For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પર્વતોની ભૂમિ છે ભારતનું આ રાજ્ય

|
Google Oneindia Gujarati News

પર્વતીય વિસ્તારો, હરિયાળી અને ઘુમાવદાર નદીઓ ભારતના તમામ ઉત્તર પૂર્વીય રાજ્યોની વિશેષતાઓ છે. ઉત્તરમાં સેવન સિસ્ટર્સમાનું એક, મિઝોરમ, બ્લુ પર્વતો અને રોલિંગ હિલ્સમાં વસેલું એક નાનુ અમથુ સુંદર રાજ્ય છે. મિઝો શબ્દનો અર્થ થાય છે પર્વત અને રમનો અર્થ થાય છે ભૂમિ. પહેલા આ એક કેન્દ્ર શાસિત પ્રદેશ હતો, પરંતુ બાદમાં 1986માં તેને એક રાજ્યનો દરરજો આપવામાં આવ્યો હતો.

પ્રકૃતિનો ભરપૂર આનંદ લેવા માટે મિઝોરમ એક પ્રવાસન સ્થળ તરીકે અનેક અવસર પ્રદાન કરે છે. વિદેશી વનસ્પતિ અને જીવ, વાંસનું જંગલ, ખળખળ કરતા વહેતા ઝરણા, ધાન અને ખેતી તમામ પ્રકૃતિ પ્રેમીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. છિમતુઇપુઇ અથવા કલાદાન રાજ્યમાં વહેતી સૌથી મોટી નદી છે.

મિઝો અથવા મિઝોરમના લોકોનાં રંગીન અને એથિકલ વસ્ત્રો ઘણા જ સુંદર હોય છે અને પર્યટકોને તે પોતાની તરફ આકર્ષિત કરે છે. એવું માનવામાં આવે છે કે, આ લોકો અહીં લગભગ 300 વર્ષ પહેલાથી વસહતા હતા. તે પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે ઘણા જ જોડાયેલા છે. મિઝોરમના લોકો ઘણા જ સાધારણ, , મદદગાર અને મહેમાનનવાજ હોય છે. આ લોકોની મોટાભાગની ભાષા મિઝો છે અને મુખ્ય ધર્મ ખ્રિસ્તી છે. અહીંના લોકો ઘણા જ પ્રતિભાશાળી અને જીવંત છે અને ગીત-સંગીતમાં રૂચી ધરાવે છે. સંગીત તેમની સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે. તેઓ ડ્રમ વગાડે છે, જેને ખોંગ કહેવામાં આવે છે, જે લાકડી અને પશુઓની ચામડીમાંથી બનેલા હોય છે.

સૌથી મોટી ઝીલ, પાલા ઝીલ અને તામ દિલ અથવા તો સરસોના છોડની ઝીલ મિઝોરમના બે સૌથી મોટા પ્રવાસન આકર્ષણ છે. રાજ્યની રાજધાની હોવાના કારણે આઇઝોલ એક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ છે. લુંગલેઇ એક અન્ય મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ છે. અહીં અનેક પ્રાચિન ગુફાઓ છે, જે પર્યટકોને મૂળભૂત મિઝોરમ અંગે જાણકારી આપવાની તક પૂરી પાડે છે.

અહીં ડંપા વન્યજીવ અભ્યારણ્ય, ખોંગલુંગ વન્યજીવ અભ્યારણ્ય વિગેરે અનેક વન્યજીવ અભ્યારણ્ય છે. ટ્રેકર્સ માટે મિઝોરમ સ્વર્ગ જેવું છે. અજ્ઞેર ખોંગપુઇ પર્વત ટ્રેકિંગ માટે સૌથી શ્રેષ્ઠ સ્થાનોમાનું એક છે. પેરા ગ્લાઇડિંગ આ વિસ્તારનો લોકપ્રિય રોમાંચક ખેલ છે. અહીં એક પેરા ગ્લાઇડિંગ સ્કૂલ છે, જે મિઝોરમના પ્રવાસન વિભાગ સાથે મળીને પેરા ગ્લાઇડિંગની ગતિવિધિઓ અને તહેવાર આયોજિત કરે છે. તો ચાલો તસવીરો થકી નીહાળીએ ભારતની પર્વતોની ભૂમિ મિઝોરમને.

આઇજોલનું અભ્યારણ્ય

આઇજોલનું અભ્યારણ્ય

આ તસવીર આઇજોલમાં આવેલા ડંપા વન્યજીવ અભ્યારણ્યની છે.

એક સુંદર દ્રશ્ય

એક સુંદર દ્રશ્ય

આ તસવીર આઇજોલની સુંદરતા રજુ કરે છે.

 આઇજોલનું હ્મુઇફંગ

આઇજોલનું હ્મુઇફંગ

આઇજોલના હ્યુઇફંગની માઉંટેન સાઇડ.

 થેનજોલ હરણ પાર્ક

થેનજોલ હરણ પાર્ક

આ તસવીર થેનજોલ હરણ પાર્કની છે.

વાનતાંગ ઝરણુ

વાનતાંગ ઝરણુ

આંખો માટે એક દિલકશ સૌગાત સમુ થેનજોલનું વાનતાંગ ઝરણુ.

એક મનોરમ દ્રશ્ય

એક મનોરમ દ્રશ્ય

થેનજોલમાં આવેલા વાનતાંગ ઝરણાનું એક મનોરમ દ્રશ્ય.

લુંગલેઇ

લુંગલેઇ

લુંગલેઇનું સુદંર દ્રશ્ય

કરામાતી હિલ્સ

કરામાતી હિલ્સ

લુંગલેઇમાં આવેલા કરામાતી હિલ્સ.

થાસિઅમા સીનો નએંહા

થાસિઅમા સીનો નએંહા

ચમ્પાઇમાં આવેલું થાસિઅમા સીનો નએંહા.

 હનાહલન વાઇનરી

હનાહલન વાઇનરી

ચમ્પાઇમાં આવેલું હનાહલન વાઇનરી.

હલકુંગ્પુઇ મુઅલ

હલકુંગ્પુઇ મુઅલ

ચમ્પાઇમાં આવેલું હલાકુંગ્પુઇ મુઅલ.

ચમ્પાઇ શહેર

ચમ્પાઇ શહેર

મિઝોરમના ચમ્પાઇ શહેરની તસવીર.

 શહેરનું શાનદાર દ્રશ્ય

શહેરનું શાનદાર દ્રશ્ય

ચમ્પાઇ શહેરનું એક શાનદાર દ્રશ્ય.

સાઇહાની તસવીર

સાઇહાની તસવીર

મિઝોરમમાં આવેલા સાઇહાની તસવીર.

પ્રકૃતિના મનમોહક રંગ

પ્રકૃતિના મનમોહક રંગ

સાઇહામાં પ્રકૃતિના મનમોહક રંગ.

પલક ઝીલ

પલક ઝીલ

સાઇહામાં આવેલી પલક ઝીલની તસવીર.

સાઇહાની વાદળછાયી તસવીર

સાઇહાની વાદળછાયી તસવીર

આ તસવરમાં સાઇહાનું વાદળછાયુ દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે.

પ્રાકૃતિક સુંદરતા

પ્રાકૃતિક સુંદરતા

સાઇહાની પ્રાકૃતિક સુંદરતા.

English summary
The hilly terrain, the green valleys and the meandering rivers are a common feature of all north eastern states of India. Mizoram, one of the seven sisters of the North is a small beautiful state nestled in the blue mountains and rolling hills. The word Mizo means man of the hill and ram means land. Earlier it was regarded as a union territory, but later the state was formed in the year 1986.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X