For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Travel Tips : નવા વર્ષની ઉજવણીનો ભરપૂર આનંદ, ગુજરાતના સુંદર દરિયાકિનારા ફરવા જવા માટે છે બજેટ ફ્રેન્ડલી

ગુજરાતના જ એવા દરિયાકિનારાઓ (Beaches of Gujarat) વિશે જણાવી રહ્યા છીએ કે, જ્યાં તમે ઓછા બજેટમાં અને ઓછા સમયે વધુ મજા માણી શકો છો.

|
Google Oneindia Gujarati News

Travel Tips : નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જેમાં ઘણા લોકો બહાર ફરવા જવાનું આયોજન કરતા હોય છે. આવામાં તેઓ દરિયાકિનારે નવા વર્ષની ઉજવણી કરવા ઇચ્છતા હોય છે, પરંતું બજેટને કારણે ખચકાટ અનુભવે છે. કારણ કે, ગોવા અને પોંડિચેરી જવા માટે પૈસા સાથે સાથે વધુ સમય પણ જોઇએ છે.

beaches in Gujarat

આવા સમયે અમે તમને ગુજરાતના જ એવા દરિયાકિનારાઓ (Beaches of Gujarat) વિશે જણાવી રહ્યા છીએ કે, જ્યાં તમે ઓછા બજેટમાં અને ઓછા સમયે વધુ મજા માણી શકો છો.

માંડવી બીચ - Mandvi Beach

માંડવી બીચ - Mandvi Beach

માંડવી બીચ (Mandvi Beach) ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે, જ્યાં તમે સુંદર સૂર્યાસ્ત જોઈ શકો છો. આ બીચ પર એટલી ભીડ નથી હોતી, જેના કારણે તે સ્વચ્છ છે.

દરિયાના ઉપર અને નીચેનાં મોજાં જોતાં અને રમતાં-રમતાં કલાકો ક્યારે પસાર થઈ જાય એ ખબર પડતી નથી. તમે આ બીચ પર ઘોડા અને ઊંટની સવારી પણ કરી શકો છો.

આ સાથે સૂર્યાસ્તની સુંદર તસવીર તમારા કેમેરામાં કેદ કરવાનું ચૂકશો નહીં. (Beaches of Gujarat)

ચોપાટી બીચ - Chopati Beach

ચોપાટી બીચ - Chopati Beach

ચોપાટી બીચ (Chopati Beach) ગુજરાતના પોરબંદરમાં આવેલું છે. આ પણ ગુજરાતનો સૌથી સ્વચ્છ બીચ છે. બીચની નજીક કીર્તિ મંદિર છે, તેથી તેની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.

અમદાવાદથી પોરબંદર વચ્ચેનું અંતર 394 કિલોમીટર છે. પરિવાર સાથે અથવા મિત્રો સાથે ફરવા, આરામદાયક વેકેશન અને ઉજવણીની મોજ આવે છે. (Beaches of Gujarat)

માધવપુર બીચ - Madhavpur Beach

માધવપુર બીચ - Madhavpur Beach

માધવપુર બીચ (Madhavpur Beach) ઉજવણી માટે યોગ્ય સ્થળ છે. સમુદ્રની લહેરોમાં રમવા અને નહાવાની સાથે તમે અહીં ઊંટની સવારી પણ કરી શકો છો.

બીચ પર ઘણી દુકાનો પણ છે, જ્યાંથી તમે સ્થાનિક વસ્તુઓ ખરીદી શકો છો. તેમજ તમે ભોજનનો આનંદ માણી શકો છો. (Beaches of Gujarat)

સોમનાથ બીચ - Somnath Beach

સોમનાથ બીચ - Somnath Beach

સોમનાથ મંદિરો માટે પ્રખ્યાત છે. લોકો સોમવનાથ ખાસ કરીને મંદિરના દર્શન કરવા આવે છે, પરંતુ જો તમે ગુજરાત આવ્યા હોવ તો મંદિરની સાથે સોમનાથ બીચ (Somnath Beach) ની મુલાકાત જરૂર લો.

ચોક્કસ આ તમારા નવા વર્ષની શ્રેષ્ઠ સફર સાબિત થશે. સોમનાથ બીચ સોમનાથ મંદિરની ખૂબ નજીક છે. સોમનાથ બીચનો નજારો જોઈને તમારું મન પ્રફુલ્લિત થઈ જશે. (Beaches of Gujarat)

દ્વારકા બીચ - Dwarka Beach

દ્વારકા બીચ - Dwarka Beach

ગુજરાતના દ્વારકા શહેરમાં પણ એક બીચ છે, જ્યાં તમે નવા વર્ષની ઉજવણી કરી શકો છો. દ્વારકા બીચ (Dwarka Beach) પણ ઘોંઘાટથી દૂર શાંત અને સુંદર છે.

જો તમે આરામદાયક વેકેશન શોધી રહ્યા છો, તો તમારે દ્વારાકા બીચ આવવું જ જોઈએ. આ ઉપરાંત દ્વારકા શહેર તેના મંદિરો માટે પણ જાણીતું છે. અહીં દરેક ગલીમાં મંદિરો છે.

દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. અમદાવાદથી દ્વારકાનું અંતર અંદાજે 439 કિમી છે. (Beaches of Gujarat)

English summary
Travel Tips : These beautiful beaches in Gujarat are budget friendly to visit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X