Farmer Producer Organization : હળવદ તાલુકાના ખેડૂતોએ FPO ની શરૂઆત કરી, જાણો કેવી રીતે ખેડૂતોને મદદરૂપ બનશે?
Farmer Producer Organization: કેન્દ્ર સરકાર અને રાજ્યની ગુજરાત સરકાર ખેડૂતોને આગળ લાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનાઓમાં એફપીઓ એટલે કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન એક સૌથી મહત્વની યોજના છે.
ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન દ્વારા ખેડૂતો સંગઠિત થઈને ખેતી ખર્ચ ઘટાડવાથી લઈને તેમના ખેત ઉત્પાદનનોને સારા ભાવે બજારમાં પોતાના બ્રાન્ડિંગ દ્વારા વેચી શકે છે.

આ જ રસ્તે ચાલતા હળવદ તાલુકાના ખેડૂતોએ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનની શરૂઆત કરી છે. હાલ આ સંગઠનનમાં 150 જેટલા ખેડૂતો જોડાયા છે અને તેને 1000 સુધી પહોંચાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન હળવદની શાનદાર શરૂઆત માટે હળવદ ખાતે ભવ્ય સમારોહનું આયોજન કરાયુ હતુ. આ પ્રસંગે યોજાયેલા ખેડૂત પરિસંવાદમાં વરિષ્ઠ વક્તાઓએ ખેતીમાં એફપીઓનું મહત્વ સમજાવ્યુ. આમાં વિસ્તારના ખેડૂતોથી લઈને ખેતી નિષ્ણાતો હાજર રહ્યાં.
આ એફપીઓની કામગીરી વિશે વાત કરીએ તો હાલ હળવદમાં ખેડૂતોના ઉત્પાદન વેચવા માટે એક સ્ટોર કાર્યરત કરાયો છે. અહીં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવશે. આ પ્રોડક્ટના વેચાણનો સીધો નફો ખેડૂતોને થશે.
આ સિવાય એફપીઓ ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓ અને જરૂરી સાધનો તેમજ ખાતર-બિયારણ રસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવાની કામગીરી કરવામાં આવશે. આ એફપીઓમાં વિસ્તારના ખેડૂતો જોડાઈ શકે છે.












Click it and Unblock the Notifications
