રાજકોટ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો ક્યો, જાણો નવા ભાવ
રાજકોટ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
સંઘ દ્વારા દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં સીધો 20 રૂપિયાનો વધારો કરાતા હવે પશુપાલકોની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે.

આ નવા ભાવ વધારાના અમલ બાદ હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટના 810 રૂપિયાના બદલે 830 રૂપિયા ચૂકવવામાં આવશે.
રાજકોટ દૂધ સહકારી સંઘના આ આર્થિક નિર્ણયનો સીધો લાભ જિલ્લાના આશરે 50,000 જેટલા પશુપાલકોને આજથી જ મળવાપાત્ર થશે.
દૂધના ખરીદ ભાવમાં કરાયેલા આ વધારાને કારણે ગ્રામ્ય સ્તરે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.












Click it and Unblock the Notifications
