For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હલવો ખવડાવીને બંધ કરી દીધા નાણા મંત્રાલયના 100 અધિકારીઓને

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, (વિવેક શુક્લા) બ્રિટિશ આર્કિટેક્ટ હરબર્ટ બેકર દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ નોર્થ બ્લોકમાં નાણા મંત્રાલયના લગભગ 100 જેટલા અધિકારીઓને બંધ કરી દેવામાં આવ્યા છે. હવે તેઓ પોતાના પરિવાર સાથે પણ 28 ફેબ્રુઆરી સુધી નહીં મળી શકે. આ તમામ દેશનું આગામી સામાન્ય બજેટ બનાવવાની પ્રક્રિયામાં લાગ્યા છે.

હલવો ખવડાવ્યો
અત્રે નોંધનીય છે કે આ પહેલા ગઇકાલે નાણા મંત્રીએ સૌને હલવો પણ ખવડાવ્યો. હવે આ 28 ફેબ્રુઆરી સુધી ઘરે નહી જઇ શકે. જાણકારી અનુસાર કેન્દ્રીય બજેટ 2015-16 તૈયાર કરવાની પ્રક્રિયાથી જોડાયેલ 100થી પણ વધારે અધિકારીઓને નોર્થ બ્લોક સ્થિત 'બજેટ પ્રેસ'માં લોક કરી દેવામાં આવ્યા અને હવે તેઓ આગામી 28 ફેબ્રુઆરી સુધી લોકસભામાં નાણા મંત્રીનું બજેટ ભાષણ પૂર્ણ થવા સુધી ત્યાં જ રહેશે.

arun jaitley
બજેટનું છાપકામ
આની વચ્ચે કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીની હાજરીમાં અત્રે હલવા સમારંભનું આયોજન કરવામાં આવ્યું, જે કેન્દ્રીય બજેટ 2015-16ના બજેટ દસ્તાવેજોના પ્રિટિંગ કાર્યની શરૂઆતને દર્શાવે છે.

લોક ઇન કરવામાં આવ્યા
બજેટ બનાવવાની પ્રક્રિયામાં ગુપ્તતાને જાળવી રાખવા માટે બજેટ તૈયાર કરવા સાથે જોડાયેલા અધિકારીઓને લોક ઇન કરી દેવામાં આવે છે. આ અધિકારીઓ 28 ફેબ્રુઆરીના રોજ નાણા મંત્રી દ્વારા સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરાઇ રહે બાદમાં ઘરે જઇ શકશે.

budget
ઉચ્ચ અધિકારીઓ હાજર
આ અવસરે નાણા મંત્રી અરુણ જેટલીની સાથે નાણા રાજ્ય મંત્રી જયંત સિંહા, નાણા સચિવ રાજીવ મહર્ષિ, રાજસ્વ સચિવ શક્તિકાંત દાસ, નાણાકિય સેવા વિભાગમાં સચિવ હસમુખ અધિયા, વિનિવેશ વિભાગમાં સચિવ આરાધના જોહરી, સીબીડીટીની અધ્યક્ષ અનિતા કપૂર, સીબીઇસીના અધ્યક્ષ કૌશલ શ્રીવાસ્તવ, ડીઇએમાં સંયુક્ત સચિવ રજત ભાર્ગવ અને નાણા મંત્રાલયના અન્ય ઘણા વરિષ્ઠ અધિકરીઓ હાજર હતા.

નાણા મંત્રાલયના સંયુક્ત સચિવના નેતૃત્વમાં આર્થિક મામલાના વિભાગનું બજેટ ડિવિઝન વાર્ષિક બજેટ તૈયાર કરે છે. આ પ્રક્રિયા શરૂ કરવા માટે બજેટ ડિવીઝન દરેક વર્ષે વાર્ષિક બજેટ સર્કુલર જારી કરે છે. આ સર્કુલરમાં તૈયાર કરનારા બજેટ અનુમાનોના વક્તવ્ય અને સામગ્રીના સંબંધમાં કેન્દ્ર સરકારના મંત્રાલયો/વિભાગો માટે વિસ્તૃત નિર્દેશ હોય છે.

આની વચ્ચે જાણકારોએ જણાવ્યું કે જેમને બંધ કરવામાં આવ્યા છે, તેમને નોર્થ બ્લોકની અંદર તમામ સુવિધાઓ મળી રહેશે. તેમને નાવા-ધોવાથી લઇને ખાવા-પીવા સુધીની તમામ સુવિધાઓ મળી રહેશે.

English summary
100 Finance ministry officials are locked. They are busy in making of Union budget, which Finance Minister Arun Jaitley will present in Parliament on Feb 28th.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X