Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

10 વિચિત્ર જગ્યાઓ, જે ફરવા માટે છે આકર્ષણનું કેન્દ્ર

દુનિયાભરમાં પ્રવાસન વિસ્તરી રહ્યું છે. કેટલાક દેશની આર્થિક પ્રગતિના રસ્તા જ પ્રવાસન ક્ષેત્ર પર આધારિત છે. તો બીજી તરફ સાઉદી અરબ જેવા દેશ પણ હવે પ્રવાસનનું મહત્વ સમજ્યા છે

દુનિયાભરમાં પ્રવાસન વિસ્તરી રહ્યું છે. કેટલાક દેશની આર્થિક પ્રગતિના રસ્તા જ પ્રવાસન ક્ષેત્ર પર આધારિત છે. તો બીજી તરફ સાઉદી અરબ જેવા દેશ પણ હવે પ્રવાસનનું મહત્વ સમજ્યા છે, અને હવે આખી દુનિયાને પોતાના દેશમાં ફરવા આવવા કહી રહ્યા છએ. આજે અમે તમને વિશ્વના 10 પ્રવાસન વિસ્તારો વિશે વાત કરીશું, જે વિચિત્ર છે.

આમાંથી કેટલાક એ વિસ્તારો છે, જેના ફોટા જોઈને જ લોકો ચોંકી જાય છે. આ જગ્યાઓ જોવામાં જ વિચિત્ર છએ. પરંતુ તેની ખાસિયત એ છે કે આજે પણ તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ જગ્યાઓ ફરવા માટે બાકીની જગ્યાઓ કરતા એકદમ જુદી જ છે. અને દરેક જગ્યાની પોતાની સ્ટોરી છે. તો ચાલો જાણીએ દુનિયાની 10 વિચિત્ર જગ્યાઓ વિશે.

ધ કોર્ન પેલેસઃ અમેરિકા

ધ કોર્ન પેલેસઃ અમેરિકા

ક્રાઉન પેલેસ અમેરિકાના દક્ષિણ ડાકોટા વિસ્તારમાં આવેલું છે. આ નાનકડું શહેર ખેતી માટે જાણીતું છએ. અહીં ધામદૂમથી મકાઈનો તહેવાર ઉજવવામાં આવે છે. ભૂટ્ટાથી સજાવાયેલા ચિત્રો જોવા માટે અહીં દેશભરમાંથી 5 લાખ લોકો આ છે. માન્યતા છે કે કોર્ન પેલેસ 1892મં બન્યો હતો. પેલેસની બહાર વિશાળ કદની મકાઈની પ્રતિમા પણ છે, જેમાં મકાઈ હસતી દેખાય છે. આ પેલેસ બનાવવાનો હેતુ હતો કે ખેતી માટે અહીં સારું વાતાવરણ છે.

વાંગ સાઈન સુક હેલ ગાર્ડનઃ થાઈલેન્ડ

વાંગ સાઈન સુક હેલ ગાર્ડનઃ થાઈલેન્ડ

ટ્રાવેલ બ્લોગર બેન્ગકોક પાસે આલી આ જગ્યાને ક્યારેક ‘થાઈલેન્ડ હેલ હૉરર પાર્ક' પણ કહે છે. અહીં બગીચા વચ્ચે બનેલી ગ્રાફિકની પ્રતિમાઓ નરકની વ્યાખ્યા દર્શાવે છે. અહીં બે પ્રતિમાઓ સૌથી મોટી છે અને બાકીની નાની નાની સંખ્યાબંધ પ્રતિમાઓ આવેલી છે. આ જગ્યા જોવામાં ખૂબ જ ડરામણી છે, પરંતુ લોકોને પસંદ પણ આવે છે.

કારહેંગઃ અમેરિકા

કારહેંગઃ અમેરિકા

કારહેંગ અમેરિકાના નેબ્રાસ્કામાં સેન્ડહિલ્સ વિસ્તારમાં જિમ રેઈન્ડર્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. ફોટોમાં દેખાતી જગ્યાને બનાવવા માટે અમેરિકાની જૂની ગાડીઓનો ઉપયોગ કરાયો છે. અહીં કેટલીક ગાડીઓ ઉંધી તો કેટલીક ગાડીઓ ઉંધી ગાડી પર ઉભી રહેલી દેખાય છે.

ઈસ્લા ડે લાસ મુનેકાઃ મેક્સિકો

ઈસ્લા ડે લાસ મુનેકાઃ મેક્સિકો

મેક્સિકો સિટી નજીક ઈસ્લા ડે લાસ મુનેકાસ ખૂબ જ ખૌફનાક અને વિચિત્ર જગ્યા છે. અહીં આખા વિસ્તારમાં ઝાડ પર ઢિંગલીઓ લટકેલી છે. આ જગ્યા એક છોકરીની ખોવાયેલી આત્માને સમર્પિત છે. આ ટાપુ પર હજારો જૂની અને વિચિત્ર ઢિંગલીઓથી ભરપૂર છે.

સીવર મ્યુઝિયમઃ ફ્રાંસ

સીવર મ્યુઝિયમઃ ફ્રાંસ

પેરિસમાં મુસી દેસ આઉટઆઉટ્સ પાટનગરની સીવલ પ્રણાલીને સમર્પિત છે. અહીં આવતા જ ‘લેસ મિસેબલ્સ'ના ફેન્સને આ સુરંગની નાટકીય વાર્તા યાદ આવી જાય છે. સીવર માટેનું ભાગ્યે જ કોઈ મ્યુઝિયમ વિશ્વમાં હશે. આ સીવરના મ્યુઝિયમને જોવા લોકો દેશવિદેશથી આવે છે.

સાલ્વેશન માઉન્ટેનઃ અમેરિકા

સાલ્વેશન માઉન્ટેનઃ અમેરિકા

આ જગ્યા અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી છે. કલાને સમર્પિત આ જગ્યા કેલિફોર્નિયાના ઉત્તરમાં એક પહાડી પર છે, જેની નજીક સલ્ટન સમુદ્ર છે. તેને એડોબ, સ્ટ્રો અને હજારો ગેલન પેઈન્ટથી તૈયાર કરાયો છે. સ્થાનિક લિયોનાર્ડ નાઈટે આ તૈયાર કર્યું હતું અને ભીંત ચિત્રોમાં ઈસાઈ કહેવતો તેમજ બાઈબલના છંદ પણ દોરવામાં આવ્યા છે.

ગ્નોમ રિઝર્વઃ ઈંગ્લેન્ડ

ગ્નોમ રિઝર્વઃ ઈંગ્લેન્ડ

ચાર એકર ગ્નોમ રિઝર્વ ઉદ્યાનમાં 2000થી વધુ ગ્નોમ અને મોડેલ પિક્સી છે. અહીં આવતા લોકોને ઠીંગણા લોકોની લાલ ટોપી પસંદ આવે છે. બગીચાના કર્મચારીઓ કહે છે કે,'તમે ઠીંગણા વ્યક્તિઓ શરમજનક સ્થિતિમાં ન મૂકી શકો.' જો કે ઘાસમાં બેઠેલી ઠીંગણા લોકોની પ્રતિમાઓ બાળકોને પસંદ આવે છે અને સ્નોવાઈટની સ્ટોરી યાદ અપાવી દે છે.

ફ્રેમોન્ટ ટ્રોલઃ અમેરિકા

ફ્રેમોન્ટ ટ્રોલઃ અમેરિકા

અમેરિકાના વોશિંગ્ટનમાં સ્થિત આ જગ્યા સિએટલના ફ્રેમોન્ટના પડોશમાં આવેલા અરોરા બ્રિજ નીચેના રસ્તા પર બનેલી છે. 1990માં મૂર્તિકાર સ્ટીવ જૉન્સનના નેતૃત્ત્વમાં એક ટીમે તેને તૈયાર કર્યું હતું. સ્ટીલ રિબાર, તાર અને કોંક્રિટથી બનેલી આ મૂર્તી એક સાચા વોક્સવેગન બીટલને દબાવતી દેખાય છે. જેની એક જ આંખ દેખાય છે.

કોલડેસ્ટઃ રશિયા

કોલડેસ્ટઃ રશિયા

રશિયાના ઓઈમયાકોનમાં આવેલી આ જગ્યાનું નામ ઓય્યાકોન નદીના નામ પરથી પડ્યું છે. મનાય છે કે ગ્રામીણ જિલ્લો વિશ્વનું સૌથી ઠંડુ સ્થાન છે. અહીં 6 ફેબ્રુઆરી 1933ના રોજ સૌથી ઓછું તાપમાન -67.7 ડિગ્રી સેલ્સિયશ નોંધાયું હતું. શિયાળામાં અહીં સરેરાશ તાપમાન -50 ડિગ્રી સેલ્શિયસ રહેતું હોય છે.

હોટેસ્ટઃ ઈથોપિયા

હોટેસ્ટઃ ઈથોપિયા

આજના સમયમાં એક ભૂતિયું શહેર, દલ્લોલનો પૂર્વ વિસ્તાર દુનિયાની સૌથી ગરમ જગ્યાઓમાં ટોચ પર છે. અહીં સરેરાશ વાર્ષિક તાપમાન 34.6 ડિગ્રી સેલ્શિયલ રહે છે. ભૂમધ્ય રેખા પર સક્રિય આ વિસ્તાર ભૂમધ્ય રેખાની નજીક હોવાને કારણે અહીં આખું વર્ષ ગરમી પડે છે.

આ પણ વાંચો: જાણો ધરતીના સ્વર્ગ કહેવાતા કાશ્મીર વિશે કેટલીક ખાસ વાતો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X