કેરળનું નીલાંબુર, સાગનું શહેર
સાગ, વૃક્ષારોપણ માટે વિશેષ રીતે પ્રસિદ્ધ, નીલાંબુર, કેરળ રાજ્યના મલપ્પુરમ જિલ્લામાં સ્થિત એક મોટું શહેર છે. વિશાળ જંગલ, પ્રાકૃતિક સુંદરતા, અદ્વિતીય વન્ય-જીવ, આકર્ષક ઝરણા, શાહી મુકામ અને એક જીવંત ઉપનિવેશી અતીતના કારણે માલાબરના ઇતિહાસમાં આ સ્થળનું એક વિશેષ સ્થાન છે.
રણનીતિક રીતે બનાવવામાં આવેલા આ શહેરની સીમાઓ નીલગિરી પર્વતો, ઇરાનાડુ, પાલાક્કડ તથા કાલીકટને અડે છે. છલિયાર નદીના કિનારે સ્થિત, નીલાંબુરમાં સ્વાસ્થ્યપ્રદ હરિયાળી અને ઉપજાઉ ભૂમિ છે. આ શહેર ઘણા સ્થાનો સાથે જોડાયેલું છે અને નજીકમાં સ્થિત અનેક શહેરો અને જિલ્લાઓ જેમ કે, મલપ્પુરમ શહેર(40 કિ.મી), કોઝીકોડે(72 કિ.મી), ગુડાલુર(50 કિ.મી), તથા ઉટી(100 કિ.મી)થી ત્યાં સહેલાયથી પહોંચી શકાય છે.
પોતાની અનોખી ભૌગોલિક સ્થિતિના કારણે નીલાંબુરની સંસ્કૃતિ અદ્વિતીય છે. અંગ્રેજો આવ્યા તેના પહેલા આ શહેર પર રાજ કરનારા શાહી રાજ્ય તથા મદ્રાસ પ્રેસિડેન્સી દ્વારા લાવવામા આવેલા પ્રશાસનિક બદલાવે નીલાંબુરને વિભિન્ન સાંસ્કૃતિક વિશેષતાઓ પ્રદાન કરી. આ સુંદર શહેર નીલાંબુર વેટ્ટાકોરુ માકન પાટ્ટુ નામક કલા માટે પ્રસિદ્ધ છે. આ કલા પર દર વર્ષે નીલાંબુર કોવિલકમ મંદિરમાં પ્રદર્શિત કરવામાં આવે છે.
કેરળની શિલ્પકલા વિરાસતમાં પણ નીલાંબુરની ભાગીદારી છે. આ શહેરમાં કોવિલકમ નામથી પ્રસિદ્ધ અનેક શાહી મુકામ છે. આ મુકામ વિતેલા યુગના શાસકો તથા સ્થાનિક રાજાઓના નિવાસ સ્થાન હતા. નીલાંબુરને કોવિલકમ પોતાની શાહી પેઇન્ટિંગ અને લાકડાની અદભૂત કામ માટે વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર છે. તો ચાલો તસવીરો થકી જોઇએ કેરળના નીલાંબુરને.

અદ્યાંપારા ફોલ્સ
નીલાંબુરમાં આવેલા અદ્યાંપારા ફોલ્સની તસવીર

અદ્યાંપારા ફોલ્સ
નીલાંબુરમાં આવેલા અદ્યાંપારા ફોલ્સની તસવીર

ઝરણાની એક મનોરમ દ્રશ્ય
નીલાંબુરમાં આવેલા અદ્યાંપારા ફોલ્સ, ઝરણાની એક મનોરમ દ્રશ્ય

નેડુમકાયમ
નીલાંબુરમાં નેડુમકાયમ, નદીનું સુરમસ્ય દ્રશ્ય

ઉંચુ સાગ
નીલાંબુરમાં આવેલું ઉંચુ સાગ

સાગનું પ્લાંટેશન
નીલાંબુર ખાતે સાગનું સંગ્રહાલય, સાગનું પ્લાંટેશન

સફેદ ટેક્ટોના ગ્રાન્ડિસ
સાગનું સંગ્રહાલયમાં સફેદ ટેક્ટોના ગ્રાન્ડિસ












Click it and Unblock the Notifications
