• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સામાન્ય સ્થળ અસામાન્ય નામ, ભારતની અનોખી જગ્યાઓ

By Super
|

આમ તો જાણીતા નોવેલિસ્ટ શેક્સપીયરે કહ્યું છે કે નામમાં શું રાખ્યું છે, પરંતુ વિશ્વમાં ઘણી બધી એવી રચનાઓ છે કે જે તેના ચિત્ર વિચિત્ર આકારની સાથો સાથ તેમના નામના કારણે પણ જાણીતી છે. વાત જ્યારે એવા અનોખા અને અજીબ પ્રકારના નામ ધરાવતા સ્થળોની કરવામાં આવી રહી છે, ત્યારે ભારતનો ઉલ્લેખ ના થાય તે કેવી રીતે બને.

ભારત પણ એવા અનેક સ્થળોનો ખજાનો લઇને બેસેલું છે જે તેમની સુંદરતા, નિર્માણની સાથો સાથ તેમના અજબ ગજબ નામના કારણે પણ જાણીતા બન્યા છે, જેમાં કૂન્નૂરનું ડોલ્ફિન નાકથી લઇને રાણી કી વાવ સહિતના સ્થળો છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ભારતમાં આવા સ્થળો ક્યાં આવેલા છે અને શા માટે તેમના આવા અજીબો ગરીબ નામ પાડવામાં આવ્યા છે.

ડોલ્ફિનનું નાક, કૂન્નૂર

ડોલ્ફિનનું નાક, કૂન્નૂર

આ સ્થળનું નામ તેના દેખાવ પરથી રાખવામાં આવ્યું છે, આ પહાડનો આકાર ડોલ્ફિનના નાક જેવો છે. પ્રવાસીઓએ એકવાર તો આ સ્થળની મુલાકાત લેવી જ જોઇએ.

સાસુ વહુ મંદિર, ઉદયપુર

સાસુ વહુ મંદિર, ઉદયપુર

આ મંદિરનું નામ સાંભળીને જ તમે આશ્ચર્ય પામ્યા હશો. આ મંદિર બે સંરચનાઓમાં બનેલું છે. જેમાં એક સાસુ દ્વારા અને બીજું વહુ દ્વારા બનાવવામાં આવ્યું છે.

ડ્યૂકની નાક, લોનાવાલા

ડ્યૂકની નાક, લોનાવાલા

ડ્યૂકની નાક લોનાવાલામાં આવેલી ચટ્ટાણ છે. જેનું નામ ડ્યૂક વેલિંગટનના નામ પરથી પાડવામાં આવ્યું છે.

પાંચ ઇન્દ્રીઓનો બગીચો, દિલ્હી

પાંચ ઇન્દ્રીઓનો બગીચો, દિલ્હી

દિલ્હીમાં પાંચ ઇન્દ્રીઓનો બગીચો આવેલો છે. તેનું નામ એટલા માટે આવું રાખવામાં આવ્યું કારણ કે અહીં તમારી પાંચ ઇન્દ્રીઓને સંતુષ્ટ કરવા માટે કંઇકને કંઇક મળી જ રહેશે.

મ્યુઝિયમ ઓફ ટોઇલેટ્સ

મ્યુઝિયમ ઓફ ટોઇલેટ્સ

આમ તો ભારતમાં અનેક મ્યુઝિયમ આવેલા છે, જે પોતાના ઇતિહાસ, પુરાતત્વોના કારણે જાણીતા છે, પરંતુ તમે જાણો છો કે ટોઇલેટ્સનું મ્યુઝિયમ પણ છે. જી હાં, દિલ્હીમાં ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ઓફ ટોઇલેટ્સ આવેલું છે.

ઇકો પોઇન્ટ, મુન્નર

ઇકો પોઇન્ટ, મુન્નર

જ્યારે તમે મુન્નરની મુલાકાતે જાઓ ત્યારે ચોક્કસપણે આ સ્થળની મુલાકાત લેવાનું ક્યારેય નહીં ભૂલો. તેને ઇકો પોઇન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જો તમારો અવાજ બુલંદ હોય અને તમે આ સ્થળેથી બુમ પાડો તો તમને તમારો અવાજ પાછો સંભળાય છે.

વિઝા ગોડ મંદિર, હૈદરાબાદ

વિઝા ગોડ મંદિર, હૈદરાબાદ

તમે ક્યારેય વિઝા ગોડને મળ્યા છે. તો હૈદરાબાદમાં વિઝા બાલાજી મંદિર આવેલું છે. આ મંદિર વિદેશ જવા માગતા ભારતીયોની વિઝા મેળવવાની ઇચ્છાને પૂર્ણ કરે છે.

ચેન ટ્રી વાયનાડ

ચેન ટ્રી વાયનાડ

વાયનાડમાં ચેન ટ્રી એક પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે, કારણ કે, તેની સાથે એક રોચક કથા જોડાયેલી છે. ત્યાં એક વિશાળ નંદી વૃક્ષ છે, જે આખા વિશ્વના પ્રવાસીઓને પોતાની તરફ ખેંચે છે. કથનીઓ અનુસાર એક ગાઇડની આત્માને ચેન દ્વારા આ વૃક્ષ સાથે બાંધી દેવામાં આવી છે.

રાની કી વાવ

રાની કી વાવ

રાણી કી વાવનું નિર્માણ રાણી ઉદ્યામતી દ્વારા પોતાના પતિ રાજા ભીમદેવની પ્રેમ ભરી સ્મૃતિમાં 1063માં કરાવવામાં આવ્યું હતું.

English summary
"What's in a name?" Shakespeare might have questioned, but it turns out there is a lot, especially if your name was enough to evoke the curiosity(or laughter) of people? Here is a list of names of places in India which might tickle your funny bone or leave your bemused.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more