ઐતિહાસિક મહત્વ ધરાવતું આશ્ચર્યજનક શહેર, વારંગલ
વારંગલ ભારતના દક્ષિણી રાજ્ય તેલંગણાનો એક જિલ્લો છે અને 12મી તથા 14મી સદીના મધ્યમાં કકાતિયા શાસકોની રાજધાની હતું. રાજ્યનાં પાંચમા સૌથી મોટા શહેર વારંગલને પોતાના વિશાળ ટીલા, જેને એક મોટી ચટ્ટાણમાંથી કાપીને બનાવવામાં આવ્યું છે, કારણ કે પ્રાચીન સમયમાં ઓરગૂગૌલૂ અથવા ઓમ્ટીકોંડાના નામથી જાણીતું હતું. વારંગલ શહેર હનામાકોંડા અને કાજીપેટને ભેળવીને બનાવામાં આવ્યું છે.
વારંગલ કિલ્લા જેવી અનેક વાસ્તુકળા સમૃદ્ધ ઇમારતો પ્રવાસીઓ માટે લોકપ્રીય આકર્ષણ છે અને એવું માનવામાં આવે છેકે આ સુંદર શહેરના નિર્માણ પાછળ કકાતિયા વંશના પ્રોલા રાજાનો હાથ હતો. ઇટલીના પ્રસિદ્ધ યાત્રી મારકો પોલોએ પોતાની યાત્રા પુસ્તિકમાં વારંગલ અંગે લખ્યું છે અને કકાતિયા શાસન દરમિયાન સાંસ્કૃતિક અને પ્રશાસનિક ક્ષેત્રમાં આ સ્થળના વર્ચસ્વનું વર્ણન મળે છે.
વારંગલની અર્થવ્યવસ્થા મુખ્યતઃ કૃષિ આધારિત છે અને લાલ મિર્ચ, તંબાકુ અને ચોખા અહીં મુખ્ય રીતે ઉગાડવામાં આવતા પાકો છે. જેમકે અમે પહેલા જણાવી ચૂક્યા છીએકે 12મીથી 14મી સદીના મધ્યમાં કકાતિયા વંશના શાસકોએ વારંગલ પર રાજ કર્યું. પ્રતાપ રુદ્રના પરાજય બાદ મસુનરી નાયકોએ 50 વર્ષ સુધી શાસન કર્યું. આ શાસન અંગત અદાવત અને વિભિન્ન નાયક પ્રમુખો વચ્ચે વિશ્વાસની ઉણપ હોવાના કારણે ખતમ થઇ ગયું અને બહમની લોકોએ શહેરના પ્રશાસનને પોતાના હાથમાં લીધું.
મોગલ શાસક ઔરંગઝેબે 1687માં ગોલકુંડા સલ્તનત પર કબજો કર્યો અને 1724 સુધી તે આવું જ રહ્યું. 1724માં હૈદરાબાદ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું અને મહારાષ્ટ્ર-કર્ણાટકના ક્ષેત્રો સાથે વારંગલ તેનો ભાગ બની ગયું. વર્ષ 1948માં હૈદરાબાદ ભારતીય રાજ્ય બન્યુ અને 1956માં આ રાજ્યને તેલગુ ભાષી વિસ્તાર કાપીને આધુનિક આંધ્ર પ્રદેશનો ભાગ બની ગયું. વારંગલના શિલાલેખોથી એ પ્રકારના પૂરાવા મળે છેકે 12મી સદી પહેલા કાકતિપુરા વારંગલ શહેરનું વૈકલ્પિક નામ હોઇ શકે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ તેલંગણાના વારંગલને.

પખલ ઝીલ
વારંગલમાં આવેલી પ્રાચીન પખલ ઝીલ

હજાર થાંભલાવાળું મંદિર
વારંગલમાં આવેલું હજાર થાંભલાવાળું મંદિર

હજાર થાંભલાવાળું મંદિર
વારંગલમાં આવેલું હજાર થાંભલાવાળું મંદિર

વારંગલ કિલ્લો
વારંગલમાં આવેલો કલાત્મક કિલ્લો

વારંગલ કિલ્લો
વારંગલમાં આવેલો કલાત્મક કિલ્લો

વારંગલ કિલ્લો
વારંગલમાં આવેલો કલાત્મક કિલ્લો












Click it and Unblock the Notifications
