For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક વાસ્તવિક પ્રેમ કહાણીનું સાક્ષી છે સાંચી

|
Google Oneindia Gujarati News

સાંચી, મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાં સ્થિત એક નાનું ગામ છે. આ સ્થાન પોતાના સ્મારકો અને બુદ્ધ સ્તૂપો માટે પ્રસિદ્ધ છે. સાંચી એક ટકરી પર સ્થિત છે અને બૌદ્ધ સ્મારકો માટે ઘણું જ જાણીતું છે. સાંચીમાં પ્રવાસન દરમિયાન અનેક સ્તૂપ, પવિત્ર મંદિર, મઠ અને સ્તંભ જોઇ શકાય છે, જે અહીં ત્રીજી શતાબ્દી ઇ.પૂ.થી લઇને 12મી શતાબ્દીથી છે. સાંચીના સ્મારકો પર કોતરણી છે, જે આ સ્થાનની સંસ્કૃતિ અને બૌદ્ધ મિથકોને દર્શાવે છે.

સાંચીમાં અનેક પ્રવાસન સ્થળ છે, બૌદ્ધ વિહાર, સાંચી સ્તૂપના ચાર દરવાજા, સાંચી સંગ્રાહલય, ધ ગ્રેટ બાઉલ ઓફ ગુપ્તા, અશોક સ્તંભ અને સાંચી સ્તૂપ. સાંચીના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો ઉપરાંત પ્રવાસી સાંચીની આસપાસના સુંદર દ્રશ્યોને જોવા માટે પણ અહીં આવી શકે છે.

સાંચીમાં અનેક બૌદ્ધ સ્મારક છે, તેથી પ્રવાસીઓનું એ વિચારવું પણ સ્વાભાવિક છે કે, સાંચીના ઇતિહાસનો ભગવાન બુદ્ધ સાથે ઉંડો નાતો છે, પરંતુ તમને સાંભળીને આશ્ચર્ય થશે કે ભગવાન બુદ્ધ પોતાના સંપૂર્ણ જીવનમાં અહીં ક્યારેય આવ્યા નથી. આ ઉપરાંત સાંચી શાંત વાતાવરણમાં, કોઇ અન્ય બૌદ્ધ કેન્દ્રોની તુલનામાં ભગવાન બૌદ્ધની ઉપસ્થિતિ અધિક કુશળતાથી અનુભવી શકાય છે.

પહેલા સાંચી ‘વિદિશાગિરી'ના નામથી ઓળખાતું હતું, જે અમીર વ્યાપારીઓનું કેન્દ્ર હતું. સાંચી એ વેપારીઓનું હંમેશા આભારી રહેશે, જેમણે આ સ્થાનને બૌદ્ધ પ્રથાના કેન્દ્રના રૂપમાં ઉભરવામાં ઘણી સહાયતા કરી.

સાંચી આપણને એક વાસ્તવિક પ્રેમ કહાણી અંગે પણ જણાવે છે. આ કહાણી છે, એક સુંદર યુવતી દેવીની, જે એક બૌદ્ધ ભક્ત પણ છે. એવું કહેવામાં આવે છે કે, રાજા અશોકને આ યુવતી સાથે પ્રેમ થઇ જાય છે અને દેવીએ જ અશોકને સાંચીમાં આ શાનદાર અને મનમહોક સ્મારકોનું નિર્માણ કરવાની પ્રેરણા આપી. પુરાતત્વવિદોએ વર્ષ 1818માં આ પ્રસિદ્ધ હિનાયન બૌદ્ધ કેન્દ્રની પુનઃ શોધ કરી. સાંચીના પ્રવેશ દ્વાર અને સ્તૂપોની વાસ્તુકળા અદભૂત અને સુંદર છે. આ ભારતમાં સૌથી શાનદાર અને આશ્ચર્યજનક બૌદ્ધ કેન્દ્રોમાનું એક છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ સાંચીને.

સાંચીના સ્તૂપ

સાંચીના સ્તૂપ

સ્તૂપની નજીકની તસવીર

સાંચી સ્તૂપમાં ભિક્ષુકો

સાંચી સ્તૂપમાં ભિક્ષુકો

સાંચી સ્તૂપમાં વિહરી રહેલા ભિક્ષુકો

 ગુપ્તા મંદિર

ગુપ્તા મંદિર

દુરથી લેવામાં આવેલી ગુપ્ત મંદિરની તસવીર

સાંચી સ્તૂપનું અન્ય એક દ્રશ્ય

સાંચી સ્તૂપનું અન્ય એક દ્રશ્ય

આ સાંચી સ્તૂપમાં આવેલી સીડીનું દ્રશ્ય છે

નાનો સ્તૂપ

નાનો સ્તૂપ

સાંચી સ્તૂપમાં આવેલો એક નાનો સ્તૂપ

હાથીઓ પર પુરુષોની મૂર્તિઓ

હાથીઓ પર પુરુષોની મૂર્તિઓ

સાંચી સ્તૂપમાં હાથીઓ પર પુરુષોની મૂર્તિઓ

વર્લ્ડ હેરિટેજ સ્થળ

વર્લ્ડ હેરિટેજ સ્થળ

સાંચી સ્તૂપને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સ્થળ જાહેર કરવામાં આવ્યું છે

કોતરણી

કોતરણી

સાંચી સ્તૂપમાં કરવામાં આવેલી કોતરણી

સાંચી સ્તૂપનો ડોમ

સાંચી સ્તૂપનો ડોમ

સાંચી સ્તૂપમાં આવેલો ડોમ

ભગવાન બૌદ્ધ

ભગવાન બૌદ્ધ

સાંચી સ્તૂપમાં આવેલા ભગવાન બુદ્ધ

સાંચી સ્તૂપનું ગેટવે

સાંચી સ્તૂપનું ગેટવે

સાંચી સ્તૂપના ગેટવેની એક તસવીર

English summary
Sanchi is a tiny village which lies in the Raisen district in Madhya Pradesh. The place is well-known for its monuments and Buddhist stupas. Sanchi is positioned at the footsteps of a mound and is renowned for a number of Buddhist monuments.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X