...ને કેરળનું આ સિટી કહેવાયું વિષ્ણુનું શહેર
તિરુવલ્લા કેરળના પથાનમથિટ્ટા, જિલ્લામાં મણિમાલા નદીના તટ પર વસેલું એક નાનું અમથું શાંત શહેર છે. આ શહેરને મંદિરોનું શહેર પણ કહેવામાં આવે છે અને અનેક મંદિરોની સાથોસાથ તે પોતાના ઇતિહાસ અને સંસ્કૃતિથી પણ સમૃદ્ધ છે.
પ્રસિદ્ધ શ્રી વલ્લભ મંદિર, જેને દક્ષિણી તિરુપતિના નામે જાણવામાં આવે છે, તે અહી હોવાથી તિરુવલ્લા દેશભરના પ્રવાસી અને ઉપસાકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહી પલિયક્કરા ચર્ચ પણ છે, જે તમને 52 ઇસ પૂર્વેના ઇતિહાસમાં પરત લઇ જશે, જ્યારે ખ્રિસ્તી ધર્મ કેરળમાં પહેલીવાર શરૂ થયો હતો. તિરુવલ્લાની સાંસ્કૃતિક પરતોંમાં અનેક કહાણીઓ અને કહેવતો છે. આ સ્થળ સાથે જોડાયેલી તમામ વસ્તુઓ પાછળ એક કહેવત છે, પછી તે મંદિર હોય, તહેવાર હોય કે પછી તેનુ નામ કેમ ના હોય. કહેવત એ છેકે તિરુવતમ્કૂર મહારાજાના શાસનકાળ દરમિયાન આ સ્થળ શ્રી વલ્લભપૂરમના રૂપમાં જાણીતું હતુ અને ત્યારબાદ તેનું નામ તિરુવલ્લભપૂરમ પડી ગયુ, ત્યારથી તેને તિરુવલ્લા કહેવામાં આવે છે. અન્ય એક માન્યતા એ છેકે તિરુવલ્લા નામ, દેવતા તિરુવલ્લભન અથવા વિષ્ણુના નામ પરથી છે. આ પ્રકારે તિરુવલ્લા, વિષ્ણુના શહેર તરીકે પણ જાણીતું છે.
તિરુવલ્લાની વિરાસત તેના મંદિરો અને તેની ગતિવિધિઓ સુધી જ સિમિત નથી, પરંતુ અનેક વિવિધતા છે, જે હિન્દુ, મુસ્લિમો અને ખ્રિસ્તી ધર્મને પણ સામેલ કરે છે. આ નાના શહેરમાં મંદિરોની સાથે અનેક ચર્ચ અને કેટલીક જાણીતી મસ્જિદો પણ છે. જે ધાર્મિક સ્થળ તિરુવલ્લાની સંસ્કૃતિ અદ્વિતીય રીતે ઉપયુક્ત બનાવે છે. આ મંદિર માત્ર પૂજાનું સ્થળ નથી, પરંતુ તેમણે અહીના સમાજના રાજસ્વ અને વ્યાપારને આકાર આપવા માટે એક અભિન્ન ભૂમિકા અદા કરી છે. તિરુવલ્લા આ સ્થળને અદ્વિતીય મંદિરના પ્રદર્શનો અને અનુષ્ઠાનોને પોતાની અંદર સમેટેલું છે, જેને અમ્માનકુડમ, અરત્તૂ, ચંદનાકૂડમ, ચુત્તુવિલક્કુ, એજહુન્નલ્લતૂ અને અન્ય ઘણા બધા સામેલ છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ તિરુવલ્લાને.

શ્રી વલ્લભ મંદિર
તિરુવલ્લામાં આવેલું શ્રી વલ્લભ મંદિર

શ્રી વલ્લભ મંદિર
તિરુવલ્લામાં આવેલું શ્રી વલ્લભ મંદિર

તિરુવલ્લા
કેરળના તિરુવલ્લાની એક તસવીરી ઝલક

કવિયૂર મહાદેવ મંદિર
તિરુવલ્લામાં આવેલું કવિયૂર મહાદેવ મંદિર

કવિયૂર મહાદેવ મંદિર
તિરુવલ્લામાં આવેલું કવિયૂર મહાદેવ મંદિર












Click it and Unblock the Notifications
