For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેલવાસ, ભીડભાડથી દૂર એક મસ્ત પ્રવાસ

|
Google Oneindia Gujarati News

સિલવાસા, ભારતીય સંઘ શાસિત પ્રદેશ દાદરા અને નાગર હવેલીનું રાજધાની છે. આ શહેરને પોર્ટુગીઝ શાસન દરમિયાન વિલા ડી પાકો ધ અરકોસના નામથી ઓળખવામાં આવે છે. ભીડથી અલગ, સિલવાસા એક પ્રસિદ્ધ ગંતવ્ય સ્થળ છે, જ્યાં પ્રવાસી પ્રકૃતિના શાનદાર નજારાઓનો લુત્ફ ઉઠાવી શકે છે અને પોર્ટુગીઝની સાંસ્કૃતિક વિરાસતની છાપ પણ જોઇ શકે છે.

19મી સદી સુધી સિલવાસા માત્ર એક ગુમનામ ગામ હતું. 1885માં પોર્ટુગીઝ પ્રશાસને નક્કી કર્યું કે મુખ્યાલયને દરારાથી સિલવાસા શિફ્ટ કરવામાં આવે. ફેબ્રુઆરી 1885માં એક ડિક્રી પાસ થઇ અને સિલવાસાની કિસ્મત બદલાઇ ગઇ. ત્યારબાદ સિલવાસા એક શહેરમાં બદલાઇ ગયું અને તેનું નામ વિલા ડી પાકો ધ અરકોસ પડી ગયું. વર્તમાનમાં સિલવાસા, દાદરા અને નાગર હવેલીનું સૌતી પરિચિત સ્થળ છે. વન્ય જીવન અને પ્રકૃતિ પર્યટનના ક્ષેત્રમાં રૂચિ રાખનારા પ્રવાસીઓ માટે સિલવાસા એક કેન્દ્ર છે, જ્યાં આવીને તે ભરપૂર આનંદ ઉઠાવી શકે છે.

સિલવાસામાં ઘણું બધુ એવું છે, જે તમે જોઇ શકો છો. મુખ્ય આકર્ષણ રોમન કૈથોલિક ચર્ચ છે જેની વાસ્તુકળામાં એક અલગ પોર્ટુગીઝ શૈલી ઝળકે છે. દાદરા અને નાગર હવેલીમાં અનેક જનજાતિઓના ઘર છે અને ત્યાં અનેક સંસ્કૃતિ અને ઇતિહાસ છે. અહી આવીને પ્રવાસી આદિવાસી સંસ્કૃતિ સંગ્રહાલયની યાત્રા કરી શકે છે. વન્યજીવ પ્રત્યે ઉત્સાહિત પ્રવાસી, વસોના લાયન સફારીની સેર કરી શકે છે, જે સિલવાસાથી લગભગ 10 કિ.મીના અંતરે સ્થિત છે.

અહી સ્થિત સફારી પાર્કમાં અનેક સિંહ છે, જેને ગુજરાતના ગિર અભ્યારણ્યમાંથી લાવવામાં આવ્યા છે. મધુબન બાંદ, નદી દામિની ગંગાના નીચા પ્રવાહ પર લગભગ 40 કિ.મી દૂર સ્થિત છે. આ સ્થળ પાણીના ખેલ પ્રેમીઓનું સ્વર્ગ છે. દાદરા પાર્ક, સિલવાસાથી લગભગ 5 કિ.મી દૂર છે, જ્યાં એક સુરમ્ય ઝીલ છે અને અનેક બૉલીવુડ ગીતોને આ લોકેશન પર ફિલ્માવવામાં આવ્યા છે. તો ચાલો તસવીરો થકી જોઇએ સિલવાસાને.

આદિવાસી કળાનો નમૂનો

આદિવાસી કળાનો નમૂનો

દાદરા અને નાગર હવેલીમાં સિલવાસામાં આદિવાસી કળાનો નમૂનો

પાણીની રમતો

પાણીની રમતો

દાદરા અને નાગર હવેલીમાં સિલવાસા પાસે નદીમાં પાણીની રમતો

સૂર્યાસ્તનું એક સુંદર દ્રશ્ય

સૂર્યાસ્તનું એક સુંદર દ્રશ્ય

દાદરા અને નાગર હવેલીમાં સિલવાસા ખાતે સૂર્યાસ્તનું એક સુંદર દ્રશ્ય

મનોરમ દ્રશ્ય

મનોરમ દ્રશ્ય

દાદરા અને નાગર હવેલીમાં સિલવાસા ખાતે સતમાલિયા ડિયર પાર્કનું મનોરમ દ્રશ્ય

વાસોના લાયન સફારી

વાસોના લાયન સફારી

દાદરા અને નાગર હવેલીમાં સિલવાસા ખાતે વાસોના લાયન સફારી

સિંહોનું નજીકનું દ્રશ્ય

સિંહોનું નજીકનું દ્રશ્ય

દાદરા અને નાગર હવેલીમાં સિલવાસામાં વાસોના લાયસ સફારીમાં સિંહોનું નજીકનું દ્રશ્ય

English summary
Silvassa is the capital city of the Indian Union Territory of Dadra and Nagar Haveli. It was known as Vila de Paço d'Arcos during the Portuguese rule. Far from the madding crowds, Silvassa is a popular destination for those who wish to commune with nature and also experience the rich cultural heritage with strong Portuguese roots.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X