Agriculture : 18 વીઘાના દાડમ અને 80 ટન દાડમનું ઉત્પાદન, જાણો ખેડૂતની સફળતાની કહાની
Agriculture : ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં દાડમની ખેતી ઝડપથી વધી રહી છે. સારા ઉત્પાદન અને મેનેજમેન્ટમાં આસાનીને કારણે ખેડૂતો દાડમની ખેતી અપનાવતા થયા છે.
ગુજરાતમાં દાડમની ખેતી કરતા અગ્રણી જિલ્લાઓમાં મોરબી જિલ્લો અને તેનો ખાસ કરીને હળવદ તાલુકો ઘણો આગળ છે. અહીં ખેડૂતો મોટાપાયે દાડમની ખેતી તરફ આગળ વધી રહ્યા છે.

આજે આપણે જે ખેડૂતની વાત કરવા જઈ રહ્યાં છીએ તે હળવદ તાલુકાના સુર્યનગર ગામના ખેડૂત છે. આ ખેડૂતે તેની મહેનતથી પરંપરાગત ખેતી છોડીને દાડમની ખેતીમાં મોટી સફળતા મેળવી છે.
અહીંના ખેડૂત રમેશભાઈ પરમાર આસપાસના વિસ્તારોના ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. તેમને દાડમની ખેતીમાં મબલખ ઉત્પાદન લઈને ખેડૂતો માટે નવો ચીલો ચિતર્યો છે.
18 વીઘાના દાડમમાંથી 80 ટન ઉત્પાદન
રમેશભાઈ પરમાર જણાવે છે કે તેમની પાસે 18 વીઘા જમીનમાં બગીચો છે. 8 વર્ષ જુના આ બગીચામાં તેમને આ સિઝને અંદાજે 80 ટન જેટલુ ઉત્પાદન મળશે.
રમેશભાઈ તેના બગીચા વિશે વાત કરતા આગળ જણાવે છે કે તેમને શરૂઆતમાં ખેડૂતો દાડમ વાવતા ડરતા હતા ત્યારે દાડમનું વાવેતર કર્યુ. તેમનું આ સાહસ આજે સફળતાની કહાનીમાં પરિવર્તિત થઈ ગયુ છે.
પ્રતિ ઝાડ 40 કિલોથી વધારે ઉત્પાદન

રમેશભાઈ આ સિઝનના ઉત્પાદન વિશે વાત કરતા જણાવે છે કે તેમને હાલ પ્રતિ ઝાડ 40 કિલોથી વધારે ઉત્પાદન મળશે. હાલ સારા બજાર ભાવ મળતા હોવાને કારણે વીઘે 3.5 થી 4 લાખ રૂપિયાનું ઉત્પાદન મળશે.
રમેશભાઈ આગળ જણાવે છે કે તેમના વિસ્તારની જમીન સાથે સાથે હવામાન અને પાણી દાડમના ઝાડને અનુકુળ આવે છે. આ જ કારણ છે કે તેમને મબલખ ઉત્પાદન મળી રહ્યું છે.
દાડમની ખેતીનું હદ બનતો મોરબી જિલ્લાનો હળવદ તાલુકો

જણાવી દઈએ કે એક સમયે આ વિસ્તારમાં પાણીની સમસ્યાને કારણે ખેડૂતોની સ્થિતી બેહાલ હતી. આ પછી નર્મદાના પાણી પહોંચ્યા અને ખેડૂતોની મહેનતે ખેતીમાં ચાર ચાંદ લગાવી દીધા. હવે આ વિસ્તારના ખેડૂતો પરંપરાગત ખેતીથી હટીને બાગાયત ખેતી તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે.
અહીં ખેડૂતો દાડમનું મોટાપાયે વાવેતર કરતા હવે દેશભરના વેપારીઓ પણ આકર્ષિત થયા છે. આ જ કારણ છે કે ઉત્પાદન સાથે સાથે ખેડૂતોને મોટુ ઉત્પાદન પણ મળી રહ્યું છે.












Click it and Unblock the Notifications
