આ છે દુનિયાની કેટલીક સૌથી શાંત જગ્યાઓ, કહેવાય છે કે હદયના ધબકારા પણ સાંભળી શકાય છે

ઘણા લોકો દુનિયાના ઘોંઘાટની કંટાળીને શાંત જગ્યાની શોધમાં પહાડોમાં જતા હોય છે. તો આજે અમે તમને આજે આવી જ કેટલીક જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આજે આપણે જે જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે દુનિયાની કેટલીક સૌથી શાંત જગ્યાઓમાં આવે છે. આ જગ્યાઓ એટલી શાંત છે કે ત્યાં દિલની ધડકન પણ સંભળાય છે.

Kronotsky Nature Reserve

ઓરફિલ્ડ લેબોરેટરીઝ
આ લિસ્ટમાં પહેલુ નામ ઓરફિલ્ડ લેબોરેટરીઝ છે. અમેરિકાના મિનેસોટામાં સ્થિત આ જગ્યા દુનિયાની સૌથી શાંતિપૂર્ણ જગ્યા છે અને તેને વૈજ્ઞાનિકોએ બનાવી છે. અહીં તમે તમારા શ્વાસ અને હૃદયના ધબકારા પણ સાંભળી શકો છો. આને દુનિયાનો સૌથી શાંત રૂમ પણ કહેવાય છે.

ઝાબાલો રિવર વાઇલ્ડરનેસ
એક્વાડોરમાં સ્થિત ઝબાલો નદીના જંગલો પર્યાવરણીય સંરક્ષણ માટે બનાવવામાં આવ્યા છે. અહીં ઘણા જીવો વસે છે, જે લુપ્ત થવાના આરે છે. જંગલની અંદર કોઈ વાહનવ્યવહાર માટે માર્ગ ન અને રહેણાંક વિસ્તાર પણ નથી.

ક્રોનોત્સ્કી નેચર રિઝર્વ
દર વર્ષે માત્ર 3000 પ્રવાસીઓને રશિયામાં સ્થિત ક્રોનોત્સ્કી નેચર રિઝર્વની મુલાકાત લેવાની પરવાનગી મળે છે. આ રિઝર્વ તેની શાંતિ માટે જાણીતુ છે. અહીં પવન ફૂંકાવાનો અવાજ પણ સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે.

લેન્ડમનનાલૌગર
આઇસલેન્ડમાં સ્થિત લેન્ડમનાલૌગર તેની સુંદરતા અને શાંતિ માટે જાણીતું છે. જ્વાળામુખીના વિસ્ફોટ પછી આ સ્થાને તેની સુંદરતા પ્રાપ્ત કરી છે.

કેલ્સો ડ્યુન્સ
કેલિફોર્નિયાનું મોજાવે રણ એક ડરામણુ અને શાંત જગ્યા છે. અહીં રેતીના ટેકરા છે. જેના કારણે અવાજ દૂર સુધી જઈ શકતો નથી. આ સ્થિતિમાં આ જગ્યા એકદમ શાંત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X