Agriculture : ગુજરાતમાં 10 જૂલાઈ સુધીમાં કેટલુ ચોમાસું વાવેતર થયુ? જાણો અત્યારસુધીના વરસાદના આંકડા
ગુજરાતમાં આ વખતે ચોમાસાની સારી શરૂઆત થઈ છે. આ જ કારણ છે કે ચોમાસુ વાવેતરનું પણ સારૂ પ્રમાણ જોવા મળ્યુ છે.
રાજ્ય સરકાર તરફથી વરસાદ અને વાવેતરને લઈને પ્રવક્તા મંત્રી ઋષિકેષ પટેલે આંકડા જાકી કર્યા છે. આ વખતે વરસાદ અને વાવેતર બન્ને ખેડૂતોના પક્ષમા રહ્યું છે.

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં 10 જૂલાઈ સુધીમાં કુલ 223.37 મીમી વરસાદ વરસ્યો છે જે સરેરેશ વરસાદના 25.30% છે. જેમાં રાજ્યના 89 તાલુકાઓમાં 51થી 125 મીમી, 82 તાલુકાઓમાં 126થી 250 મીમી, 54 તાલુકાઓમાં 251 થી 500 મીમી અને 24 તાલુકાઓમાં 501 થી 1000 મીમી વરસાદ નોંધાયો છે.
વિવિધ કૃષિ પાકોના વાવેતરના આંકડા આપતા તેમણે કહ્યું કે, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 40.26 લાખ હેક્ટર એટલે કે 47.04% જમીનમાં વાવેતર થયું છે. જેમાં મગફળીના પાકનું 14.09 લાખ હેક્ટર, કપાસનું 18.60 લાખ હેક્ટર અને તેલીબીયાનું 18.75 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.
બિયારણ વિશે વાત કરતા તેેમણે જણાવ્યું કે, ખરીફ ૨૦૨૪ ઋતુમાં મુખ્ય પાકો ડાંગર, મકાઈ,બાજરા, મગ, અડદ, તુવેર,મગફળી, તલ, દિવેલા, સોયાબીન અને કપાસ જેવા પાકોની કુલ ૧૩,૨૦,૨૪૦ ક્વિન્ટલ બિયારણની જરૂરિયાત સામે રાજ્યમાં ૧૫,૪૫,૦૬૫ ક્વિન્ટલ બિયારણનો જથ્થો ઉપલબ્ધ છે. આમ આ સીઝન માટે વાવેતર હેતુ બિયારણનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે.












Click it and Unblock the Notifications
