For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વર્ગની અનુભૂતિ કરાવે છે આ બીચ રોડ્સની સેર

|
Google Oneindia Gujarati News

ભારત અનેકે સુંદર સમુદ્રી તટો અથવા બીચો અને તટીય ક્ષેત્રોનો દેશ છે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે, વ્યક્તિ થોડાક સમયે શાંતિ મેળવવા વિશાળ સમુદ્રના આ બીચો પર આવે છે અથવા તો પછી પરિવાર કે મિત્રો અને સંબંધીઓ સાથે મોજ મસ્તી અને જલ ક્રીડા કરવા માટે અહીંનો પ્રવાસ કરે છે. આ સુંદર બીચો પર જ્યાં એક તરફ તમને રોમાંચની પ્રાપ્તિ થાય છે તો બીજી તરફ અહીંની શાંતિ તમને એક અદભૂત સુખ પણ આપે છે.

શું તમે ક્યારેય આ કોસ્ટ લાઇન્સને નજીકથી જોઇ છે અને તેની યાત્રા કરી છે, અથવા તો ક્યારેય એવું થયું છે કે, તમે કારમાં બેસીને સમુદ્રને નીહાળો અને શાંત પાણીની લહેરોને મસ્તી કરી જોઇ છે. જો તમારો જવાબ હાં છે તો તમે ચોક્કસપણે એ જાણતા હશો કે પ્રકૃતિને નજીકથી જોઇએ તો તે આપણને એક અલગ સુખ આપે છે, જેનું વર્ણન શબ્દોમાં થઇ શકે તેમ નથી.

તેનાથી વિપરીત જો તમે આ બીચો અને તેની કોસ્ટ લાઇન્સને જોઇ નથી તો અમારી સલાહ છે કે જીવનમાં એકવાર તેની યાત્રા કરવી જોઇએ. આ કોસ્ટ લાઇન્સની સુંદરતા એવી છે કે, તમે વારંવાર ત્યાં જવાનું વિચારશો. આજે અમે તસવીરો થકી ભારત ભરની આવી જ કેટલીક કોસ્ટ લાઇન્સ અંગે જણાવી રહ્યાં છીએ.

બીટ લાઇન, વિજાગ

બીટ લાઇન, વિજાગ

વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ રાજ્યાનું એક પ્રસિદ્ધ પોર્ટ ટાઉન છે. આ વિજાગના નામથી પણ જાણીતું છે. આ સ્ટ્રેચની સૌથી મોટી ખાસ વાત એ છે કે 40 કિમી. ફેલાયેલો હોવાના કારણે બંગાળની ખાડી અંતર્ગત આવનારી જેટલી પણ કોસ્ટ લાઇન્સ છે, તેમાં આ સૌથી લાંબી છે. અહીં આવીને તમને અનેક સુંદર નજારા મળી શકે છે. એવ રોડ વિશાખાપટ્ટનમને કૈલાશગિરી સાથે જોડવામાં પણ મદદ કરે છે.

રાષ્ટ્રીય રાજમાર્ગ 17, મરવન્થે

રાષ્ટ્રીય રાજમાર્ગ 17, મરવન્થે

આ હાઇવેની ગણના ભારતના સૌથી સુંદર હાઇવેમાં થાય છે. આ સ્થળ કંઇક એવું છે કે તે તમને દૈવીય સુખની અનુભૂતિ કરાવશે. આ સ્થાનની સૌથી ખાસ વાત એ છે કે અહીં રોડની એક તરફ સમુદ્ર છે તો બીજી તરફ નદી અને આ દ્રશ્ય ભારતના અન્ય કોઇ રોડમાં નથી.

ઇસ્ટ કોસ્ટ રોડ

ઇસ્ટ કોસ્ટ રોડ

ઇસ્ટ કોસ્ટ રોડ જેને સ્ટેટ હાઇવે 49ના નામથી પણ ઓળખવામાં આવે છે, જે તેમને ચેન્નાઇથી કડલૂર વચ્ચે લઇ જાય છે. આ રોડ 690 કિમી લાંબો છે અને ઘણો જ સુંદર છે.

મરીન ડ્રાઇવ, મુંબઇ

મરીન ડ્રાઇવ, મુંબઇ

મરીન ડ્રાઇવ મુંબઇની 4 કિમી લાંબી કોસ્ટ લાઇન છે, જે અંગ્રેજીના સી અક્ષરના આકારની છે. ા આકાર તમને વિશાળ અરબ સાગરના નજીકથી દર્શન કરાવે છે.

મરીન ડ્રાઇવ, કોચિ

મરીન ડ્રાઇવ, કોચિ

જેવું કે નામથી સ્પષ્ટ થાય છે, આ એ સ્થાન છે, જ્યાં તમે ઉંડા શાંત સમુદ્રનો આનંદ લઇ શકો છો. આ સ્થળ કોચિનું પ્રમુખ પ્રવાસન સ્થળ છે અને તમે કોઇપણ સમયે અહીં પ્રવાસીઓની ભીડ જોઇ શકો છો.

ન્યૂ મરીન ડ્રાઇવ, પુરી

ન્યૂ મરીન ડ્રાઇવ, પુરી

તમારે કોર્ણાકથી પુરી થઇને જાવું છે તો તમારે આ રસ્તા પરથી પસાર થવું પડશે. આ રોડનો સમાવેશ બંગાળની ખાડી અંતર્ગત આવનારા સુંદર રોડ્સમાં થાય છે. અહીંના સ્થાનિક નિવાસીઓ તેને કોર્ણાક મરીન ડ્રાઇવના નામથી ઓળખે છે.

બીચ રોડ, પોંડેચરી

બીચ રોડ, પોંડેચરી

1.5 કિમી લાંબો આ રોડ ઘણો જ સુંદર રોડ છે. જ્યાં એક સાથે તમે પોંડેચરી જેવા શહેરની સભ્યતા, સંસ્કૃતિ અને વિશાળ સમુદ્રને જોઇ શકો છો.

બીચ રોડ, ચેન્નાઇ

બીચ રોડ, ચેન્નાઇ

મરીન બીચ જે ચેન્નાઇનું એક ઘણું જ લોકપ્રીય બીચ છે અને એક પ્રમુખ પ્રવાસન આકર્ષણ છે. એખ સુંદર રોડનું માલિક પણ છે. આ રોડનું નામ કમરાજાર સલાઇ રોડ છે. આ રોડ તમને એક અન્ય ડેસ્ટિનેશન સંથોમ સુધી લઇ જાય છે. આ રોડ પર તમને દક્ષિણ ભારત અને ખાસ કરીને તમીલનાડુની એક ઝલક જોવા મળશે.

English summary
most popular beach roads india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X