Coconut farming : દરિયાકાંઠાના ખેડૂતોને સદ્ધર બનાવતી નાળીયેરની ખેતી, વાવેતર વિસ્તારમાં મોટો વધારો
Coconut farming : સમગ્ર વિશ્વમાં ૨ સપ્ટેમ્બરના રોજ વિશ્વ નાળિયેર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ નાળિયેરના સ્વાસ્થ્યવર્ધક ગુણો અને તેના બહુવિધ ઉપયોગો વિશે લોકોને જાગૃત કરવાનો છે.
ભારત નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન અને નિકાસ કરનારા અગ્રણી દેશોમાંનું એક છે. ગુજરાતમાં પણ નાળિયેરની ખેતીને પ્રોત્સાહન આપીને ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે.

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે નાળિયેર દિવસ નિમિત્તે જણાવ્યું કે, છેલ્લા એક દાયકામાં નાળિયેરના વાવેતર વિસ્તારમાં મોટો વધારો થયો છે. વર્ષ ૨૦૧૪-૧૫માં નાળિયેરનો વાવેતર વિસ્તાર ૨૨,૪૫૧ હેક્ટર હતો તે વધીને વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૮,૧૯૭ હેક્ટર થયો છે, જે ૫,૭૪૬ હેક્ટરનો વધારો દર્શાવે છે. હાલમાં ગુજરાતમાં લીલા નાળિયેરનું વાર્ષિક ઉત્પાદન ૨૬.૦૯ કરોડ યુનિટથી પણ વધુ છે.
ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય હોવાથી ગુજરાતમાં નાળિયેરના ઉત્પાદનની વિપુલ તકો છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં હાલમાં ૪૫.૬૧ લાખ હેક્ટર ખેતીલાયક જમીન છે. આ જમીનનો ઉપયોગ કરીને નાળિયેરના વાવેતર વિસ્તારને વર્તમાન ૨૮,૦૦૦ હેક્ટરથી વધારીને ૭૦,૦૦૦ થી ૮૦,૦૦૦ હેક્ટર સુધી લઈ જવાની ક્ષમતા છે.
હાલમાં ગુજરાતમાં મુખ્યત્વે ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, કચ્છ, નવસારી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં નાળિયેરનું ઉત્પાદન થાય છે. સરકાર અન્ય દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ આ ખેતીને પ્રોત્સાહન આપી રહી છે.
રાજ્ય સરકારે નાળિયેરની ખેતી અને તેના સંબંધિત ઉદ્યોગોના સંકલિત વિકાસ માટે ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. આ કાર્યક્રમ માટે ચાલુ વર્ષના બજેટમાં ૫.૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.
- વાવેતર માટે : પ્રતિ હેક્ટર ૩૭,૫૦૦ સુધીની ૭૫% સહાય.
- સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થાપન માટે : પ્રતિ હેક્ટર ૫,૦૦૦ સુધીની ૫૦% સહાય.
- પ્લાન્ટિંગ મટિરિયલ્સ માટે : પ્રતિ હેક્ટર ૧૩,૦૦૦ સુધીની ૯૦ ટકા સહાય.
આ તમામ સહાય ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા થાય છે, જે ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થાય છે. આ સહાય પ્રતિ ખેડૂત/ખાતા દીઠ મહત્તમ ૪ હેક્ટરની મર્યાદામાં મળે છે.
નાળિયેરના ઘણા સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ ઉપરાંત નાળિયેરનું મૂલ્યવર્ધન કરીને પણ ખેડૂતો મબલખ આવક મેળવી રહ્યા છે. રાજ્યના ઘણા ખેડૂતો અને કૃષિ એકમો નાળિયેરમાંથી વિવિધ ઉત્પાદનો બનાવી રહ્યા છે.
- તેલ અને વર્જિન કોકોનટ ઓઈલ
- નાળિયેરનું દૂધ અને પાણીના ટેટ્રાપેક/બોટલ
- કુકીઝ, બરફી, વિનેગર, ફ્લેક્સ અને ચિપ્સ
- નીરા અને ઓઈલ કેક
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઉત્પાદિત નાળિયેરમાંથી આશરે ૪૦ ટકા જેટલા ત્રોફાની દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ થાય છે. ગુજરાત સરકારના સક્રિય પ્રયાસોથી નાળિયેરની ખેતી રાજ્યના ખેડૂતો માટે સમૃદ્ધિનું નવું દ્વાર ખોલી રહી છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
