For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવાળીની રજા પતે તે પહેલા ફેમિલી સાથે માણો One day trip

દિવાળીની રજાઓ થોડા જ સમયમાં પુરી થવા જઈ રહી છે. જો તમે હજુ પણ કોઇ જગ્યાએ ફરવાનો પ્લાન નથી કર્યો? તો હજી પણ તમારી જોડે તક છે. લાભપાંચમ પહેલા માણી લો આ એક દિવસની ટ્રિપ પરિવાર સાથે...

By Kajal
|
Google Oneindia Gujarati News

દિવાળી એટલે રજાઓનો માહોલ. આ સમયગાળો કોઇ પણ સ્થળે ફરવા માટે યોગ્ય છે કારણ કે, આ દિવસોમાં ગુજરાતમાં બધી જગ્યાએ શિયાળાની શરૂઆત થતી હોય છે. તેથી શિયાળાની ધીમી અને ગુલાબી ઠંડીમાં ફરવાનો આનંદ જ કઇંક અલગ હોય છે. દિવાળીતો જતી રહી અને રજાઓના દિવસો પણ હવે ઓછા રહ્યા છે. તો કંઇ વાંધો નહી આજે અમે તમારા માટે તમારા ઘરેથી ખૂબ જ નજીકના, પરંતુ સુંદર સ્થળોએ ફરવાના પ્લાન સાથે આવ્યા છીએ. આ ટ્રીપ દ્વારા તમારો ખર્ચો પણ બચશે અને સવાર થી સાંજ સુધીની આ ટ્રીપમાં તમે તમારા પરિવાર સાથે કેટલાક યાદગાર પળો માણી શકશો. આમ તમે આ સ્થળોએ નાની એક દિવસની ટ્રીપ કરીને પણ તમારી આ બાકી રહેલ રજાનો આનંદ માણી શકો છો.

'દીવ'

'દીવ'

'દીવ'ની ઓળખાણ એક આરામદાયક સ્થળ તરીકે થાય છે. અહી પ્રવાસીઓને મનની શાંતિ મળે છે. જે દિશામાં નજર કરો ત્યાં તેમને હરિયાળી જ અને સુંદર દરિયા કિનારો જોવા મળે છે. ફરવા માટેની એક ઉત્તમ જગ્યા કહી શકાત તેવી તમામ વસ્તુ તમને અહીં જોવા મળશે. પ્રકૃતિની સાથે અહી તમને 400 વર્ષ જૂના ઐતિહાસિક સ્થાપત્યો પણ જોવા મળશે. જો તમે પણ ગુજરાતના દક્ષિણ ભાગમાં રહેતા હો, તો તમે એક દિવસીય દીવની ટ્રીપનો આનંદ માણી શકો છો. Image Courtesy: Bipin Gupta

માઉન્ટ આબુ

માઉન્ટ આબુ

ગુજરાતના ઉત્તર ભાગમાં રહેતા લોકો માટે ફરવાનું ઉત્તમ સ્થળ એટલે 'માઉન્ટ આબુ'. 'માઉન્ટ આબુ' આમ તો 'હિલ સ્ટેશન' છે તેથી ત્યાં ફરવાની મજા વધારે ઉનાળાના સમયમાં આવે છે. પરંતુ તેના ગુરૂ શિખર પરથી આથમતા સુરજને જોવાની મજા તો બારે માસ આવે છે. આ ઉપરાંત દેલવાડાના ડેરાની કોતરણી તમને મોહિત કરી દે તેવી છે. આ ઉપરાંત તમે અચલગઢના કિલ્લાની પણ મુલાકાત લઈ શકો છો. અને કંઇ જ નહીં તો નક્કી તળાવ પાસે પરિવાર સાથે થોડા સમય માણી શકો છો. Image Courtesy: Brahma Kumaris

મધ્ય ગુજરાત માટે ' ગાંધીનગર'

મધ્ય ગુજરાત માટે ' ગાંધીનગર'

ગાંધીનગર શહેર ગુજરાતનું પાટનગર હોવોની સાથે સાથે તે એક સારુ ફરવાલાયક સ્થળ પણ છે. તમે ગાંધીનગરમાં આવેલી ઐતિહાસિક 'અડાલજની વાવ' ની મુલાકાત લઈ શકો છો. આ એક દિવસની ટ્રીપ તમને ઓછા પૈસામાં વધારે આનંદ કરાવે તેવી છે. વાવ જોયા બાદ તમે ગાંધીનગરમાં આવેલું ભારતનું 'જુરાસિક પાર્ક' એટલે કે 'ઇન્દ્રોડા પાર્ક'ની પણ મુલાકાત લઇ શકો છો. આ પાર્કમાં તમે સારી એવી ફોટોગ્રાફી કરી શકો છો. દિવાળી એ પરિવાર સાથે મળીને સેલિબ્રેટ કરવાનો તહેવાર છે, ત્યારે આ પાર્કમાં તમે પરિવાર સાથે આનંદ માણી શકો છો. આ ઉપરાંત તહેવારોની વચ્ચે જો તમે કોઈ મંદિરમાં દર્શન કરવા માંગતા હોવ તો તમે ગાંધીનગરમાં આવેલા 'અક્ષરધામ'ની મુલાકાત લઈ શકો છો.

 'માંડવી'

'માંડવી'

'માંડવી'નું નામ આવેતા જ લાંબો લાંબો દરિયા કિનારો યાદ આવી જાય. તથા એ કિનારાઓ પર જોવા મળતા ઊંટ અને ઘોડાની સવારી કરતા લોકો. અને માંડવીની પ્રખ્યાત દાબેલી ખાતા લોકો... જે છે માંડવીની આગવી ઓળખાણ, પરંતુ આ ઉપરાંત પણ માંડવીમાં ઘણુ જોવા જેવુ છે. સૌ પ્રથમ માંડવીમાં પ્રવેશતા જ જૈન લોકોના 'બોતેર જિનાલય'. આ સ્થળે તમને એક સાથે 72 જિનાલયના દર્શન કરવાનો લાભ મળે છે. ત્ચાર બાદ માંડવીનો દરિયા કિનારો અહી તમે ઊંટ અને ઘોડાની સવારીનો આનંદ માણી શકો છો. આ ઉપરાંત તમે માંડવીની પ્રખ્યાત ખાણીપીણીનો પણ આસ્વાદ મેળવી શકો છો. જો તમને કોઈ ઐતિહાસિક સ્થળ ફરવાની રૂચિ હોય તો તમે અહી આવેલો 'વિજય વિલાસ પેલેસ' ફરી શકો છો. આ પેલેસ બોલીવૂડની ઘણી ફિલ્મો શુટિંગ માટે પણ ઘણો જાણીતો છે. PC: Gujarat Tourism

English summary
One Day Trip in Gujarat : Enjoy a Diwali holiday with family. Read More Here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X