અજબ-ગજબ રચનાઓનું નગર - વિરાટનગર!

Written By:
Subscribe to Oneindia News

ભારતમાં ઘણા ઐતિહાસિક સ્થળો સાથે ચિત્ર-વિચિત્ર વાર્તાઓ, કહેવતો અને રચનાઓ જોડાયેલી હોય છે. આવું જ એક અજીબો-ગરીબ રચનાવાળું સ્થળ એટલે રાજસ્થાનનું વિરાટનગર. વિરાટનગર એક નવોદિત પર્યટન સ્થળ છે, જે બૈરાય નામથી પણ પ્રચલિત છે. 'વિરાટનગર'નું નામ જાણે આપણને મહાભારતના સમય તરફ પાછું લઇ જાય છે.

એક પૌરાણિક કથા અનુસાર આ જગ્યાની શોધ રાજા વિરાટે કરી હતી, જેમના રાજ્યમાં પાંડવોએ એક વર્ષ સુધી ગુપ્તવાસ કર્યો હતો. પાંડવોને 13 વર્ષના વનવાસની સજા મળી હતી, જેમાંથી એક વર્ષ તેમણે અજ્ઞાતવાસમાં રહેવાનું હતું. આ અજ્ઞાતવાસ માટે પાંડવોએ વિરાટનગર પર પસંદગી ઉતારી હતી.

ભીમની ડુંગરી

ભીમની ડુંગરી

ભીમની ડુંગરી વિરાટનગરમાં સ્થિત એક વિરાટ ગુફા છે, જે ઘણી પૌરાણિક કથાઓને કારણે પ્રસિદ્ધ છે. એવું મનાય છે કે, અહીંના રહેવાસ દરમિયાન ભીમે આ સ્થાનને પોતાના નિવાસ સ્થાન તરીકે પસંદ કરી હતી. ભીમને ખાવાનો અને ખાવાનું બનાવવાનો એમ બંન્ને વસ્તુનો શોખ હતો, આથી તેમણે રાજા વિરાટના રાજમહેલમાં રસોઇયા તરીકે રહેવાનું પસંદ કર્યું.

Image Courtesy: Giridharmamidi

અશોક શિલાલેખ

અશોક શિલાલેખ

અશોક શિલાલેખ, સમ્રાટ અશોક દ્વારા જાહેર કરવામાં આવેલું, પથ્થર પર કોતરાયેલું સૌથી જૂનું આજ્ઞાપત્ર છે, જે વિરાટનગરના મુખ્ય રસ્તાથી 100 મિનિટની દૂરી પર છે. સુંદર દ્રશ્ય અને મહત્વપૂર્ણ ઇતિહાસ ધરાવતી આ એક એકાંત જગ્યા છે. મૌર્ય વંશના મહાન શાસક સમ્રાટ અશોકે ઇ.સ. પૂર્વે 232થી લઇને ઇ.સ. પૂર્વે 269 સુધી ભારત પર શાસન કર્યું હતું. તેમણે પોતાની ઘણી ઘોષણાઓ, મહત્વપૂર્ણ આદેશો, કાયદોઓને અલગ-અલગ પથ્થરોમાં કોતરાવીને આજ્ઞાપત્રના રૂપમાં લખાવ્યું હતું, જે તમને ભારતના વિભિન્ન પ્રદેશોમાં જોવા મળશે.

Image Courtesy: Giridharmamidi

બીજકનો પહાડ

બીજકનો પહાડ

બીજકના પહાડ પર બૌદ્ધ મઠના અનેક અવશેષ મળી આવે છે, જેના દ્વારા ઇતિહાસના ઘણા સોનેરી રહસ્યો તમારી સામે ખુલે છે. કહેવાય છે કે, અહીંના 8 મઠ એ સમયે પણ ઉપસ્થિત હતા, જ્યારે હ્વેન ત્સાંગ અહીંના પ્રવાસે આવ્યા હતા. અહીં નીચેના ભાદમાં એક પરિપત્ર કક્ષ છે, જે મંદિરના અંદરના ભાગ જેવું દેખાય છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિરની સૌથી જૂની સંરચના છે. મંદિરની બહારની દિવાલો પર બૌદ્ધિક શિલાલેખ ખોદવામાં આવ્યા છે, જે બ્રાહ્મી લિપિમાં લખાયા છે. અહીં સમ્રાટ અશોકના બીજા આજ્ઞાપત્રો પણ વિશાળ ગ્રેનાઇટ પથ્થરમાં કોતરાયેલા જોવા મળે છે.

Image Courtesy: Rafatalam100

વિરાટનગર કઇ રીતે જશો?

વિરાટનગર કઇ રીતે જશો?

  • વિમાન યાત્રાઃ વિરાટનગરથી સૌથી નજીકનું એરપોર્ટ છે, જયપુરનું સાંગાનેર એરપોર્ટ. આ એરપોર્ટ ભારતના ઘણા મુખ્ય શહેરો જેવા કે, મુંબઇ, દિલ્હી, જોધપુર, ઔરંગાબાદ વગેરે સાથે જોડાયેલું છે.
  • રેલ યાત્રાઃ જયપુર અહીંનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે.
  • રોડ યાત્રાઃ રોડથી વિરાટનગર પહોંચવા માટે તમારે સૌથી પહેલા બસ દ્વારા જયપુર પહોંચવું પડશે. દિલ્હી કે આગ્રાથી તમે ખૂબ આરામથી જયપુર પહોંચી શકશો, જ્યાંથી કોઇ પર્સનલ કેબ બુક કરીને તમે વિરાટનગર જઇ શકશો.

Image Courtesy: Giridharmamidi

English summary
Travel Guide: Viratnagar, Rajasthan.
Please Wait while comments are loading...