• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો ધરતીના સ્વર્ગ કહેવાતા કાશ્મીર વિશે કેટલીક ખાસ વાતો

|

આર્ટિકલ 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં હાલ શાંતિનું વાતાવરણ છે. આર્ટિકલ 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરને અન્ય રાજ્યોની જેમ પ્રવાહમાં જોડી શકાશે. ભારતનું સ્વર્ગ ગણાતુ કાશ્મીર કુદરતી અલૌકિકતાનો ભંડાર છે. અત્યાર સુધી ત્યાં જમીન ખરીદવી કે બિઝનસ-વેપાર કરવું અઘરું હતુ, પણ હવેનું કાશ્મીર કંઈક નવું હશે. દેશમાંથી વિવિધ લોકોએ અહીં જમીન ખરીદવા માટે રસ દાખવ્યો છે. એ સમય આવતા વાર નહિં લાગે કે જ્યારે અહીં પર્યટન ઉદ્યોગ પૂર્ણ પણે વિકસશે અને લોકો અહીંની કુદરતી અલૌકિકતાને સરળતાથી માણી શકશે.

જમ્મુ-કાશ્મીરની ખૂબસુરતીની વાત વર્ણવે વર્ણાય તેમ નથી. તે માટે તમારે રૂબરુ મુલાકાત જ લેવી પડે. છતાં અમે ધરતીના આ સ્વર્ગના નજારાનું એક તાદર્શ ચિત્ર તમારી સામે રજૂ કરવાનો પ્રયત્ન કરીશું, જેથી તમે જમ્મુ-કાશ્મીરની કેટલીક રસપ્રદ અને ક્યારેય ન સાંભળેલી વાતોને જાણી શકો.

K2 ભારતનું સૌથી ઉંચુ બીજા નંબરનું શીખર

K2 ભારતનું સૌથી ઉંચુ બીજા નંબરનું શીખર

માઉન્ટ ગૉડવિન ઓસ્ટેન(K2) ભારતનું બીજા નંબરનું સૌથી ઉંચુ શીખર છે. જેની ઉંચાઈ 8611 મીટર છે. માઉન્ટ એવરેસ્ટ(8848 મીટર) બાદ આ દુનિયાનું બીજા નંબરનું સૌથી ઉંચુ શીખર છે જે પાક અધિકૃત કાશ્મીરમાં આવેલ છે.

દુનિયાનું સૌથી મોટુ તળાવ વુલર

દુનિયાનું સૌથી મોટુ તળાવ વુલર

એશિયાનું સૌથી મોટુ તળાવ કાશ્મીરની ઘાટીનું વુલર તળાવ છે. આ તળાવ ભૂગર્ભ ક્રિયાઓને કારણે બનેલું છે. તે ભારતમાં મીઠાના પાણીનું સૌથી મોટુ સરોવર છે. આ તળાવ વિવિધ પ્રકારના પક્ષીઓ અને માછલીઓનું ઘર છે, જે અહીં જોવા મળે છે. ભારતની સૌથી લાંબી રોડ સુરંગ પણ અહીં જ છે. જે 11 કિલોમીટર લાંબી છે. આ સુરંગ ચેનાની-નાસરી સુરંગના નામે ઓળખાય છે.

લેહ જિલ્લો

લેહ જિલ્લો

કાશ્મીરનો લેહ જિલ્લો રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે. એટલું જ નહિં જમ્મુ કાશ્મીર ગ્લેશિયરનું ઘર છે. જેમાં એક સિયાચિન ગ્લેશિયર 76 કિલોમીટર લાંબુ છે, જે હિમાલયની પર્વતમાળાના લાંબા ગ્લેશિયરોમાંનું એક છે.

વૈષ્ણોદેવીનો દરબાર

વૈષ્ણોદેવીનો દરબાર

ભારતનું લોકપ્રિય ધાર્મિક સ્થળ માતા વૈષ્ણોદેવીનો દરબાર કાશ્મીરના ત્રિકૂટા પહાડોમાં સ્થિત છે અને એક અનુમાન પ્રમાણે દર વર્ષે અહીં 1 કરોડ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. હવે તો માતાના આશીર્વાદ લેવા દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ભૂગર્ભશાસ્ત્રીઓના કહેવા મુજબ વૈષ્ણોદેવીની ગુફા લાખો વર્ષ જૂની છે. સમુદ્રની સપાટીથી ૫૨૦૦ ફૂટની ઊંચાઇએ આવેલી મા વૈષ્ણોદેવીની પવિત્ર ગુફામાં સ્થિત મહાલક્ષ્મી-મહાસરસ્વતી-મહાકાળીના દર્શન માટે ભક્તોએ ૧૩ કિમી પગપાળા પહોંચીને જ આ સ્થાન સુધી જવું પડશે. એવું કહેવાય છે કે, માતા ખુદ પોતાના ભક્તોને દર્શન માટે બોલાવે છે અને જેના નસીબમાં દર્શન નથી તે ગુફાની બહારથી પણ દર્શન કર્યા વગર પાછો ફરે છે.

પશ્મીના શૉલ

પશ્મીના શૉલ

પશ્મીના શૉલનું સૌથી વધુ ઉત્પાદન કાશ્મીરમાં થાય છે અને કાશ્મીર જ તેની સૌથી વધુ નિકાસ કરે છે.

ડોંગરી અને પંજાબી ભાષા

ડોંગરી અને પંજાબી ભાષા

જમ્મુ વિસ્તારમાં 10 જિલ્લા છે, જમ્મુ, સાંબા, કઠુઆ, ઉઘમપુર, ડોડા, પુંછ, રાજૌરી, રિયાસી, રામબન અને કિશ્તવાડ. જમ્મુનું કુલ ક્ષેત્રફળ 3615 વર્ગ કિમી છે. તેનાથી લગભગ 13297 વર્ગ કિમી ક્ષેત્રફળ પર પાકિસ્તાનના કબજામાં છે. જમ્મુના ભિંબર, કોટલી, મીરપુર, પુંછ હવેલી, બાગ, સુધાન્તી, મુજ્જફરાબાદ, હટ્ટિયા અને હવેલી જિલ્લા પાકિસ્તાનના કબજામાં છે, જ્યા ડોગરી અને પંજાબી ભાષા બોલાય છે. મુજ્જફરાબાદમાં લંહદી પંજાબી અને ગુજરી બોલાય છે. અહીંના મૂળ નિવાસીઓને ડોગરા કહે છે.

કાશ્મીરનું ક્ષેત્રફળ આશરે 16000 વર્ગ કીમી

કાશ્મીરનું ક્ષેત્રફળ આશરે 16000 વર્ગ કીમી

જમ્મુ વિસ્તાર પીર પંચાલની પર્વત શ્રૃંખલામાં ખતમ થાય છે. આ પહાડીની બીજી તરફ કાશ્મીર શરૂ થાય છે. કાશ્મીરનું ક્ષેત્રફળ આશરે 16000 વર્ગ કીમી છે. તેના 10 જિલ્લા શ્રી નગર, બડગામ, કુલગામ, પુલવામા, અનંતનાગ, કુપવાડા, બારામુલ્લા, શોંપિયા, ગન્દરબસ, બાંડીપુરા છે. કાશ્મીર સંભાગ મુસ્લિમ બહુસંખ્યક વિસ્તાર છે. અહીં શિયા લોકો મોટા પ્રમાણમાં રહે છે. સાથે જ ગુજ્જરોની વસ્તી પણ વધુ છે. ગુજ્જરોની એક શાખાને બક્કરવાલ કહે છે.

English summary
Unkonwn Facts about Jammu and Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X