• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મણિકરણઃ બે ધર્મના મિલનનું અદભૂત તીર્થસ્થળ

ભારતમાં જ એક સ્થળ એવું પણ છે, જે બે જુદા જુદા ધર્મના લોકો માટે તીર્થસ્થળ છે. જો તમે આ સ્થળ વિશે નથી જાણતા, તો આ લેખમાં જાણી લો.
|
Google Oneindia Gujarati News

ભારત, આપણો દેશ વિવિધતામાં એક્તા અને વિષમતાઓને કારણે જ વિશ્વપ્રસિદ્ધ છે. ધર્મથી લઈને જુદી જુદી વાનગીઓની વિશેષતાઓ આપણા દેશમાં એક જ સ્થળે મળી શકે છે. તો આ દેશમાં રીતરિવાજો અને ધર્મને લઈને પણ જબરજસ્ત વિવિધતા છે. પરંતુ, શું તમે એ વાત માનશો કે ભારતમાં જ એક સ્થળ એવું પણ છે, જે બે જુદા જુદા ધર્મના લોકો માટે તીર્થસ્થળ છે. જો તમે આ સ્થળ વિશે નથી જાણતા, તો આ લેખમાં જાણી લો. વાત છે ઉત્તર ભારતમાં આવેલા મણિકરણની, જે હિંદુ ધર્મ અને શીખ ધર્મ બંને માટે પવિત્ર સ્થળ છે.

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના ભૂંતરમાં આવેલું છે મણિકરણ. ભૂંતરના ઉત્તર પૂર્વ વિસ્તારમાં પાર્વતી નદીના કિનારે પાર્વતી ઘાટીમાં આવેલું આ નાનકડું નગર આખા વર્ષ દરમિયાન દેશભમાંથી મનાલી અને કુલ્લુના પ્રવાસીઓ પોતાની તરફ આકર્ષે છે. ખાસ કરીને અહીં વહેતા ગરમ પાણીના ઝરા અને તીર્થસ્થાન હોવાને કારણે લોકો અહીં આવે છે.

પાર્વતી નદી

પાર્વતી નદી

મણિકરણમાં હિંદુઓના કેટલાક મંદિર છે, તો સાથે જ અહીં શીખ ધર્મની ગુરુદ્વારા પણ છે. હિંદુઓની માન્યતા પ્રમાણે મનુ (માનવીના પિતા) એ ભયંકર પૂર પ્રકોપ બાદ અહીં માનવીઓને જન્મ આપ્યો હતો, અને આ સ્થળને પવિત્ર બનાવ્યું હતું. મણિકરણમાં રામ, કૃષ્ણ અને વિષ્ણુ જેવા હિંદુ ધર્મમાં પૂજાતા અનેક દેવોના મંદિર પણ છે. જો કે, મણિકરણ અહીં વહેતા ગરમ પાણીના ઝરા અને આસપાસના રમણીય પ્રાકૃતિક દ્રશ્ય માટે જાણીતું છે. પરંતુ ગરમ પાણીના ઝરાને લઈ બંને ધર્મમાં અલગ અલગ માન્યતા પણ છે.

શીખો દ્વારા પ્રચિલત કથા

શીખો દ્વારા પ્રચિલત કથા

Image Courtesy: John Hill

કથાનુસાર, ત્રીજા ઉદાસી દરમિયાન શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકજી પોતાના સૌથી પહેલા શિષ્ય ભાઈ મર્દાના સાથે અહીં આવ્યા હતા. મર્દાનાને અહીં પહોંચ્યા બાદ જબરજસ્ત ભૂખ લાગી. ગુરુ નાનકજીએ તેમને લંગરમાંથી ભોજન લાવવાનું કહ્યું, પરંતુ મુશ્કેલી એ ઉભી થઈ કે આ સ્થળ પર અનાજ રાંધવા માટે આગની વ્યવસ્થા નહોતી. નાનકજીએ મર્દાનાને અહીં પડેલો મોટો પથ્થર ખસેડવા કહ્યું, મર્દાનાએ જ્યારે આ પત્થર ઉઠાવ્યો તો નીચેથી ગરમ પાણીના ઝરાની ઉત્પત્તિ થઈ. નાનકજીના કહ્યા અનુસાર મર્દાનાએ રોટલીઓ આ ઝરણામાં મૂકી, પરંતુ તમામ ડૂબી ગઈ.

મણિકરણમાં આવેલું ગુરુદ્વારા

મણિકરણમાં આવેલું ગુરુદ્વારા

Image Courtesy: akubhatta

નિરાશ મર્દાનાને જોઈને નાનકજીએ તેને સાચા મનથી ઈશ્વરની પ્રાર્થના કરવાનું કહ્યું, સાથે જ કહ્યું કે જો બધી જ રોટલી પાછી મળે તો તે એક રોટલી ઈશ્વરને અર્પણ કરશે. મર્દાનાએ સાચા દિલથી આ પ્રાર્થના કર્યા બાદ એક બાદ એક તમામ રોટલીઓ તૈયાર થઈને પાણીમાં તરવા લાગી. આ કથાનુસાર જો કોઈ પણ વ્યક્તિ ઈશ્વરના નામે આ ઝરણામાં કોઈ ચીજ દાન કરે, તો તે ડૂબવાને બદલે તરવા લાગે છે.

હિન્દુઓ દ્વારા પ્રચલિત કથા

હિન્દુઓ દ્વારા પ્રચલિત કથા

Image Courtesy: Tegbains

હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ભગવાન શિવ અને દેવી પાર્વતીએ આ સ્થળ પર લગભગ 1100 વર્ષ સુધી નિવાસ કર્યો છે. એક દિવસ દેવી પાર્વતી અને શિવ અહીં ભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે પાર્વતીજીનું એક મણિ રત્ન જળની ધારામાં પડી ગયું. રત્ન ખોવાઈ જવાથી દુઃખી થયેલા પાર્વતીજીએ શિવજીને રત્ન શોધી આપવા કહ્યું. મહાદેવે રત્ન સોધવા તમામ સેવકોને આદેશ આપ્યો, પરંતુ રત્ન ન જ મળ્યું.

ક્રોધે ભરાયેલા શિવજી

ક્રોધે ભરાયેલા શિવજી

Image Courtesy: Aman Gupta

રત્ન ન મળતા ક્રોધે ભરાયેલા શિવજીએ વિશ્વને નાશ કરી શકવાની તાકાત ધરાવતું ત્રીજું નેત્ર ખોલ્યું. ડરને કારણે તમામ દેવી દેવતાઓ, નાગના રાજા શેષનાગે તેમને શાંત પડવા વિનંતી કરી. અને શેષનાગે પોતાના ફૂંફાડાથી ગરમ પાણીનો આ ઝરો ઉત્પન્ન કર્યો. ગરમ પાણીનો ઝરો પેદા થવાથી આખા વિસ્તારમાં ગરમ પાણી ફેલાયું જેના પગલે દેવી પાર્વતીજીના ખોવાયેલા રત્ન જેવા અનેક રત્ન ઉત્પન્ન થયા. દેવી પાર્વતી પોતાનું રત્ન મેળવીને ખુશ થઈ અને શિવજીનો ગુસ્સો પણ શાંત થયો.

મણિકરણ

મણિકરણ

Image Courtesy: akubhatta

શીખ ધર્મ અને હિન્દુ ધર્મની માન્યતા અનુસાર મણિકરણમાં વહેતા ગરમ પાણીના ઝરા પાછળ આવી કથા છે. આજે પણ આ ઝરાનું પાણી ગરમ રહે છે, જેને લોકો ખૂબ જ શુભ માને છે. એવું કહેવાય છે કે જો તમે મણિકરણની યાત્રા કરી છે, તો તમારે કાશીની યાત્રા કરવાની જરૂર નથી. રસપ્રદ વાત એ છે કે આ ઝરણાનું પાણી એટલું ગરમ હોય છે કે તમે એક કપડામાં ચોખા બાંધીને પાણીમાં થોડી વાર રાખો, તો તે ભાત બની જાય છે. આ ઝરાણાના પાણીનો ઉપયોગ જળ ઔષધિ તરીકે પણ થાય છે.

કેવી રીતે પહોંચશો મણિકરણ?

કેવી રીતે પહોંચશો મણિકરણ?

Image Courtesy: Jayantanth

રોડ દ્વારા
મણિકરણ કુલ્લુથી લગભગ 45 કિલોમીટર દૂર છે, અને મનાલીથી 85 કિલોમીટર, હિમાચલ પ્રદેશના કેટલાક મુખ્ય શહેરો દ્વારા અહીં સુધી પહોંચવા બસની સગવડ છે.

ટ્રેન દ્વારા
મણિકરણ પહોંચવા માટે સૌથી નજીકનું રેલવે સ્ટેશન શિમલા છે, જ્યાંથી મણિકરણ લગભગ 106 કિલોમીટર દૂર છે.

વિમાન દ્વારા
મણિકરણનું સૌથી નજીકનું એરપોર્ટ ભૂંતર છે, ભૂંતરથી ટેક્સી દ્વારા આસાનીથી મણિકરણ પહોંચી શકો છો.

English summary
Manikaran pigrimage near kullu in himachal pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X