For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ કિલ્લામાં પથ્થર પણ બની જાય છે સોનુ

|
Google Oneindia Gujarati News

જેમ-જેમ મોંઘવારી વધી રહી છે, તેમ તેમ સોનાનો ભાવ પણ આકાશને આંબી રહ્યો છે. તેવામાં એક ગરીબ વ્યક્તિ માટે સોનુ અથવા તો તેમાંથી બનેલા આભુષણ ખરીદવા કોઇ સ્વપ્નથી ઓછા નથી. તેઓ માત્ર રાહ જ જુએ છે કે ક્યારે માર્કેટમાં સુધારો આવે અને સોનાના ભાવ ગગળે, તો તેઓ થોડુંક સોનું ખરીદી શકે અને પોતના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરી લે, પરંતુ, હવે અમે તમને એમ કહીં કે અડવા માત્રથી કોઇ વસ્તુ સોનામાં બદલી શકાય છે તો કદાચ તમે હસવા લાગશો અને એવું કહેશો કે આ એક અસંભવ વાત છે અને અમે તમને ભ્રમમાં નાખી રહ્યાં છીએ.

timangarh
પરંતુ આ સાચુ છે, આજે અમે તમને અવગત કરાવીશુ અતુલનીય ભારતના એક એવા કિલ્લાથી, જ્યાં તળાવમાં આજે પણ મોજૂદ છે, એક પારસ પથ્થર, જે કોઇપણ વસ્તુને અડાડવા માત્રથી એ વસ્તુને સોનામાં પરિવર્તિત કરી દેશે. જેવું અમે સાંભળ્યું છે, ભારત વિવિધતાથી ભરેલો દેશ છે, સાથે જ અહીંની કળા, સભ્યતા, સંસ્કૃતિ સૌથી અલગ અને સૌથી બેમિસાલ છે.

જો આપણે ભારતને નજીકથી જોઇએ અને તેના ઇતિહાસ પર નજર નાંખીએ તો આપણને જાણવા મળશે કે અહીં એવી અનેક રોચક વસ્તુઓ છે, જે વિશ્વના કોઇપણ ખૂણામાં નહીં હોય અને આ બધી વાતો છે જે ભારતને એક ખાસ દરરજો અપાવે છે. ભારતનો દરેક ખૂણો, દરેક ઇમારત, દરેક મહેલ, દરેક કિલ્લો પોતાનામાં એક ઇતિહાસ છૂપાવીને બેસેલો છે. આ જ ક્રમમાં અમે તમને અવગત કરાવીશુ તીમંગઢ કિલ્લાથી, જ્યાં કિલ્લા પાસે સ્થિત સાગર ઝીલમાં મોજૂદ છે પારસ પથ્થર. જેના સ્પર્શથી કોઇપણ વસ્તુ સોનું બની શકે છે.

તીમંગઢ કિલ્લા, મસલપુર ઉપતહસીલની અંદર આવેલા કરૌલી પાસે સ્થિત છે. જો આ કિલ્લાના ઇતિહાસ પર નજર ફેરવવામાં આવે તો જાણવા મળશે કે 1100 ઇમાં બનેલા આ કિલ્લાને નષ્ટ કરાવીને યદુવંશી રાજા તીમંપલ દ્વારા 1244 ઇમાં આ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું. અહીંના સ્થાનિક નિવાસીઓની વાત માનીએ તો આજે પણ આ કિલ્લામાં મોજૂદ મંદિરના તહેખાનામાં સોનું અને અષ્ઠધાતુની પ્રાચીન મૂર્તિઓ, માટીની વિશાળ અને નાની મૂર્તિઓ છે. જેને ગૌરી સામ્રાજ્યના શાસક મહુમ્મદ ગોરી દ્વારા લૂંટવાના ભયથી આ તહેખાનાને છૂપાવી દેવામાં આવ્યો હતો.

ઐતિહાસિક સાક્ષ્યોની વાત માનીએ તો 1196 અને 1244 ઇ દરમિયાન આ કિલ્લા પર અનેકવાર મુહમ્મદ ગોરી દ્વારા હુમલા કરવામાં આવ્યા અને લૂટફાટ કરવામાં આવી. કિલ્લા અને અહીં મોજૂદ મંદિરને કોઇ નુક્સાન ના થયુ તેથી સુરક્ષાની દ્રષ્ટિએ ત્યાં રહેલી તમામ કિંમતી વસ્તુઓને મંદિરના જ તહેખાનામાં છૂપાવી દેવામાં આવ્યું.

જો તીમંગઢ કિલ્લાના મંદિર પર એક નજર ફેરવવામાં આવે તો મંદિરોની છતો અને સ્તંભો પર સુંદર જ્યોમિતીય અને ફૂલના નમૂના બનેલા ચે, જે આવનાર કોઇપણ પ્રવાસીનું મનમોહી લેશે. આ મંદિરની એક ખાસ વાત એ છે કે મંદિરના સ્તંભો પર અલગ-અલગ દેવી દેવતાઓની તસવીરો બનાવવામાં આવી છે, જે એ સમયની પ્રાચિન કળાને દર્શાવે છે.

આ કિલ્લાને જે વાત ખાસ બનાવે છે એ છે આ કિલ્લામાં મોજૂદ સાગર ઝીલના તલ પર આજે પણ પારસ પથ્થર છે અને પૌરાણિક માન્યતા એ છેકે જો કોઇપણ વસ્તુને પારસ પથ્થરથી સ્પર્શ કરવામાં આવે તો તે સોનું બની જાય છે. આ છે સ્થાનિક લોકો વચ્ચે એવી માન્યતા છે કે, આ પારસ પથ્થર માત્ર એજ વ્યક્તિને પ્રાપ્ત કરી શકે છે, જેના હૃદયમાં ત્યાગ કલ્યાણ અને બીજા માટે પ્રેમ હોય.

English summary
timangarh fort the golden touch
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X