આ શહેર કહેવાય છે ઝારખંડનું ‘ઝીલો કા શહેર’

Posted By:
Subscribe to Oneindia News

ઝારખંડની રાજધાની રાંચીને ઝરણાઓનું શહેર કહેવામાં આવે છે. છોટા નાગપુર પઠારના દક્ષિણ છેડે બસેલું રાંચી ઝારખંડનું બીજુ સૌથી વધુ વસ્તિ ધરાવતુ શહેર છે. સમુદ્ર તટથી 2140 ફૂટની ઉંચાઇ પર સ્થિત રાંચી ઉંચી ઇમારતો ધરાવે છે અને જગમગતું જીવન જીવી રહ્યું છે. રાંચીમાં અનેક ઝરણા, ચટ્ટાણમાં બનેલી આકૃતિ, પર્વતો અને અનેક ઔદ્યોગિક પરિસર આવેલા છે. અહીં મોસમ પર આખું વર્ષ ખુશનુમાં રહે છે. પહેલા રાંચી જિલ્લાનું નામ લોહરદગા હતુ, 1831-32માં કોલ વિદ્રોહ સમયે જૂનો જિલ્લો દક્ષિણ-પશ્ચિમ સિમાંતના કારણે અસ્તિત્વમાં આવ્યો. આ ગામના નામના આધારે 1899માં તેનું નામ બદલીને રાંચી કરવામાં આવ્યું. આજે ગામ મુખ્યાલય હેઠળ આવે છે.

ઝારખંડની રાજધાની રાંચી ઝરણા અને ઝીલોનું શહેર કહેવામાં આવે છે. દસમ ફોલ રાંચીથી 34 કિમી દૂર રાંચી-ટાટા માર્ગ પર તૈમારા ગામ પાસે છે. અહીં સુવર્ણરેખા નદીની એક સહાયક નદી કાંચી 144 ફૂટની ઉંચાઇ પરથી પડે છે. જે દસમ ધોધના નામથી જાણીતુ છે. આ પ્રકારે હુંડરુ ફોલ રાંચીથી 45 કિમી દૂર રાંચી-પુરુલિયા માર્ગ પર સ્થિત છે. અહીં સુવર્ણરેખા નદી 320 ફૂટની ઉંચાઇ પરથી પડે છે. જોન્હા ફોલને ગૌતમધારાના નામથી પણ ઓળખવામાં આવે છે, જે રાંચીથી 40 કિમી દૂર છે. બસ અને ટ્રેન બન્ને દ્વારા અહીં સહેલાયથી પહોંચી શકાય છે. અહીં એક ટૂરિસ્ટ હાઉસ પણ છે, જેમાં ભગવાન બુદ્ધનું મંદિર છે. કાંચી નદી તેની નજીકથી વહે છે. રાંચીના અન્ય પ્રવાસન સ્થળોમાં નક્ષત્ર વન, ગોંડા અને ટૈગોર હિલ્સ છે, જેની મુલાકાત રાંચી આવેલો પ્રવાસી લઇ શકે છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ ઝારખંડના આ શહેરને.

પહાડી મંદિર

પહાડી મંદિર

રાંચીમાં આવેલા પહાડી મંદિરની સીડીનું એક દ્રશ્ય

મંદિરમાં આવેલું શિવલિંગ

મંદિરમાં આવેલું શિવલિંગ

રાંચીના પહાડી મંદિરમાં આવેલુ શિવલિંગ

મંદિરનું નજીકનું દ્રશ્ય

મંદિરનું નજીકનું દ્રશ્ય

રાંચીમાં આવેલા પહાડી મંદિરનું નજીકનું દ્રશ્ય

કાંકે ડેમ

કાંકે ડેમ

રાંચીમાં આવેલા કાંકી ડેમની એક તસવીર

ડેમ પર બનેલા ફૂટબ્રિજ

ડેમ પર બનેલા ફૂટબ્રિજ

રાંચીના કાંકી ડેમ પર બનાવવામાં આવેલા ફૂટબ્રિજ

ડેમનું એક દ્રશ્ય

ડેમનું એક દ્રશ્ય

રાંચીમાં આવેલા કાંકી ડેમનું એક દ્રશ્ય

હુંડરુ ફોલ

હુંડરુ ફોલ

રાંચીમાં આવેલો હુંડરુ ફોલ

હુંડરુ ફોલનું દ્રશ્ય

હુંડરુ ફોલનું દ્રશ્ય

રાંચીમાં આવેલા હુંડરુ ફોલનું એક દ્રશ્ય

જોન્હા ફોલ

જોન્હા ફોલ

રાંચીમાં આવેલા જોન્હા ફોલનું નજીકથી લેવામાં આવેલુ દ્રશ્ય

દસમ ફોલ

દસમ ફોલ

રાંચીમાં આવેલા દસમ ફોલનું એક દ્રશ્ય

English summary
Nicknamed as the city of waterfalls, Ranchi is the capital and the second most populous city of Jharkhand. Ranchi is located on the southern part of the Chota Nagpur Plateau. This picturesque city sits comfortably at an altitude of 2140 feet above sea level and offers scenic splendor along with man-made comfo

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.