keyboard_backspace

World Earth Day 2022: જાણો નષ્ટ થતી પૃથ્વીને બચાવવાનુ આ અભિયાન કેવી રીતે થયુ શરુ

આવો, પૃથ્વી દિવસ વિશે તમને વિસ્તારથી જણાવીએ.

Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આપણે જે ઘરમાં રહી છીએ તેની દેખરેખ આપણે સારી રીતે કરીએ છીએ. એ જ રીતે પૃથ્વી પણ આપણા સહુનુ ઘર છે, પછી તેના પ્રત્યે આટલી બેદરકારી કેમ કરવામાં આવે છે. વૃક્ષો અને જંગલોની ઝડપથી થઈ રહેલી કાપણી, વધતી ગાડીઓની સંખ્યા વગેરેને જોઈને લાગે છે કે આપણે પર્યાવરણનુ મહત્વ સમજી શક્યા નથી. આના પરિણામે લૂ, પૂર, દુષ્કાળ, તોફાન વગેરે સ્વરૂપે આપણે જોવા મળે છે.

આ જ કારણ છે કે અમેરિકી સેનેટર જેરાલ્ડ નેલ્સન(Gaylord Nelson) એ 1970માં વિશ્વ પૃથ્વી દિવસ(Earth Day)ની સ્થાપના કરી હતી. દૂષિત થઈ રહેલી પૃથ્વીને જોતા દર વર્ષે 22 એપ્રિલે અર્થ ડે મનાવવામાં આવે છે જેથી નષ્ટ થઈ રહેલી પૃથ્વીને બચાવી શકાય. આ વખતે 22 એપ્રિલ, શુક્રવારે કુલ 199થી વધુ દેશ મળીને આ દિવસ મનાવશે. આવો, પૃથ્વી દિવસ વિશે તમને વિસ્તારથી જણાવીએ.

પર્યાવરણ શિક્ષણ તરીકે થઈ શરુઆત

પર્યાવરણ શિક્ષણ તરીકે થઈ શરુઆત

જ્યારે દૂષિત થઈ રહેલી પૃથ્વીને જોતા ઘણા મોટામોટા વૈજ્ઞાનિકોએ પણ ચિંતા વ્યક્ત કરવાનુ શરુ કરી દીધુ હતુ ત્યારે અમેરિકી સેનેટર જેરાલ્ડ નેલ્સને એક સેમિનારમાં 1970ના વસંતમાં પર્યાવરણ પર રાષ્ટ્રવ્યાપી જન સાધારણ પ્રદર્શનનુ એલાન કર્યુ હતુ. આ રાષ્ટ્રવ્યાપી જન આંદોલનમાં અમેરિકાની ઘણી સ્કૂલો અને કૉલેજોએ ભાગ લીધો હતો. નેલ્સનનો પ્રયાસ રંગ લાવ્યો અને 22 એપ્રિલ, 1970થી વિશ્વ પૃથ્વી દિવસની શરુઆત થઈ. આ આંદોલનના માધ્યમથી નેલ્સને લોકોનુ ધ્યાન પ્રદૂષણ, જળવાયુ પરિવર્તન, ગ્લોબલ વૉર્મિંગ જેવી ગંભીર મુદ્દાઓ તરફ ખેંચ્યુ.

સંયુક્ત રાષ્ટ્રનુ મળ્યુ સમર્થન

સંયુક્ત રાષ્ટ્રનુ મળ્યુ સમર્થન

પહેલા આખી દુનિયામાં વર્ષમાં બે દિવસ (21 માર્ચ અને 22 એપ્રિલ)ના રોજ પૃથ્વી દિવસ મનાવાતો હતો. જ્યારે 1970માં પહેલી વાર પૃથ્વી દિવસ મનાવવામાં આવ્યો હતો ત્યારથી લઈને આજ સુધી આખી દુનિયા આ દિવસે પૃથ્વી દિવસ મનાવે છે. આ દિવસનો ઉદ્દેશ લોકોને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃત કરવાનો છે. આ જ કારણ છે કે આ પ્રયાસની સંયુક્ત રાષ્ટ્રએ પણ પ્રશંસા કરી અને 2009માં પૃથ્વી દિવસને સંયુક્ત રાષ્ટ્રનુ પણ સમર્થન મળ્યુ.

અમેરિકામાં ટ્રી ડે

અમેરિકામાં ટ્રી ડે

22 એપ્રિલના રોજ અમેરિકા ટ્રી ડે તરીકે પણ મનાવે છે. વધતી ગ્લોબલ વૉર્મિંગને જોતા અને પર્યાવરણની સુરક્ષા માટે આ દિવસે લોકોને ફૂલ-છોડ વાવવા માટે પ્રેરિત કરવામાં આવે છે.

આ વર્ષે એક નવી થીમ

આ વર્ષે એક નવી થીમ

પ્રત્યેક વર્ષે અર્થ ડે સંગઠન એક નવી થીમ સાથે આવે છે. વર્ષ 2022ની થીમ છે - 'આપણી ધરતી, આપણી તંદુરસ્તી'. એટલે કે જેવી હાલત આપણી પૃથ્વીની રહેશે, તેવી જ આપણી તંદુરસ્તી પણ રહેશે. સાફ, સ્વચ્છ અને સારી ધરતી એટલે બધા તંદુરસ્ત.

તમે પણ આપો યોગદાન

તમે પણ આપો યોગદાન

વિશ્વ પૃથ્વી દિવસને સફળ બનાવવા માટે તમે પણ પોતાનુ યોગદાન આપી શકો છો. આના માટે તમારે ફૂલ-છોડ વાવવા પર જોર આપવુ પડશે. સાથે જ તમારે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનુ ટાળવુ પડશે. પોતાની આસપાસનુ વાતાવરણ સાફ રાખો અને બની શકે તેટલી વિજળીની બચત કરો.

Related News
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X