મોનસૂનમાં લગ્ન અને હાઉસબોટમાં હનીમૂન
આ મોનસૂન(ચોમાસું)માં કેરળના બેકવોટર્સ તરફ પ્રયાણ કરવામાં આવે અને કોફી ગ્રહણ કરતા કરતાં હાઉસબોટમાં બેસીને ઝરમર વરસતા વરસાદને નિહાળવામાં આવે. જીહાં, જો તમે ઝરમર વરસાદને નિહાળવાનો શોખીન છો તો કેરલનું સુંદર કોલ્લમ તમારા માટે જ છે, તેમાં પણ જો ચોમાસામાં તમે લગ્ન કરો તો હનીમૂન માટે તેનાથી શ્રેષ્ઠ સ્થળ કોઇ ન હોઇ શકે. કોલ્લમ જેને પેલા ક્વીલોનના નામથી ઓળખવામાં આવતું હતું, તેનો સમાવેશ કેરળના સુંદર પ્રવાસન સ્થળોમાં થાય છે.
તમને જણાવી દઇએ કે આજે કોલ્લમ પોતાના વાણિજ્ય અને સાંસ્કૃતિક માટે પ્રસિદ્ધ છે. આ તટીય શહેર, અશ્તામુડી ઝીલના તટ પર ફેલાયેલું છે અને કોલ્લમ જિલ્લાનું મુખ્યાલય છે. આ શહેરને કેરળની અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિમાં અસંખ્ય રીતે યોગદાન આપ્યું છે. વર્તમાનમાં કોલ્લમને વૈશ્વિક સ્તર પર પ્રીમિયમ ગુણવત્તાવાળા કાજૂના મોટા ઉત્પાદક અને નિકાસક તરીકે જોવામાં આવે છે.
વિસ્તૃત અને વિવિધ નજારાઓના અનેક વિકલ્પોના કારણે, કોલ્લમમાં વર્ષભર પ્રવાસીઓ ભ્રમણ કરતા રહે છે. કોલ્લમ બીચ, થંગાસેરી બીચ, એડવેન્ચર પાર્ક અને થિરુવલ્લાવરમ બીચ પણ પ્રવાસીઓને આકર્ષે છે. તો ચાલો તસવીરો થકી કરીએ કોલ્લમની યાત્રાને.

કેવી રીતે પહોંચવુ કોલ્લમ
આ શહેર માર્ગ અને રેલમાર્ગ થકી અન્ય શહેરો સાથે જોડાયેલું છે. તિરુઅનંતપુરમ, પથાનામથિટ્ટા, કોયટ્ટમ અને ઇર્નાકુલામ જેવા પડોશી જિલ્લાઓમાંથી કોલ્લમ માટે નિયમિત બસો મળે છે.

અમૃતાપુરી
અમૃતાપુરી, એ ધાર્મિક સ્થળ છે જે કોલ્લમથી 30 કિ.મી દૂર વલ્લીકાવુમાં સ્થિત છે. વલ્લીકાવુ એક સુરમ્ય વસ્તીધરાવતુ ક્ષેત્ર છે, જ્યાં માછીમારોનો સમુદાય નિવાસ કરે છે અને આ સ્થળ માતા અમૃતાનંદમયીના જન્મસ્થળના રૂપમાં પ્રસિદ્ધ છે. આ સ્થળ વિશ્વભરના આકર્ષણને એકઠું કરે છે, કારણ કે અહી માતા અમૃતાનંદમયી આશ્રમનું મુખ્યાલય છે. નોંધનીય છેકે, માતા અમૃતાનંદમયી એક મહિલા ગુરુ હતા, જેમના વિશ્વભરમાં લાખો અનુયાયીઓ હતા. કોલ્લમથી અમૃતાપુરી માટે હાઉસબોટ ટૂર ચાલે છે, જેમાં બેસીને તમે બેકવોટરની પ્રાકૃતિક સુંદરતાનો આનંદ ઉઠાવી શકો છો.

એશતામુડી બેકવોટર્સ
એશતામુડી બેકવોટર્સ, પ્રવાસીઓને પ્રકૃતિની નજીક રહીને તેની સુંદરતા અને ઉત્કૃષ્ટ નજારાને જોવાની તક પ્રદાન કરે છે. આ સુંદર બેકવોટરનું નિર્માણ એશતામુડી ઝીલના કારણે થયું છે, જે રાજ્યના તાજા પાણીને સૌથી મહાન અને મોટી ઝીલ બનાવે છે. આ ઝીલ પાસે વિશાળ નારિયેળના વૃક્ષો અને ખજૂરના વૃક્ષો જોઇ શકાય છે. એશતામુડી બેકવોટર્સનું મુખ્ય આકર્ષણ અહી જતી હાઉસબોટ-ક્રુઝિંગ ગતિવિધિઓ છે.

કોલ્લમ તટ
કોલ્લમ તટને મહાત્મા ગાંધી તટના નામથી પણ ઓળખવામાં આવે છે, આ એક સુંદર રેતાળ તટ છે, જે દૂર સુધી ફેલાયેલો છે. આ કોલ્લમનું સર્વાધિક રજા વિતાવવાના સ્થળોમાનું એક છે, જે કોલ્લમથી 2 કિ.મી દૂર આવેલા કોચુપિલામોડુમાં સ્થિત છે. સમુદ્ર તટ પાસે જ મહાત્મા ગાંધી પાર્ક બનેલો છે, જે આરામ કરવા માટે એક પસંદીદા સ્થળ છે.

મયયાનાડ
મયયાનાડ, કોલ્લમ શહેરથી 10 કિ.મીના અંતરે એક નાનું અમથું ગામ છે, જે કોલ્લમ જિલ્લાના ઉપનગરીય વિસ્તારમાં સ્થિત છે. આ સુંદર ગામ પારાવર ઝીલના કિનારે સુંદર રીતે વસેલું છે. મયયાનાડ, અરબ સાગરની તટીય રેખાઓની સમાંતર એક લાંબી દૂરી પર ખેંચાયેલું છે, માછલી પકડવા માટે અને અન્ય સમુદ્રી ગતિવિધિઓ માટે જાણીતું છે. આ ક્ષેત્રની પ્રસિદ્ધિ મુખ્ય રીતે અનેક મંદિરો અને તેની સાથે જોડાયલા સાંસ્કૃતિક મહત્વ છે.

મુનરો દ્વીપ
મુનરો દ્વીપ સ્થાનિક સ્તરે મુનરો થુરુપના નામથી ઓળખાય છે, આ આઠ દ્વીપોનો સમૂહ છે. કોલ્લમથી 27 કિ.મી દૂર સ્થિત છે. આ દ્વીપનું નામ બ્રિટિશ અધિકારી કર્નલ જોન મુનરોના નામ પરથી પાડવામાં આવ્યું હતું, જેમણે આ ક્ષેત્રમાં નહેરોનું નિર્માણ અને બેકવોટર માર્ગોના એકીકરણ માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

ઓચિરા
ઓચિરા, અલાપ્પુઝા અને કોલ્લમ જિલ્લાની સીમા પર સ્થિત એક નાનું શહેર છે, જે કોલ્લમ શહેરથી 32 કિ.મી દૂર છે. આ એક ઉત્તમ ધાર્મિક સ્થળ અને તીર્થ સ્થળ તરીકે જાણીતું છે. આ ગામમાં ઉત્તમ કક્ષાના અનેક પ્રાચીન મંદિર અને ઐતિહાસિક સ્મારક છે. કોલ્લમના આખા ક્ષેત્રમાં સૌથી વધારે દર્શનીય મંદિર ઓચિરા મંદિર છે, જેને પૈરા બ્રહ્મા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર, કેરળના અન્ય મંદિરો માટે અપવાદ છે, કારણ કે આ મંદિર પેરા બ્રાહ્મણ અથવા ઓમકારમને સમર્પિત છે.

સાસ્થામકોટ્ટા ઝીલ
સાસ્થામકોટ્ટા ઝીલ, એક સુંદર તાજા પાણીની ઝીલ છે, જે પોતાની આધુનિક સુવિધાઓ અને પ્રાકૃતિક સુંદરતાના કારણે યાત્રીઓને આકર્ષિત કરે છે. ઝીલના નામ પર સ્થિત નામવાળું મંદિર ઝીલના કિનારે બનેલું છે, જે ઇષ્ટદેવ ભગવાન શાસ્થાને સમર્પિત છે.

થંગાસેરી તટ
થંગાસેરી તટ, એક આદર્શ રજા ગાળવા માટેનું સ્થળ છે, જે કોલ્લમથી 5 કિ.મી દૂર સ્થિત છે. આ રેતાળ સમુદ્ર તટ પર ઐતિહાસિક મહત્વ ધરાવતા અને પ્રાચીન પોર્ટુગિઝ કિલ્લાઓના ખેંડર પણ આસપાસના ક્ષેત્રોમાં જોઇ શકાય છે. યાત્રી આ તટ પર લહેરોના સુંદર ફેલાવાથી મને શાંત કરી શકે છે. આ તટનું મુખ્ય આકર્ષણ એક જૂનુ લાઇટહાઉસ છે, જે 144 ફૂટ ઉંચુ છે. આ લાઇટ હાઉસને 1902માં અંગ્રેજો દ્વારા બનાવવામાં આવ્યું હતું. જેને દર્શકો માટે બપોરે 3.30થી સાંજે 5.30 સુધી ખુલ્લું રાખવામા આવે છે.

થિરુમુલ્લાવરમ તટ
થિરુમુલ્લાવરમ તટ, કોલ્લમ શહેરથી 6 કિ.મી દૂર સ્થિત એક સુંદર રેતાળ તટ છે, જે વાણિજ્યિક ગતિવિધિઓથી અવિભાજીત છે. આ સ્થળ તરવૈયા અને બાળકોને રમવા માટે સુરક્ષિત અને રોમાંચિત સ્થળ છે. આ પરિવાર માટે આદર્શ પિકનિક સ્પોટ છે અને પ્રવાસી અહી આવીને પોતાનો સારો સમય વિતાવી શકે છે.












Click it and Unblock the Notifications
