For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની ટાઇગર રાજધાની મહારાષ્ટ્રનું નાગપુર

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર શહેરને ઓરેન્જ સિટીના નામથી ઓળખવામાં આવે છે. મુંબઇ અને પૂણે બાદ નાગપુર, મહારાષ્ટ્રનું ત્રીજું સૌથી મોટું શહેર છે. તેને ભારતની ટાઇગર રાજધાની કહેવામાં આવે છે. નાગપુરને ગોંડ રાજવંશે શોધ્યું હતું, ત્યાર બાદ મરાઠા સામ્રાજ્ય અતંર્ગત ભોસલાએ પોતાનુ આધિપત્ય જમાવી લીધું હતુ. બાદમાં અંગ્રેજોએ કબજો કરીને નાગપુરને પ્રાંતની કેન્દ્રીય રાજધાની બનાવી લીધું હતુ. નાગપુર શહેરનું નામ નાગ નદી પરથી પડ્યું છે, જે પુર સંસ્કૃત અને હિન્દીમાં શહેરો સાથે જોડાનારુ પ્રત્યય છે. નાગપુરની શહેરી ડાક ટીકિટ પર આજે પણ સાંપની છબી બનેલી છે. આ શહેર 310 મી.ની ઉંચા પર સ્થિત છે. નાગપુર પોતાની હરિયાળીના કારણે ભારતમાં ચંદીગઢ બાદ બીજા સ્થાન પર આવે છે.

નવેગામ બાંધ, સીતાબુલ્દી કિલ્લો અને પેંચ નેશનલ પાર્ક નાગપુરમાં કેટલાક પ્રમુખ પ્રવાસન સ્થળ છે. દીક્ષા ભૂમિ નાગપુરની પ્રતિષ્ઠિત સ્થળ છે, જ્યાં એક હજાર દલિતોએ ડો. બી આર આમ્બેડકરનું અનુસરણ કર્યુ અને બૌદ્ધ ધર્મમાં પરિવર્તિત થઇ ગયા. નાગપુર શહેરની વચ્ચોવચ એક પથ્થરનો થાંભલો છે. જેમાં દેશના તમામ પ્રમુખ શહેરોથી નાગપુરનું અંતર લખેલું છે. આ ઝીરો માઇલનું નિર્માણ બ્રિટિશ શાસન દ્વારા કરવામાં આવ્યું હતું. નાગપુર શહેરમાં માનવ નિર્મિત અને પ્રાકૃતિક બન્ને પ્રકારની ઝીલ છે, જેને જોઇને ઘણો સુખદ અનુભવ થાય છે. અમબાજારી ઝીલમાં સાંજે નાના બાળકો અને પરિવાર ઘણું એન્જોય કરે છે. નાગપુરમાં સેમિનરી હિલ્સમાં બાલાજી મંદિર સ્થિત છે, જ્યાં તમે આખા શહેરનું શાનદાર દ્રશ્ય જોઇ શકો છો. ટ્રેકર્સ આ પહાડીને પડકારના રૂપમાં લે છે અને ચઢાણ કરે છે, જેમાં તેમને ઘણી મજા આવે છે.

અહીં શ્રી પાદેશ્વર મંદિર અને શ્રી વેંકટેશ મંદિર છે, જે તમારી શ્રદ્ધાનું પાત્ર બનવામાં અવશ્ય સફળ થશે. નાગપુરમાં અન્ય એક મંદિર છે. ડ્રેગન મંદિર. નામ પર ના જાઓ. આ મંદિર ભગવાન બુદ્ધને સમર્પિત છે. અહીં મહારાજા બાગમાં એક ગાર્ડન સારી રીતે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ચિડિયાઘર પણ છે. બીજી તરફ, સીતાબુલ્દી ફોર્ટ બનેલો છે, જેને એ બહાદુર સૈનિકોની યાદમાં બનાવવામાં આવ્યું હતુ, જેમણે અંગ્રેજી-મરાઠા યુદ્ધ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહીંના 300 વર્ષ પહેલા ગુલાબીગઢ કિલ્લો ઘણો વિશાલ બન્યો છે. નાગપુરમાં મનાવવામાં આવેલા નવારત્રિ, દશેરા, ગણેશ પૂજા, દુર્ગા પૂજા, મોહર્રમ અને અન્ય તહેવાર અહીંની રોનકમાં ચાર ચાંદ લગાવી દે છે. આ શહેરમાં બધા તહેવાર મોટા જોશ અને ઉમંગથી મનાવે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ નાગપુરને.

ઝીરો માઇલ

ઝીરો માઇલ

નાગપુરમાં આવેલો ઝીરો માઇલ

એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ

એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ

નાગપુરમાં દીક્ષાભૂમિ, જ્યાં એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ

એક લાંબી સંરચના

એક લાંબી સંરચના

નાગપુરમાં દીક્ષાભૂમિ ખાતે એક લાંબી સંરચના

દીક્ષાભૂમિનો નજીકનો નજારો

દીક્ષાભૂમિનો નજીકનો નજારો

નાગપુરમાં આવેલા દીક્ષાભૂમિનો નજીકનો નજારો

નાગપુરનું શાનદાર તળાવ

નાગપુરનું શાનદાર તળાવ

નાગપુરમાં આવેલું શાનદાર તળાવ

રામટેક

રામટેક

નાગપુરમાં આવેલું રામટેક

સિતબુલ્દી ફોર્ટ

સિતબુલ્દી ફોર્ટ

નાગપુરમાં આવેલું સિતાબુલ્દી ફોર્ટ

English summary
Popularly called the ‘Orange City’, Nagpur is an important city in Maharashtra. It is the state’s 3rd largest city, following Mumbai and Pune. It is also known as the ‘Tiger Capital of India’. Found by the Gonds Dynasty, Nagpur was later taken over by the Bhonsles under the Maratha Empire. It was followed by the Britishers, who made Nagpur the capital of Central Province.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X