ના યુએસ ના જાપાન, મોદીની પહેલી વિદેશ યાત્રા ભૂતાનમાં

નવી દિલ્હી, 6 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પદ સંભાળ્યા બાદ પોતાની પહેલી વિદેશ યાત્રામાં ભૂતાન જશે. પીએમ પદની શપથ લીધા બાદથી જ મોદી પાસે બીજા દેશોથી આમંત્રણો આવવાની શરૂઆત થઇ ગઇ છે. બીજા દેશો સાથે સંબંધો સારા બનાવવા માટે નરેન્દ્ર મોદીએ આ આમંત્રણોને સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે મોદી પોતાની પહેલી વિદેશ યાત્રામાં જાપાન જશે, પરંતુ ગુરુવારે પૃષ્ટિ થઇ કે તેઓ પોતાની યાત્રાની શરૂઆત ભૂતાનથી કરશે.

narendra-modi-bhutan
સરકારના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મોદી ભૂતાન પ્રવાસે જશે અને મુખ્ય દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ત્યાના નેતૃત્વ સાથે વાર્તા કરશે. મોદીનો પ્રવાસ ભૂતાન સાથે ભારતના સંબંધોના મહત્વને દર્શાવે છે, જ્યાંના વડાપ્રધાન શેરિંગ ટોબગે 26 મેના રોજ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થનારા સાર્ક નેતાઓમાં સામેલ હતા. શપથ ગ્રહણ બાદ મોદીએ ભૂતાનના નેતા સાથે સંક્ષિપ્ત દ્વિપક્ષીય બેઠક કરી હતી. મોદી મધ્ય જુલાઇમાં બ્રિક્સ શિખર સમેલનમાં ભાગ લેવા માટે બ્રાઝીલની યાત્રા કરે તેવી સંભાવના છે.

સૂત્રો અનુસાર નરેન્દ્ર મોદીની ભૂતાન યાત્રાની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે. આ માટે વિદેશ મંત્રાલયના અધિકારીઓની એક ટીમ થિંપુ જઇ રહી છે. મોદી સંસદના પહેલા ચરણની બેઠક ખતમ કરીને થિંપુ માટે ટૂંક સમયમાં રવાના થશે. નોંધનીય છેકે મોદીએ ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના આમંત્રણનો પણ સ્વીકાર કર્યો છે અને તેઓ 25થી 30 સપ્ટેમ્બર દરમિયાન ઓબામાં સાથે મુલાકાત કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X