મોટા શહેરો તો ઠીક કર્ણાટકના નાના શહેરો પણ છે જોવાલાયક

Posted By:
Subscribe to Oneindia News

મોટા શહેરો તો હંમેશાથી જ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે અને આ વાત એ સમયે ખાસ થઇ જાય છે, જ્યારે તમે ભારતના દક્ષિણીય ભાગમાં ભ્રમણ કરતા હોવ. દક્ષિણ ભારતની એ ખાસિયત છે કે તમે અહીં વધારે મોટા શહેર તો નહીં જુઓ પરંતુ હાં, પ્રકૃતિ તમને અહીં ભરપૂર મળશે. અહીં પ્રકૃતિનો મતલબ દક્ષિણના હર્યા ભર્યા વનો, લહેરાતા ઝરણાઓ, બહુમૂલ્ય વન્ય જીવન, મંત્ર મુગ્ધ કરી દેતા ભોજન અને સ્થાનિક જન જાતિઓથી છે.

કર્ણાટકનો સમાવેશ ભારતના એ રાજ્યોમાં છે, જે પોતાની સુંદરતા, વન્યજીવન અને વાસ્તુકળાના કારણે દેશ દુનિયાના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીં આવીને તમે જ્યાં એક તરફ પ્રકૃતિને નિહાળી શકો છો તો બીજી તરફ તમે તમારી અંદર વસેલા એન્ડવેન્ચર ગોડને પણ અહીં તૃપ્ત અને સંતુષ્ટ કરી શકો છો.

આજે અમે તમને જણાવી રહ્યાં છીએ, કર્ણાટકના કેટલાક ડેસ્ટિનેશન્સ અંગે જે પ્રવાસન દ્રષ્ટિએ ઓછા જાણીતા છે. જો કે, પ્રવાસી આ સ્થળોથી હજુ સુધી રુબરુ થયા નથી પરંતુ અમારો દાવો છે કે આ સ્થળ તમારા મન મોહી લેશે. તો ચાલો તસવીરો થકી કરીએ આ પ્રવાસન સ્થળોની યાત્રા.

ચિકમંગલૂર

ચિકમંગલૂર

ચિકમંગલૂર ટાઉન કર્ણાટક પ્રાંતમાં આ જ નામના જિલ્લામાં સ્થિત છે. આ ક્ષેત્ર મોટા લોકપ્રિય છે કારણ કે, આ અનેક પ્રવાસન સ્થળ છે. ચિકમંગલૂર એક શાંત સ્થળ છે. તેની આસપાસનું વાતાવરણ વિવિધ દ્રશ્યો-નીચી સમતલ ભૂમિથી મલનાડ જેવી પર્વતીય ભૂમિથી યુક્ત છે. જિલ્લામાં મોટી સંખ્યામાં કૉફીના બગીચા છે, તેથી તેને કૉફી કેપિટલ ઓફ કર્ણાટક કહેવામાં આવે છે.

દાંદેલી

દાંદેલી

દાંદેલી કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં સ્થિત એક નાનું ગામ છે. પશ્ચિમી ઘાટના ગાઢ જંગલોથી ઘેરાયેલુ દાંદેલી દક્ષિણ ભારતનું સાહસિક ક્રિડા સ્થળ છે. આ શાંત શહેર રાજ્યના એક શૈક્ષણિક અને ઔદ્યોગિક કેન્દ્રના રૂપમાં વિખ્યાત છે. કાગળ ઉત્પાદન માટે જાણીતું છે. આ સ્થળ સફેદ પાણીના રાફ્ટિંગ સ્થળોમાનું એક છે.

કાપૂ

કાપૂ

કાપૂ પોતાના સુંદર બગીચા માટે જાણીતુ છે. અહીંના બીચને કાપૂ અથવ કૉપ બીચના નામથી ઓળખવામાં આવે છે. અહીંનું વાતાવરણ ઘણું મનમોહક છે. આ બીચનો સમાવેશ ભારતના સૌથી ઠંડા બીચમાં કરવામાં આવે છે, જેના કારણે તે એક પરફેક્ટ પિકનિક સ્થળ છે. આ બીચની ચારેકોર તમને હરિયાળી જોવા મળશે જે તેને વધુ સુંદર બનાવે છે.

બિંદૂર

બિંદૂર

બિંદૂર એક નાનું અમથું ગામ છે. તે ઉડપી જિલ્લાના કુંદાપુર તાલુકામાં છે. બિંદૂર પોતાના સુંદર તટો અને સુંદર સૂર્યાસ્ત માટે જાણીતું છે. અહીંનું સોમેશ્વર મંદિર જે શિવ મંદિર છે, સમુદ્રી તટ પર સ્થિત છે. આ મંદિરમાં સ્થાપિત લિંગ અને સુંદર મૂર્તિઓ તેને વધુ સુંદર બનાવે છે.

વનવાસી

વનવાસી

વનવાસી, પ્રાચીન મંદિરોનું શહેર છે, જેની જડો 400 ઇ.સ પૂર્વે છે, વનવાસી પશ્ચિમી ઘાટના જંગલો વચ્ચે દબાયેલું છે. ઉત્તર કન્નડ જિલ્લામાં સ્થિત આ શહેર વરદા નદીના કિનારે વસેલું છે. આ શહેરનો ઉલ્લેખ મહાભારતમાં પણ કરવામાં આવ્યો છે. નવી શતાબ્દીમાં બનેલું આ મંદિર અનેક શ્રદ્ધાળુંઓને પોતાની તરફ ખેંચે છે.

હોરાનાડૂ

હોરાનાડૂ

હોરાનાડૂની પ્રસિદ્ધિનું મુખ્ય કારણ અહીનું અદભૂત દેવી અન્નપૂર્ણેશ્વરી મંદિર છે. જે લોકો પ્રકૃતિનો સાચો મહિમા જોવા માગે છે, હોરાનાડૂ પહોંચીને ત્યાં પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરી શકે છે. આ હર્યુભર્યુ શહેર મનોહર મોલનાદથી 100 કિમી દૂર ચિક્કમગલુરમાં વસેલું છે.

English summary
Big cities fascinate everyone. Especially, if you are in the Southern part of India, you would get to see more than a fair share of big cities.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.