• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત માટે મક્કા, હરિદ્વાર અને કાશીથી કમ નથી સાપુતારા

|

હિલ સ્ટેશન, જેવો જ આ શબ્દ તમારા દિમાગમાં આવે છે, જાતે જ ઉંચા પર્વત, હરિયાળી, દૂર સુધી ફેલાયેલા વન, ઝીલ, ઝરણા તમારી આંખોની સામે આવી જાય છે. અથવા એવું પણ થઇ શકે છેકે આ શબ્દોની કલપ્ના માત્રથી જ તમે લેહ લદાખ, હિમાચલ અને ઉત્તારખંડની વાદીઓમાં ખોવાઇ જશો. વાત તો સાચી છે અને આ સ્થળોમાં ખોવાઇ જાઓ એ પણ સ્વાભાવિક છે, કારણ કે ભારતના મોટાભાગના હિલ સ્ટેશન આવા જ સ્થળો પર છે.

પરંતુ જો અમે તમને કહીએ કે હિલ સ્ટેશનના મામલે ગુજરાત પણ કોઇનાથી કમ નથી તો કદાચ તમને અચરજ લાગશે. જીહાં, આજે અમે તમને અવગત કરાવીશું કે ગુજરાતના સુંદર હિલ સ્ટેશન સાપુતારા સાથે. સાપુતારા ગુજરાતની શુષ્ક પ્રકૃતિ વચ્ચે એક અનોખું સ્થળ છે. આ ગુજરાતના ઉત્તર પૂર્વ સીમાંત પર છે અને પશ્ચિમી ઘાટની શાયિદરી સુધી ફેલાયેલા બીજા સૌથી ઉંચા પર્વત પર છે.

સહયાદ્રિ રેંજના ડાંગ વન ક્ષેત્રમાં વસેલું સાપુતારા હરિયાળી સાથે અનેક વિવિધતા ધરાવતું એક સુંદર હિલ સ્ટેશન છે. જ્યારે પણ તમે આ દિલકશ હિલ સ્ટેશન પર જાઓ તો તમારી સાથે કેમેરા લઇ જવાનું ના ભૂલો અને સુંદર પળોને કેમેરામાં કેદ કરવાનું ના ભૂલો. તો ચાલો તસવીરો થકી જાણીએ આ સુંદર હિલ સ્ટેશનને.

ગીરા ઝરણુ

ગીરા ઝરણુ

ચોમાસા દરમિયાન આ સ્થળે ફરવાનું ભૂલો, તેવા સમયમાં ગીરા ઝરણું ફરવા માટે સર્વોત્તમ સ્થળ છે. વાઘઇ નગરથી 3 કિ.મી દૂર પર સ્થિત, ગીરા ઝરણું 30 મીટરની ઉંચાઇથી પડતી અંબિકા નદીમાં મળે છે. સુંદર સ્થળ ચાર જોવા માટે ફોર વ્હીકલ વાહન સહેલાયથી મળી જાય છે.

રાજ્યપાલ હિલ

રાજ્યપાલ હિલ

શાંતિપ્રિય લોકો આ સ્થળને પસંદ કરશે. એક વિશાળ ખુલ્લા સ્થળ સાથે એક શાંત હિલ સ્ટેશન, આ સવારે અને સાંજે ચાલવા માટે એક આદર્શ સ્થળ છે. એક પર્વતની ચોટીથી ઘાટીઓ અને નહેરોના એક સુંદર દ્રશ્યનો આનંદ લઇ શકો છો. આ ઉપરાંત એક રેલિંગના રૂપમાં ઉપર એક પ્રતીક છે જે મહારાષ્ટ્રથી ગુજરાતને અલગ કરવાની એક સીમાંકન છે.

પૂર્ણા વન્યજીવ અભ્યારણ્ય

પૂર્ણા વન્યજીવ અભ્યારણ્ય

સાપુતારામાં અનેક સુંદર પ્રકૃતિ ઉદ્યાનોમાંના એક, પૂર્ણ અભ્યારણ્ય 160 કિ.મીના એક વિશાળ ક્ષેત્રમાં ફેલાલેયું છે અને ગુજરાતના સૌથી ગાઢ જંગલ છે. મોટા વાંસના વૃક્ષોથી યુક્ત આ ગાઢ જંગલોના કેન્દ્રમાં મહેલ છે, અહીનું મુખ્ય ગામ. દક્ષિણ ગુજરાતમાં પૂર્વ અભ્યારણ્ય અને વંસદા રાષ્ટ્રીય ઉદ્યાન જ સંરક્ષિત વન ક્ષેત્ર છે. આ અભ્યારણ્યમાં પ્રવેશ માટે પહેલાથી જ અનુમતિ લેવાની હોય છે.

ગંધર્વપૂર કલાકાર ગ્રામ

ગંધર્વપૂર કલાકાર ગ્રામ

જો તમે કલાને પ્રેમ કરો છો તો આ સ્થળને પસંદ કરશો. સુંદર કલાકૃતિઓથી યુક્ત એક સુંદર સ્થળ, કલાકાર ગામ પ્રવાસીઓ માટે એ સ્થળ છે, જ્યાં આવનારા લોકો માત્ર કલાકૃતિઓનો આનંદ ઉઠાવી કે ખરીદી જ શકતા નથી, પરંતુ ત્યાંની કેટલીક કારીગરી પર હાથ અજમાવી શકો છો. આ ઉપરાંત, ઉચિત દામ પર ગામમાં રોકાવવાની વ્યવસ્થા થઇ શકે છે. ગંધર્વપૂર સૂર્યા ગોસ્વામી અને ચંદ્રકાંત પરમાર દ્વારા ચલાવવામાં આવે છે.

સાપૂતારા જનજાતીય સંગ્રહાલય

સાપૂતારા જનજાતીય સંગ્રહાલય

સાપૂતારામાં, ડાંગ નામના જનજાતીય લોકોની આબાદી ઘણી વધારે છે. હિલ સ્ટેશનમાં આ જનજાતીય સંગ્રહાલય તેમણે અને તેમની જીવન શૈલીને સમર્પિત છે. તેમના નૃત્ય, તેમની વેશભૂષા, પારિસ્થિતિકી, તેમની જીવન શૈલી અને હાથેથી બનેલા સંગીત વાદ્યયંત્ર, મુખોટા, ઉપયોગમાં આવતી સુંદર વસ્તુઓની એક ઝલક અહી મળી શકે છે. ઉપરાંત ડાંગ દ્વારા ઉપયોગમાં લેવાતા શરીરના ટેટૂ ઘણા પ્રદર્શિત છે.

ગુલાબ ઉદ્યાન, લેકવ્યૂ અને સ્ટેપ ગાર્ડન

ગુલાબ ઉદ્યાન, લેકવ્યૂ અને સ્ટેપ ગાર્ડન

અમેરિકન કવિ રાલ્ફ વાલ્ડો ઇમર્સન દ્વારા એક પ્રસિદ્ધ ઉદ્ધહરણ આપવામાં આવ્યું, ‘ધરતીના ફૂલોમાં હસે છે'. સાપુતારામાં જીવંત ઉદ્યાનોની યાત્રા પર જાઓ, જ્યાં તમને આ કહેવત વાસ્તવ લાગશે. સાપુતારામાં સ્થિત આ એક જીવંત વન છે, જે પ્રવાસીને આરામની ક્ષણોનો આનંદ બક્ષે છે. ગુલાબ બાગ આકર્ષક વિભિન્ન રંગોના ગુલાબની પેદાવરનું એક સુંદર યાર્ડ છે, જ્યારે તેની નજીક સ્ટેપ ગાર્ડન છે, જ્યાં છોડ, ફૂલની અનેક વેરાયટી જોવા મળશે. જે સીઢી નુમા પાર્કમાં લાગેલા છે.

રોપવે

રોપવે

સાહસી લોકોને સાપુતારા હિલ સ્ટેશનના મનોરમ દ્રશ્યનો આનંદ લેવા માટે વૈટી રિસોર્ટ એક રોપવે સેવા પ્રદાન કરે છે, જ્યાં તમે એન્જોય કરી શકો છો. કોઇપણ રોપ વેની સવારીના માધ્યમથી ઘાટી પર જતી વખતે દસથી 15 મીનિટનો આનંદ લઇ શકો છો. કેબલ કાર ત્યાં સુધી નથી ચાલતી જ્યાં સુધી તેમાં દસ યાત્રી નથી બેસતા.

સાપુતારા ઝીલ

સાપુતારા ઝીલ

જ્યાં સાપુતારા હિલ સ્ટેશન એક આકર્ષક પ્રવાસન સ્થળ છે, ત્યાં ઝીલ તેની સુંદરતા વધારે છે. સાપુતારા ઝીલ એક શાંત જળાશય બનાવે છે, જ્યાં તમે નાવડીની સવારીનો આનંદ લઇ શકો છો, તેની ચારેતરફ સુંદર હરિયાળી તેની રોનક વધારે છે.

પાંડવ ગુફા

પાંડવ ગુફા

પોતાના વનવાસ દરમિયાન પાંડવોએ સાપુતારામાં આ સ્થળ પર રોકાઇને ભગવાન શિવની પૂજા કરી હતી. તેને અરાવેલમ ગુફાઓ પણ કહેવામાં આવે છે, જે અહીનું ઘણું જ આકર્ષણ સ્થળ છે. ઘાટીના રસ્તે, એક સુંદર આદિવાસી ઘાટીઓ અને કિલ્લાઓ જોઈ શકાય છે.

વંસદા રાષ્ટ્રીય ઉદ્યાન

વંસદા રાષ્ટ્રીય ઉદ્યાન

ચારેકોર હરિયાળીથી ભરેલું સ્થળ, શાંતિથી વહેતી પાણીની ધારાઓ, મધૂર વાણી કરતા પક્ષી, શાંતિ ભર્યા લાંબા રસ્તા આવું કંઇક છે, વંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં. એક સ્થળ જ્યાં વન્યજીવનો ઉત્સાહ અને શાંતિના પ્રશંસક આવવાનું પસંદ કરશે. વંસદા 24 કિ.મી ક્ષેત્રમાં ફેલાયેલું છે અને મૂળ રૂપથી તે વંસદા મહારાજાનું અંગત જંગલ હતું.

હની બી કેન્દ્ર

હની બી કેન્દ્ર

આ કેન્દ્ર પ્રવાસીઓને મધ ઉત્પાદનની ટેક્નિક અંગે શિક્ષિત કરે છે. કોઇપણ અહી આવીને જોઇ શકે છેકે કેવી રીતે મધુમાખીઓના અમૃતનું ઉત્પાદન કરવામાં આવે છે, ઘર માટે શુદ્ધ મધનું કેવી રીતે તેમના પૂડામાં ઉત્પાદન કરવામાં આવે છે.

English summary
here are a number of places to see in Saputara. Here is the list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X