For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગર્લફ્રેન્ડ સાથે રોમાંસ કરવા માટે પરફેક્ટ છે પહલગામ

|
Google Oneindia Gujarati News

પહલગામ એક ઘણું જ જાણીતું પ્રવાસન સ્થળ છે, જે જમ્મુ અને કાશ્મીર રાજ્યના અનંતનાગ જિલ્લામાં સ્થિત છે. આ ગામનો ઇતિહાસ આપણને મધ્યયુગીન કાળ તરફ લઇ જાય છે. , મોગલોના શાસનકાળ દરમિયાન, આ માત્ર ગોવાલિયાઓનું ગામ હતું. આજે અમે અહીના ભોજન, કપડાં અને સ્થાનીક લોકોની જીવન શૈલીમાં આ સ્થળની સમૃદ્ધ સંસ્કૃતિની ઝલક જોવા મળી શકે છે. હિન્દી ઉપરાંત, આ ક્ષેત્રમાં બોલાતી પોતાની અન્ય ભાષાઓ ઉર્દૂ, કાશ્મીરી અને અંગેર્જી સામેલ છે.

નોંધનીય છેકે, જમ્મુ કાશ્મીર રાજ્યના ખૂણે ખૂણામાં સુંદરતા વસેલી છે. કહી શકાય કે અહીના દરેક ખૂણાને કુદરતે નિરાંતથી બનાવ્યા છે. કહેવામાં આવે છેકે, આ રાજ્યમાં સ્થિત પહલગામ ફર્યા બાદ તમારું મન અને વિચાર બદલાઇ જશે. શરીરમાં ઉર્જા અને વિચારોમાં દૃઢતા આવશે. પહલગામ, સમુદ્રી સ્તરથી 2923 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. નોંધનીય છેકે, હિન્દુ ધર્મના પ્રમુખ તીર્થ સ્થળો જવા માટે પહલગામ પહેલો પડાવ છે. એટલું જ નહીં આ શહેરની સુંદરતા અને મનમોહી લેતા દ્રશ્યો તમને વધારે રોમેન્ટિક બનાવી લેશે. તો ચાલો તસવીરો થકી જોઇએ અને જાણીએ સુંદર પહલગામ અંગે.

કેવી રીતે જવું પહલગામ

કેવી રીતે જવું પહલગામ

શ્રીનગર હવાઇ મથક પહલગામ નજીકનું હવાઇ મથક છે, જે પહલગામથી 95 કિ.મી દૂર છે. અહી જનારા પ્રવાસી પહલગામ પહોંચવા માટે એરપોર્ટથી ટેક્સી અથવા કેબ બંધાવી શકે છે. આ ઉપરાંત પ્રવાસી ટ્રેન અને બસના માધ્યમથી પણ પહલગામ પહોંચી શકે છે. જો તમે રોડના માધ્યમથી પહલગામની યાત્રા કરવા માગો છો તો તમને જણાવી દઇએ કે દિલ્હીથી પહલગામનું અંતર 828 કિ.મી છે, જ્યારે શ્રીનગરથી પહલગામ 95 કિ.મી છે.

એશમુકામ

એશમુકામ

એશમુકામ એક નાનું અમથુ મંદિર છે જે શ્રીનગરથી 86 કિ.મી દૂર સૂફી બાબા જૈન ઉદ દીન વાલીના સન્માનમાં બનાવવામાં આવી હતી. મંદિરમાં બરામદો, ગુફા અને ગર્ભ ગૃહ પણ બનેલા છે. વર્ષના એપ્રિલ મહિનામાં અહી એક સપ્તાહ સુધી ચાલતા તેહવારનું આયોજન કરવામાં આવે છે. જેને જૂલ ફેસ્ટિવલના નામથી ઓળખવામાં આવે છે.

અરુ વૈલી

અરુ વૈલી

જો તમે પહલગામમાં છો તો તમારે અહીથી 11 કિ.મી દૂર અને સમુદ્ર તટથી 2408 મીટર પર સ્થિત અરુ વૈલીની યાત્રા અવશ્ય કરવી જોઇએ. આ વૈલીમાં ગયા બાદ અહીની સુંદર નજારો તમારું મન મોહી લેશે. જો તમારી ઇચ્છા હોય તો પહલગામથી ટ્રેકિંગ થકી પણ સહેલાયથી અહી પહોંચી શકો છો. અહીના ગ્રેસલેન્ડ પણ કેમ્પિંગ માટે પરફેક્ટ છે. અહી આવનારા ટ્રેકર સોનમર્ગથી અરુ સુધીનો ત્રણ દિવસનું પેકેજ પણ લઇ શકો છો.

વાઇસરન

વાઇસરન

પહલગામથી 5 કિ.મી દૂર વાઇસરન એક આકર્ષક ચોટી છે, જ્યાંથી પ્રવાસી બરફથી ઢંકાયેલા પર્વત, ગાઢ જંગલ અને શાનદાર ઘાસના મેદાનને જોઇ શકાય છે. પર્વતોની ચોટી પર પ્રવાસીઓને જવાની અનુમતિ છે, જ્યાંથી લિડ્ડર નદી ઘાટી અને પહલગામ ઘાટી સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. તમે આખા પરિવાર સાથે અહી પિકનિક પણ મનાવી શકો છો.

બેતાબ ઘાટી

બેતાબ ઘાટી

પ્રકૃતિની સુંદરતાને નિહાળનારાઓ માટે બેતાબ ઘાટી એક મસ્ટ વિઝિટ સ્થળ છે. આ સ્થળ પોતાની ખાસ સુંદરતા માટે સંપૂર્ણ કાશ્મીરમાં એક ખાસ ઓળખ ધરાવે છે. આ સ્થળના નામકરણની કહાણી પણ ઘણી રસપ્રદ છે. કહેવાય છેકે બૉલીવુડ ફિલ્મ બેતાબ હિટ ગયા બાદ આ સ્થળનું નામ બેતાબ ઘાટી રાખી દેવામાં આવ્યું. નોંધનીય છેકે, આ સ્થળે બેતાબ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. પહલગામથી 7 કિ.મી દૂર સ્થિત આ સ્થળ શેષનાગ ઝીલનું જન્મ સ્થળ છે.

ચંદનવારી

ચંદનવારી

પહલગામથી 16 કિ.મી દૂર સ્થિત ચંદનવારી એક નાનું અમથુ સ્પોટ છે. જ્યાંથી ઉંચા પર્વતો, ઝુલતા વૃક્ષો અને ખિલતા ફૂલ જોઇ શકાય છે. અહી ફરવા માટે પર્યટક ખાનગી વાહન અથવા મિની બસ લઇને જાય. મોટા વાહનો અહી લઇ જવા મુશ્કેલ છે.

હજન

હજન

હજનનો સમાવેશ પણ કાશ્મીરના સૌથી સુંદર સ્થળોમાં થાય છે. અહી અનેક બૉલીવુડ ફિલ્મોનું શુટિંગ થયું છે. પહલગામ નજીક આ સ્થળ બારામૂલા જિલ્લામાં છે. જો તમે પહલગામમાં છો તો આ સ્થળની યાત્રા કરવાનું જરા પણ ના ભૂલો.

કોલાહોઇ ગ્લેશિયર

કોલાહોઇ ગ્લેશિયર

કોલાહોઇ ગ્લેશિયરને હેંગિંગ ગ્લેશિયરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ગ્લેશિયર લિધર ઘાટીમાં સ્થિત છે. અહી જનારાઓને વિશેષ સલાહ આપવામાં આવે છેકે, તે સ્થળની યાત્રા પર પોતાનું ખાસ ધ્યાન રાખો. આ સ્થળ તેમના માટે છે, જે લોકો એડવેન્ચર સામે લડીને તેને જીતવાની હિંમત રાખે છે.

શેષનાગ ઝીલ

શેષનાગ ઝીલ

પહલગામથી 27 કિ.મી દૂર અને 3658 મીટરની ઉંચાઇ પર સ્થિત શેષનાગ ઝીલ, અમરનાથના પ્રમુખ આકર્ષક સ્થળમાનું એક છે. આ સ્થળનું નામ હિન્દુ ધર્મના સાત માથાવાળા નાગરાજ, શેષનાગ પરથી રાખવામાં આવ્યું છે અને તત્વ છે કે આ ઝીલ પાસે સાત પર્વતો છે. પહલગામથી શેષનાગ જવા માટે ઓછામાં ઓછા બે દિવસનો સમય લાગે છે.

તુલિયન ઝીલ

તુલિયન ઝીલ

આઝીલને તારસીર ઝીલના નામથી પણ ઓળખવામાં આવે છે. પહલગામથી 15 કિ.મી દૂર સ્થિત આ ઝીલ સુધી જવા માટે પ્રવાસી ટટ્ટૂની સવારી કરવાનું પસંદ કરે છે. આ ઝીલ વર્ષ સુધી બરફના રૂપમાં જામેલી રહે છે.

English summary
Pahalgam is a must visit destination this summer. The places to visit in Pahalgam are numerous and the place is simply mesmerising. Take a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X