કેન્દ્ર સરકારનો કપાસ પરની આયાત ડ્યૂટી હટાવી, ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ

કેન્દ્ર સરકારે કપાસની આયાત પર લાગતી 11 ટકાની ડ્યૂટી હટાવી છે. આ નિર્ણયને કારણે સ્થાનિક બજારમાં કપાસના ભાવ પર સીધી અસર થવાની શક્યતા છે, જેનાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ નિર્ણયને કારણે ખેડૂતોના મનમાં ઘણા સવાલો ઊભા થયા છે. એક તરફ દેશના ખેડૂતોને કપાસના પૂરતા ભાવ મળી રહ્યા નથી અને તેઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકારે આયાત ડ્યૂટી હટાવીને વિદેશી કપાસનો માર્ગ સરળ બનાવ્યો છે.

Cotton

આ પગલાથી સ્થાનિક કપાસના ભાવ વધુ ઘટવાની ભીતિ છે, જેનાથી ખેડૂતોની હાલત વધુ કફોડી થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણય પાછળનું એક કારણ અમેરિકા સાથેના વ્યાપારી સંબંધોને સુધારવાનું હોઈ શકે છે.

આ નિર્ણયથી ભારતીય ખેડૂતોને સીધું નુકસાન થઈ રહ્યું છે અને આ સ્થિતિને પડ્યા પર પાટુ જેવી ગણાવવામાં આવી રહી છે.

આ આયાત ડ્યૂટી હટાવવાથી દેશમાં વિદેશી કપાસનો પ્રવાહ વધશે. જેના કારણે સ્થાનિક બજારમાં ભાવનું સંતુલન ખોરવાઈ શકે છે. સરકારે આ નિર્ણય લેતા પહેલા ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખ્યા નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને આ કારણે દેશભરના ખેડૂત સંગઠનોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ પગલાથી કપાસ ઉત્પાદન કરતા રાજ્યો જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણાના ખેડૂતોને સૌથી વધુ ફટકો પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X