એવું મંદિર જ્યાં દેવતાઓને ચઢાવાય છે મોંઘા બ્રાન્ડની ચોકલેટ
આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધા ભારતીયોની સંસ્કૃતિ સાથે વણેલી છે. જેને ધ્યાનમાં રાખીને આપણે અનેક દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ અને કદાચ એટલા માટે ભારતને મંદિરોનો દેશ અને રિલિજિયસ ટૂરિઝમનું હબ કહેવામાં આવે છે. ભારતમાં તમને ગલીઓમાં ચોકમાં અનેક સુંદર અને બેમિસાલ મંદિર જોવા મળશે. આ મંદિર એવા છે, જેમની કલાત્મકતા અને રચનાત્મકતા હમેશાથી તમારું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરે છે.
જેમકે અમે તમને જણાવી ચૂક્યા છીએ કે આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધા આપણી સંસ્કૃતિ સાથે વણાયેલા છે, ત્યારે આજે અમે તમને એક અનોખા મંદિરથી અવગત કરાવી રહ્યાં છીએ, જ્યાં ભક્તોને આપવામાં આવતો પ્રસાદ થોડોક અલગ પ્રકારનો છે. આ મંદિરમાં દેવી દેવતાઓને ના તો ખીર પસંદ છે અને ના તો ફળ. અહીના દેવી દેવતાઓ થોડાક મોર્ડન છે અને ચોકલેટ ખાવામાં અને ભક્તોને ખવડાવવાનું પસંદ કરે છે.
જીહાં, આ સાચું છે. અમે વાત કરી રહ્યાં છીએ કેરળના અલેપ્પી સ્થિત થેક્કન પલાની બાલસુબ્રમણિયા મંદિર અંગે. જ્યાં મંદિરના મુખ્ય દેવી દેવતાઓને ફળ ફૂલ, નારિયેળ, માળા અને અગરબત્તીના બદલે ચોકલેટ ચઢાવવામાં આવે છે. મંદિરના પ્રશાસનિક અધિકારીઓ અનુસાર અહી તમામ જાતિ, ધર્મ અને સમુદાયના લોકો આવેચે અને ચોકલેટના કારણે અહી હમેશા મોટી માત્રામાં બાળકો જોવા મળે છે. તો ચાલો તસવીરો થકી આ મંદિર અંગે જાણીએ.

મોંઘી ચોકલેટ અપર્ણ કરવામાં આવે છે
અહી દર્શન કરવા આવતા લોકોની વાત માનીએ તો દેવતાઓને મોંઘી ચોકલેટ અપર્ણ કરવામાં આવે છે, કારણ કે દેવતા માત્ર મોટી બ્રાન્ડ જેમ કે નેસ્લે, કેડબરી અને રેશર્સની જ ચોકલેટ ખાય છે. તમને જણાવી દઇએ કે મંદિરના મુખ્ય પૂજારી ચોકલેટનો અડધો ભાગ દેવતા માટે રાખે છે અને અડધો ભાગ તમને પરત કરી દે છે.

મંદિરની ખાસ વાત
આ મંદિરની ખાસ વાત એ છે કે તેને એક જાણીતી ચોકલેટ બ્રાન્ડ ‘મંચ' સાથે જોડતા અહીના સ્થાનીક લોકો દ્વારા તેને ‘મંચ મુરગન'ના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીના પૂજારીઓનું એ પણ કહેવું છે કે આ મંદિરમાં ભગવાન બાલમુરગન મુખ્ય દેવતા છે અને મુરગનનું બાળ સ્વરૂપ અને જેવી રીતે બાળકોને ચોકલેટ પસંદ હોય છે તેવી રીતે દેવતા મુરગનને પણ ચોકલેટ પસંદ છે.

આરતી પૂર્ણ થયા બાદ પ્રસાદમાં ચોકલેટ
મંદિરના આયોજનની વાત કરવામાં આવે તો મંદિરમાં મુખ્ય આરતી બાદ લોકોને ફૂલ આપવામાં આવે છે અને ચંદનનું તીલક લગાવવામાં આવે છે, આરતી પૂર્ણ થયા બાદ ચોકલેટ આપવામાં આવે છે. નોંધનીય છે કે આ મંદિરમાં તમામ પ્રમુખ અનુષ્ઠાનો માટે ચોકલેટનો જ ઉપયોગ કરવામાં આવે છે. અહીનું સૌથી પ્રમુખ અનુષ્ઠાન થુલુભારા છે. આ અનોખા મંદિરમાં તમને ભારત ઉપરાંત વિદેશી પ્રવાસીઓ પણ મળશે.

પહેલા માત્ર બાળકો દ્વારા જ ચોકલેટ ચઢાવવામાં આવતી
એવું પણ કહેવાય છે કે આ મંદિરમાં પહેલા દેવતાઓને માત્ર બાળકો દ્વારા જ ચોકલેટ ચઢાવવામાં આવતી હતી, બાદમાં અહી આતા તમામ લોકોએ દેવતાઓને ચોકલેટ ચઢાવવાનું શરૂ કરી દીધું.












Click it and Unblock the Notifications
