For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં દુકાળ, 1207 કરોડનું રાહત પેકેજ

|
Google Oneindia Gujarati News

farmer
મુંબઇ, 13 માર્ચઃ મહારાષ્ટ્રમાં દુકાળે રાજ્યના ખેડુતોની કમર તોડી નાંખી છે. મહારાષ્ટ્રના 34 જિલ્લાઓમાં દુકાળનું સંકટ છે. જેને લઇને ઇજીઓએમએ 1207 કરોડ રૂપિયાનું દુકાળ પેકેજ આપવાનો નિર્ણય કર્યો છે. કૃષિમંત્રી શરદ પવારની અધ્યક્ષતાવાળા મંત્રીઓના અધિકાર પ્રાપ્ત સમૂહ ઇજીઓએમ મહારાષ્ટ્ર માટે 1207 કરોડ રૂપિયાના દુકાળ રાહત પેકેજને મંજૂર કર્યું છે. ગૃહમંત્રી અને દુકાળ સંબંધિત ઇજીઓએમના સંભ્ય સુશીલ કુમાર શિંદેએ જણાવ્યું કે મહારાષ્ટ્ર માટે 1207 કરોડ રૂપિયાના દુકાળ રાહત પેકેજને મંજૂર કરવામાં આવ્યું છે. 1207 કરોડ રૂપિયામાંથી 807 કરોડ રૂપિયા રાષ્ટ્રીય આપત્તિ રાહત ફંડ હેઠળ રાજ્યના 3905 ગામોને આપવામાં આવશે.

મહારાષ્ટ્રમા દુકાળના કારણે ખેડુતોના ખેતરોમાં ઉગેલા પાકો બરબાદ થઇ ગયા છે. તેમણે કહ્યું કે 400 કરોડ રૂપિયા રાષ્ટ્રીય બાગવાની મિશન હેઠળ 1100 ગામોને આપવામાં આવશે, જ્યાં દુકાળ પડવાથી પાક બરબાદ થઇ ગયો છે. આ પહેલા મહારાષ્ટ્ર સરકારે રાજ્યના દુકાળગ્રસ્ત વિસ્તારોના ખેડુતો માટે રાષ્ટ્રીય આફત રાહત ફંડ હેઠળ 1801 કરોડ રૂપિયા આપવામાં આવે તેવી માંગ કર હતી, પરંતુ કેન્દ્રીય ટીમે સ્થિતિનું અવલોકન કર્યા બાદ 872 કરોડ રૂપિયા આપવામાં આવે તેવી ભલામણ કરી હતી. પાકોના નુક્સાનની ભરપાઇ કરવા માટે ગયા વર્ષે ફંડ હેઠળ રાજ્ય માટે 778 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના ખેડુતો માટે પેકેજની ઘોષણા સાથો-સાથ ઇજીઓમના સભ્ય અને ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ જણાવ્યું કે કેરળ અને અન્ય રાજ્યો માટે પણ દુકાળ રાહત પેકેજ મંજૂર કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં અંદાજે 34 જિલ્લાઓ જેમાં સોલાપુર, અહમદનગર, સાંગલી, પુણે, સતારા, બીડ અને નાસિક દુકાળથી સૌથી વધારે પ્રભાવિત જિલ્લા છે. રાજ્યમાં કેટલાક જિલ્લામાં ઘાસચારા અને પાણીની ગંભીર સમસ્યા સર્જાયી છે. અધિકારીઓએ કહ્યું કે મોટાભાગોમાં પ્રભાવિત ગામોમાં ટેન્કરો થકી પાણીની આપૂર્તિ કરવામાં આવી રહી છે.

English summary
Agriculture Minister Sharad Pawar approved Rs 1,207 crore relief package to Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X