For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંડીમાંથી 48 કલાકમાં માલ નહિ ઉપાડ્યો તો દંડ થશેઃ હરિયાણા સરકાર

મંડીમાંથી 48 કલાકમાં માલ નહિ ઉપાડ્યો તો દંડ થશેઃ હરિયાણા સરકાર

|
Google Oneindia Gujarati News

હરિયાણા સરકાર આગામી મહિનેથી રવી સિઝનના પાકની ખરીદી કરશે. ખરીદી વિશે જાણકારી આપતાં નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપી દેવામાં આવ્યા છે કે ખરીદી કરતી મંડીઓમાં પર્યાપ્ત સંખ્યામાં બોરા અને સિલાઈ મશીન હોય. મંડીઓમાં સમય પર ખેત ઉપજની ખરીદી થવી જોઈએ, આના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સરકારના સ્પષ્ટ નિર્દેશ છે કે ખેડૂતોના જે-ફાર્મ કપાયાના 48 કલાકમાં ખેડૂતોના કાતામાં રૂપિયા પહોંચી જવા જોઈએ. જો 48 કલાકમાં ખેડૂતોની ફસલ નહિ લેવાય તો દંડ લાગશે.

mandi

વધુમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, આગામી રવી સિઝનના પાક માટે ટેકાના ભાવે ખરીદી માટે હરિયાણા સરકારે મંડી સ્તરની તમામ તૈયારીઓ કરી લીધી છે. રવી પાકની ખરીદી બે તબક્કામાં શરૂ થશે. કહ્યું કે ટ્રાન્સપોર્ટરોને 48 કલાકમાં માલ ઉઠાવવાનો આદેશ આપવામાં આવ્યો છે નહિતર દંડ ભરવા માટે તૈયાર રહે. દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, અત્યાર સુધી સાડા સાત લાખ ખેડૂતોએ પોતાનો પાક વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમણે કહ્યું કે ખેડૂતોને મંડીમાં પાક વેચવા આવતા પહેલાં તેમને સૂચિત કરવામાં આવશે.

દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું- હરિયાણા સરકાર ઘઉં અને સરસવની ખરીદી પહેલી એપ્રિલથી શરૂ કરશે તથા જૌ, ચણા અને દાળની એમએસપી પર 10 એપ્રિલથી ખરીદી શરૂ થશે. જણાવી દઈએ કે દુષ્યંત ચૌટાલાએ રવી પાકની ખરીદીને લઈ ખરીફ પ્રક્રિયા સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં ખરીદ પ્રક્રિયા સુગમ બનાવવા અને ખેડૂતોને કોઈ પ્રકારની સમસ્યા ના સર્જાય તેવા આદેશ આપવામાં આવ્યા છે.

English summary
fine will be imposed for not lifting crop from mandis in 48 hours says haryana govt. મંડીમાંથી 48 કલાકમાં માલ નહિ ઉપાડ્યો તો દંડ થશેઃ હરિયાણા સરકાર
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X