરતાના ચર્ચા કુલધારા ઉપરાંત આખા રાજ્યમાં ફેલાયેલા હતા. જે પણ આ યુવતીને જોતો તે મોહિત થઇ જતો હતો, બ્રાહ્મણોની મુખિયાની પુત્રીની સુંદરતા પર જેસલમેરનો આ દીવાન સાલિમ સિંહ પણ મોહિત થઇ ગયો અને તેણે કોઇપણ ભોગે આ યુવતીને મેળવવા ઇચ્છતો હતો.

..અને આ રીતે વેરણ-છેરણ થયું આખં ગામ
જેના કારણે સાલિમ સિંહે પહેલા મુખિયાને પછી આખા ગામને દબાવવાનું શરૂ કર્યું. એ સમયે ગામ પર સાલિમ સિંહના અત્યાચાર એ હદે વધી ગયા હતા કે, લોકોનું જીવવું મુશ્કેલ થઇ ગયું. એક દિવસ બધા જ બ્રાહ્મણોએ મળીને પંચાયત કરી અને રાતોરાત આ ગામ છોડી દીધું. ગામ છોડતી વખતે બ્રાહ્મણોએ ઇશ્વરને પ્રાર્થના કરતા આ ગામને શાપ આપ્યો કે આ ગામ હંમેશા વેરણ રહેશે અને ક્યારેય વસી શકશે નહીં. આ વાતને આજે 200 વર્ષ થઇ ગયા છે, પરંતુ આજે પણ આ ગામ વેરણ અને ભુતિયા છે. આજે પણ જ્યારે કોઇ આ ગામમાં જાય છે ત્યારે એક અજીબ પ્રકારના ભય અને ગભરાટનો સામનો કરે છે.

એક અજીબ ઠંડી અને બેચેનીનો અનુભવ
અહીં આવનારા પ્રવાસીઓ અનુસાર જેમ જેમ તમે આ ગામના ખંડેરમાં જાઓ છો, તો તમને એક અજીબ પ્રકારની ઠંડી અને બેચેનીનો અનુભવ થશે. આજે અહીં અનેક હોટલ અને રિસોર્ટ છે, જે તમને તમારા રિસ્ક પર આ ગામનું ભ્રમણ કરાવે છે. જો તમે રાજસ્થાનમાં છો તો એકવાર આ વેરણ-છેરણ થયેલા ગામની રોમાંચકારી યાત્રા જરૂરથી કરો.












Click it and Unblock the Notifications
