• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્વાદિષ્ટ ખાવાના શોખીનો માટે બેસ્ટ છે આ 10 ડેસ્ટિનેશન

|

[ટ્રાવેલ] શું આપ સ્વાદિષ્ટ ખાવાના શોખીન છો, અથવા આપને અલગ અલગ સ્વાદિષ્ટ ડિશ ટેસ્ટ કરવાનો શોખ હોય તો આ લેખ બિલકૂલ આપના માટે જ છે. કારણ કે અમે આપને તે ડેસ્ટિનેશન અંગે જણાવીશું જેનું સ્વાદિષ્ટ ખાવાનું આખી દુનિયામાં પ્રસિદ્ધ અને જાણીતુ છે. જે ડિશને લોકો ખૂબ જ મસ્તી અને આનંદમાં ખાય છે અને આંગળીઓ ચાટતા રહી જાય છે.

તો મિત્રો આપ આ વેકેશનમાં તે ડેસ્ટિનેશનની યાત્રા કરી શકો છો જ્યાનું ફુડ આખા વિશ્વમાં વખણાય છે, જેનુ નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય છે. સહેલાણી ક્યાંય પણ ફરવા માટે જાય પરંતુ સૌથી પહેલા એક સવાલ આવે છે કે જમવામાં શું હશે? અથવા તો ભૂખ લાગી છે.

એવામાં પ્રવાસીઓ અહીં-તહીં કંઇક સારુ ખાવા માટે જાય છે અને કન્ફ્યૂઝ રહે છે કે શું ખાવામાં આવે જે ટેસ્ટી પણ હોય અને પેટ પણ ભરાઇ જાય. તો આવા સવાલોને દૂર કરવા માટે અમે અત્રે આપના માટે લઇને આવ્યા છીએ ટોપ 10 બેસ્ટ ફુડ ડેસ્ટિનેશન.

મુંબઇ (વડાપાવ અને ઇરાની ચાય)

મુંબઇ (વડાપાવ અને ઇરાની ચાય)

મુંબઇ પોતાના આકર્ષણના કારણે જગપ્રસિદ્ધ તો છે જ સાથે સાથે તે વડાપાવના કારણે પણ ખાસુ ચર્ચામાં છે. નાની વ્યક્તિ હોય કે મોટી અથવા કોઇ પણ વર્ગની વ્યક્તિ હોય વડાપાવ સૌના માટે ખૂબ જ પ્રિય હોય છે. આની સાથે જ જ્યારે ઇરાની ચાનો તડકો લાગેલો હોય તો મજા જ પડી જાય. મુંબઇ મહાનગર સપનાના શહેરના રૂપમાં માનવામાં આવે છે, જ્યાં અઢળક સપનાઓ પોશાઇ રહ્યા હોય છે, તો આ વેકેશન આવો મુંબઇમાં.

દિલ્હી (તંદૂરી ચિકન, છોલે ભટૂરે અને ચાટ)

દિલ્હી (તંદૂરી ચિકન, છોલે ભટૂરે અને ચાટ)

આમ તો દિલ્હી પોતાના પૌરાણિક ઇતિહાસ માટે વિશ્વપ્રસિદ્ધ છે જ સાથે જ તે સ્વાદિષ્ટ તંદૂરી ચિકન, છોલે ભટૂરે અને અને ચાટ માટે પણ પ્રવાસીઓની વચ્ચે ખાસુ લોકપ્રિય છે. આપ જો દિલ્હીની મુલાકાત કરવાનું વિચારી રહ્યા હોવ, તો અત્રેની આ ત્રણ ડિશ ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં. કારણ કે એક પ્રકારે ઐતિહાસિક ઇમારતો જોઇને અને ટેસ્ટી ખાવાનું ખાઇને આપનું હૃદય ખુશખુશ થઇ જશે.

લખનઉ (ગલૌટી કબાબ અને લેવડી)

લખનઉ (ગલૌટી કબાબ અને લેવડી)

લખનઉ માત્ર ઐતિહાસિક સર-જમીન છે પરંતુ પોતાની નવાબી સંસ્કૃતિ માટે પણ વિશ્વપ્રસિદ્ધ છે. જ્યાંની ઐતિહાસિક ધરોહર નવાબોની શાન-ઓ-શૌકત દર્શાવે છે, સાથે જ અત્રેનું લજીજ ખાવાનું જોઇ ચોક્કસ આપના મોઢામાં પાણી આવી જશે. અત્રેના ગલોટી કબાબ આખા વિશ્વમાં આપને ક્યાંય જોવા નહીં મળે. લખનવી ટેસ્ટની મજા ચોક્કસ માણો આવી અહીં.

હૈદરાબાદ (હૈદરાબાદી બિરયાની)

હૈદરાબાદ (હૈદરાબાદી બિરયાની)

સામાન્ય રીતે હૈદરાબાદ ખૂબ જ પ્રવાસન સ્થળોમાંથી એક છે. જ્યાંની ઇમારતો લાજવાબ છે, જેમાં ચાર મીનાર તો હૈદરાબાદની શાન છે. આ શાનની સાથે જ વધુ એક ચીજ જોડાયેલ છે જે હૈદરાબાદને આખા વિશ્વમાં લોકપ્રિય બનાવે છે તે છે હૈદરાબાદી બિરિયાની. જો આપ હૈદરાબાદ પ્રવાસ ખેડવાનું પ્લાન કરી રહ્યા હોવ તો હૈદરાબાદી બિરિયાની ખાવાનું ના ભૂલતા.

કોલકાતા (રસગુલ્લા)

કોલકાતા (રસગુલ્લા)

કોલકાતા ઐતિહાસિક વિરાસત છે જે ભારતીય ઇતિહાસમાં દરેક પગલા પર ચાલતું રહ્યું છે. અત્રે આવીને આપ શાનદાર ઇમારતો, મંદિરો, અત્રેનું કલ્ચર અને સંગીત વગેરેનો આનંદ મેળવી શકો છો. અત્રેના શાનદાર રસગુલ્લાને આરોગીને આપ આપની યાત્રાને યાદગાર બનાવી શકો છો.

જયપુર (દાલ બાટી ચૂરમા)

જયપુર (દાલ બાટી ચૂરમા)

રાજસ્થાનનું શાહી શહેર અને પિંક સિટીના નામથી પ્રસિદ્ધ જયપુર ઐતિહાસિક ધરોહરમાંથી એક છે જે રાજસ્થાનના નગીનોમાંથી એક છે. આ ગુલામી નગર રાજસ્થાનની રાજધાની છે. આ સુંદર શહેરને અમ્બેરના રાજા મહારાજા સવાઇ જય સિંહ દ્વિત્તિયએ વસાવ્યું હતું, જેમણે બંગાળના એક વાસ્તુકાર વિધ્યાધર ભટ્ટાચાર્યની મદદ લીધી હતી આ શહેરને વસાવવા માટે. આપ આ શાહી શહેરમાં ફરવાની સાથે સાથે તેના શાહી અને ટેસ્ટી ફૂડનો પણ આનંદ ચોક્કસ માણો. દાલ-બાટી, ડૂંગળી, કચોરી, ખાટો અને અચારી મુર્ગ અત્રેનું પ્રસિદ્ધ વ્યંજન છે.

પટના (લિટ્ટી ચોખા-બાટી ચોખા)

પટના (લિટ્ટી ચોખા-બાટી ચોખા)

બિહારની રાજધાની અને ભારતના પ્રાચીન શહેરોમાંથી એક પટના પાટલિપુત્ર ઐતિહાસિક ગૌવરવ અને રાજનૈતિક ભાગ્યનો સદિયોથી ઘણુ બધું ખાસ છે. સાથે જ તે પોતાના ટેસ્ટી લિટ્ટી ચોખા માટે પણ જાણીતું છે.

ચંદીગઢ (દાલ મખની)

ચંદીગઢ (દાલ મખની)

પંજાબ અને હરિયાણાની રાજધાની ચંદીગઢ હિમાલયની શિવાલિક પર્વતમાળાની તળેટીમાં વસેલું એક કેન્દ્રશાસિત પ્રદેસ છે. શહેરી ડિઝાઇન અને નિર્માણના કારણો આ આખા વિશ્વમાં ભારતનું પહેલું નિયોજિત શહેરના રૂપમાં ઓળખાય છે. અત્રે સાફ-સફાઇની વાત કરવામાં આવે તો આ શહેર અદભૂત છે. સાથે જ અત્રેની દાલમખની પણ લોકોને ખાસ આકર્ષિત કરે છે.

અમદાવાદ (ઢોકળા)

અમદાવાદ (ઢોકળા)

ભારતનું સાતમું સૌથી મોટું શહેર છે અમદાવાદ. હંમેશા પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આમતો ગુજરાતને શાનદાર ટૂરિસ્ટ પ્લેસિસમાંનું એક માનવામાં આવે છે. સાથે જ અત્રેનું વ્યંજન પણ લોકોને આકર્ષિત કરે છે. જો આ વેકેશન આપ અમદાવાદ આવવાના હોવ તો આપ અત્રેના ખમણ અને ઢોકળા ખાવાનું ભૂલતા નહીં.

English summary
Explore these places in India and enjoy the lip smacking food that they have to offer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more