જ્યાં છવાઇ જાય છે બરફની સફેદ ચાદર પર સૂરજની સોનેરી કિરણ

Posted By:
Subscribe to Oneindia News

ભારતનો ઉલ્લેખ હિમાલય વગર અધુરો છે. હિમાલયનો સમાવેશ વિશ્વની સૌથી સુંદર પર્વતમાળાઓમાં થાય છે, આપણા માટે એ વાત કહેવી અતિશ્યોક્તિભરી નથી કે હિમાલય ભારતના માથાનો મુગટ છે, હિમાલય વગરના ભારતની કલ્પના કરવી એ જાણે કે મીઠાં વગરનું ભોજન. આજે અમે તમને અવગત કરાવી રહ્યાં છીએ ભારતીય હિમાલયી રાજ્યોથી, જે પોતાની સુંદરતાથી ભારતને આંતરરાષ્ટ્રીય પ્રવાસી વચ્ચે લોકપ્રીય બની રહે છે અને ભારતીય પ્રવાસનને એક નવી દિશા આપી રહ્યાં છે.

આજે ભારતીય હિમાલયી રાજ્યોમાં ઉંડી નદીઓ, ઉંચા પર્વતો, પઠારોં અને મેદાન ઉપરાંત દુર્લભ છોડો અને જાનવરોની અનેક પ્રજાતિઓ છે, જે તેમને અન્ય કોઇ દેશમાં જોવા નહીં મળે. જો આપણે ભારતીય હિમાલયી રાજ્યોની વાત કરીએ તો તેમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ ઉપરાંત નોર્થ ઇસ્ટના પણ અનેક મહત્વપૂર્ણ રાજ્ય જેમ કે, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ સામેલ છે.

ભારતની શિયાળુ ઋતુ હંમેશા પ્રવાસીઓ માટે ખાસ રહી છે આ દરમિયાન તમે ભારતના સૌથી સારા પ્રાકૃતિક દ્રશ્યો અને ગ્રેટર હિમાલયની આસપાસ અદભૂત પરિદૃશ્યને અનુભવી શકો છો. આ દરમિયાન જ્યાં એક તરફ શિવાલિકની પર્વતમાળા તમારુ મન મોહી લેશે તો બીજી તરફ સતલજ, કાલી, ગંગા, કોસી અને બ્રહ્મપુત્ર જેવી પવિત્ર નદીઓ તમને આધ્યાત્મ તરફ લઇ જશે, તો ચાલો તસવીરો થકી જાણીએ ભારતના હિમાલયી રાજ્યો અંગે.

ગુલર્મગ- જમ્મુ અને કાશ્મીર

ગુલર્મગ- જમ્મુ અને કાશ્મીર

ગુલમર્ગનો અર્થ થાય છે, ફૂલોની વાદી. જમ્મુ-કાશ્મીરને બારામૂલા જિલ્લામાં લગભગ 2730 મીટરની ઉંચાઇ પર સ્થિત ગુલમર્ગની શોધ અંગ્રેજોએ કરી હતી. ગુલમર્ગ, સોહામણા વાતાવરણ, શાનદાર પરિદૃશ્ય, ફૂલોથી ખીલેલા બગીચા, દેવદારના ઝાડ, સુંદર ઝીલ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. નિંગલી નલ્લાહ અને ઓટર સર્કલ વોક, ગુલમર્ગના બે પ્રમુખ આકર્ષક સ્થળ છે.

કેવી રીતે પહોંચવુ ગુલમર્ગ

કેવી રીતે પહોંચવુ ગુલમર્ગ

ગુલમર્ગ રોડ માર્ગ દ્વારા જમ્મુ કાશ્મીરના અનેક શહેરો સાથે જોડાયેલુ છે. પ્રવાસી પોતાની સુવિધા અનુસાર કોઇપણ સરકારી અથવા ખાનગી બસી દ્વારા ગુલમર્ગ જઇ શકે છે. ઉત્તર ભારતના નિવાસી કાર દ્વારા પણ શ્રીનગર આવી શકે છે. દેશના પ્રમુખ શહેરો ઉપરાંત તમે રાજધાની દિલ્હીથી પણ રેલ અને વાયુ માર્ગ દ્વારા ગુલમર્ગ પહોંચી શકો છો.

ઘનૌલ્ટી-ઉત્તરાખંડ

ઘનૌલ્ટી-ઉત્તરાખંડ

ઉત્તરાખંડના ગઢવાલ જિલ્લામાં સમુદ્ર તટથી 2286 મીટરની ઉંચાઇ પર ઘનૌલ્ટી નામનું એક સુંદર હિલ સ્ટેશન છે. પોતાના શાંત અને સુરમ્ય વાતાવરણ માટે જાણીતું આ સ્થળ ચંબાથી મસૂરીના માર્ગે આવે છે. આ સ્થળ પ્રવાસીઓની વચ્ચે એટલા માટે જાણીતુ છે કારણ કે તે મસૂરીની નજીક છે. અહીં પ્રવાસી ડૂનવેલીના સુંદર નજારાની મજા લઇ શકે છે.

કેવી રીતે જવુ ઘનૌલ્ટી

કેવી રીતે જવુ ઘનૌલ્ટી

મસૂરી-ચંબા રોડ પર હોવાથી ઘનૌલ્ટી ઉત્તરાખંડના પ્રમુખ શહેરો સાથે સહેલાયથી જોડાઇ શકે છે. પ્રવાસી ખાનગી અથવા સરકારી બસ સેવાનો લાભ ઉઠાવીની દિલ્હી અને ચંદીગઢની મસૂરી પહોંચી શકે છે.

ધર્મશાળા-હિમાચલ પ્રદેશ

ધર્મશાળા-હિમાચલ પ્રદેશ

કાંગડાના ઉત્તર પૂર્વમાં 17 કિમીના અંતરે સ્થિત ધર્મશાળા હિમાચલ પ્રદેશનું એક પ્રમુખ પ્રવાસન સ્થળ છે. આ સ્થળ ચંદીગઢથી 239 કિમી, મનાલીથી 252 કિમી, શિમલાથી 322 કિમી અને નવી દિલ્હીથી 514 કિમીના અંતરે છે. વિશાળ તિબેટિયન વસ્તીઓના કારણે આ સ્થળ લામાઓની ભૂમિના રૂપમાં જાણીતું છે. આ ક્ષેત્રમાં અનેક ચર્ચ, મંદિર, સંગ્રહાલય અને મઠ છે. અનેક પ્રાચીન મંદિરો જેમ કે જ્વાલામુખી મંદિર, બ્રજેશ્વરી મંદિર અને ચામુંડા મંદિર મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષિત કરે છે.

કેવી રીતે પહોંચવુ ધર્મશાળા

કેવી રીતે પહોંચવુ ધર્મશાળા

અહીં જવા માટે સૌથી સરળ રીત પહેલા દિલ્હી પહોંચો અને ત્યાંથી શિમલા અથવા મનાલી જાઓ. હિમાચલના આ બન્ને સ્થળોથી તમે ધર્મશાળા માટે અનેક સરકારી અને ખાનગી બસો મળશે, જેના માધ્યમથી તમે ધર્મશાળા પહોંચી શકો છો.

કંચનજંગા-સિક્કીમ

કંચનજંગા-સિક્કીમ

કંજનજંગા વિશ્વની ત્રીજી સૌથી ઉંચી ટેકરી છે. આ ભારત-નેપાળ સરહદમાં, હિમાલયમાં સમુદ્ર તટથી 8586 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. કંજનજંગાનો શાબ્દિક અર્થ બર્ફના પાચં ખજાના. જેમાં પાંચ ટેકરીઓ સમ્મિલિત છે, જેમાં પ્રત્યેક ટેકરી સોના, ચાંદી, જવેરાત, અનાજ અને અન્ય પવિત્ર પુસ્તકોનું દિવ્ય ભંડાર છે. કંચનજંગા સંપૂર્ણ વિશ્વમાં દાર્જિલિંગથી જોઇએ તો પોતાના દ્રશ્યો માટે જાણીતુ છે. આ ટેકરીઓએ પ્રાચીન સુંદરતાને ગુમાવી નથી કારણ કે આ પર્વત શ્રેણી પર ટ્રેકિંગની અનુમતિ ભાગ્યેજ આપવામાં આવે છે. આ દિવસના અલગ-અલગ સમયે વિભિન્ન રંગોને ધારણ કરવા માટે પણ જાણીતી છે.

કેવી રીત જવું કંચનજંગા

કેવી રીત જવું કંચનજંગા

અહીં જવા માટે તમારે પહેલા કોલકતા જવુ પડશે, જ્યાંથી તમે ફ્લાઇટ અથવા રેલવે થકી સિક્કીમની રાજધાની ગંગટોક પહોંચી શકો છો. ગંગટોકથી તમને અહીં આવવા માટે બસો સહેલાયથી મળી જશે. તમે ઇચ્છો તો ટ્રેકિંગ કરીની પણ અહી આવી શકો છો, પરંતુ ટ્રેકિંગ માટે જરૂરી છે, તમે શારીરિક રીતે પૂર્ણતઃ ફિટ હોવ. અહીં આવવા માટે સાથે ગરમ વસ્ત્રો અવશ્ય રાખો કારણ કે, અહીં ઘણી ઠંડી પડે છે.

તવાંગ-અરૂણાચલ પ્રદેશ

તવાંગ-અરૂણાચલ પ્રદેશ

અરૂણાચલ પ્રદેશના સૌથી પશ્ચિમમાં સ્થિત તવાંગ જિલ્લો પોતાની રહસ્યમયી અને જાદૂઇ સુંદરતા માટે જાણીતો છે. સમુદ્ર તટથી 10 હજાર ફીટની ઉંચાઇ પર સ્થિત આ જિલ્લાની સીમા ઉત્તરમાં તિબેટ, દક્ષિણ પૂર્વમાં ભૂતાન અને પૂર્વમાં પશ્રિમ કમેંગની સેલા પર્વત શ્રેણી પાસે છે. તવાંગમાં જોવા માટે મઠ, પર્વતોની ટેકરી અને ઝરણા સહિત અનેક વસ્તુઓ છે, જ્યાં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. તવાંગના કેટલાક પ્રમુખ આકર્ષણોમાં તવાંગ મઠ, સેલા નજીક અનેક જલપ્રપાત છે, જેના કારણે આ સ્થળ બૉલીવુડ ફિલ્મોની શૂટિંગ માટે પણ પસંદીદા સ્થળ બની ગયુ છે.

કેવી રીતે જવુ તવાંગ

કેવી રીતે જવુ તવાંગ

તવાંગ ગુવાહાટી અને તેજપુર જેવા શહેરો સાથે સારી રીતે જોડાયેલા છે. તેજપુર અને આ ક્ષેત્રના અન્ય સ્થળોથી તવાંગ માટે બસો મળી શકે છે.

English summary
the beauty the great himalayan states

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.