કેસર કેરીની હરાજીનો તલાળા ગીર ખાતે થયો આરંભ, જાણો અહીં શું બોલાયા ભાવ
ગીર-સોમનાથઃ વિશ્વ પ્રસિદ્ધ અને ફળોના રાજા ગણાતી કેસર કેરીની હરાજી તલાળા એપીએમસી ખાતે શરુ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે માર્કેટમાં કેસર કેરીના 7 હજાર બૉક્સ આવ્યા હતા. જે ગયા વર્ષની સરખામણીમાં બમણા હતા.
હરાજીમાં પ્રથમ બૉક્સ 21 હજાર રુપિયામાં ગયુ હતુ. હરાજીમાં ગયેલા પ્રથમ બૉક્સની રકમ પરંપરાગત રીતે ગૌશાળામાં આપવામાં આવી હતી. ત્યારબાદ એક બૉક્સના ઓછામાં ઓછા 400 રુપિયાથી લઈને 1200 રુપિયામાં બોલી લાગી હતી.

આ વખતે 15 જૂન સુધી કેરીની સિઝન ચાલી શકે છે. હરાજીના પહેલા દિવસે ખેડૂતોમાં કહી ખુશી કહીં ગમનો માહોલ સર્જાયો હતો. ખેડૂતોએ કહ્યુ હતુ કે કેરીના 10 કિલોના બૉક્સના 400થી 600 રુપિયા ખેડૂતોને મળે છે, જે પરવડે તેમ નથી.
જો કે, ખેડૂતોની કેરી ઉપરથી પણ ભાવ નક્કી થતા હોય છે. ઘણા ખેડૂતોને બૉક્સના ભાવ વધુ પણ મળ્યા છે. નોંધનીય છે કે તલાળા પંથકમાં આ વર્ષે કેરીનો પાછોતરો પાક વધુ છે અને માવઠાની પણ અસર હતી. જેથી સિઝન લાંબી ચાલી શકે છે. જેના પરિણામે લોકો ચોમાસા સુધી કેરી ખાઈ શકશે.












Click it and Unblock the Notifications
