જર્મનીને દૂધ પાવડર નિકાસ કરશે ભારત

કૃષિ અને ખાદ્ય રાજ્યમંત્રી તારીક અનવરે જર્મન સાંસદો સાથે યોજાયેલી બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઇ હતી. તારીક અનવરે કહ્યું હતું કે ભારત કેળાં, કાજૂ, નારિયેળ, કપાસ, ઘઉ તથા મકાઇના લોટ જેવી કૃષિ પેદાશોની નિકાસ કરી શકે છે.
તેમને કહ્યું હતું કે 'જર્મની, ભારત પાસેથી આ પેદાશોની નિર્યાતો અંગે વિચાર કરી શકે છે. તેમને કહ્યું હતું કે ભારત જર્મનીને સ્કિમ્ડ દૂધ પાઉડર નિર્યાત કરવાના મુદ્દે ગંભીર છે. ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. સાથે-સાથે આ વર્ષે દૂધના ઉત્પાદનમાં પણ ભારતનું પ્રદર્શન સારું રહ્યું છે. આ ઉપરાંત મંત્રીએ જર્મનીને ભારતીય ખાદ્ય પ્રોસેસીંગ ક્ષેત્રે રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.












Click it and Unblock the Notifications
