જાણો શું છે ઈલેક્ટ્રોનિક માટી? 15 દિવસમાં બમણુ કરવા જઈ રહી છે ઉત્પાદન
ખેતીમાં નવી નવી ટેકનોલોજીનો આવિષ્કાર થઈ રહ્યો છે ત્યારે હવે વૈજ્ઞાનિકોએ એક નવા આવિષ્કારથી પુરી દુનિયાને ચૌકાવી છે.
વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રોનિક માટી એટલે કે eSoil વિકસાવી છે. દાવો કરાયો છે કે આ માટી ખેતીના ક્ષેત્રમાં મોટું પરિવર્તન લાવી શકે છે.

તેને વિકસાવનાર સ્વીડનની લિનકોપિંગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, eSoilની મદદથી માત્ર 15 દિવસમાં પાકની ઉપજ બમણી કરી શકાય છે. PNAS જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન અહેવાલ મુજબ હવે શહેરોમાં પણ ઈ-સોઈલ દ્વારા ખેતી કરી શકાશે અને ખરાબ હવામાનમાં ખેતી શક્ય બનશે.
યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર એલેનીએ આ માટીનો જવના છોડ પર કર્યો છે. જેમાં આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે.
વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેઓએ એવી માટી વિકસાવી છે જે સામાન્ય માટી કરતા વધુ ફળદ્રુપ છે. આમાં છોડ ઝડપથી વધે છે. વૈજ્ઞાનિકોએ માટીને એવી રીતે તૈયાર કરી છે કે તેમાંથી વીજળી પસાર કરીને તેનો ખેતી માટે ઉપયોગ કરી શકાય. તેણે તેને ઈલેક્ટ્રોનિક માટી નામ આપ્યું છે.
સંશોધન સાથે જોડાયેલા સંશોધકો અનુસાર, વિશ્વની વસ્તી ઝડપથી વધી રહી છે. વિશ્વ આબોહવા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. ભવિષ્યમાં વર્તમાન ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને પાક ઉગાડવો પૂરતો રહેશે નહીં. આ સ્થિતિમાં આ પદ્ધતિ ખૂબ અસરકારક સાબિત થશે.
વૈજ્ઞાનિકોએ જવના છોડ પર ઈલેક્ટ્રોનિક માટીનો ઉપયોગ કર્યો. જેમાં રૂટ સિસ્ટમ પર વીજળીનો ઉપયોગ કરવામાં આવ્યો. તેનો ઉપયોગ પાણીમાં છોડ ઉગાડવાની પદ્ધતિ પર કરવામાં આવ્યો છે, જેને હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. હાઈડ્રોપોનિક્સ એ છોડ ઉગાડવાની એક પદ્ધતિ છે જેમાં બહુ ઓછા પાણીની જરૂર પડે છે.
વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે ક, આ પદ્ધતિનો ઉપયોગ કરીને જવ, જડીબુટ્ટીઓ અને કેટલીક શાકભાજી પહેલેથી જ ઉગાડવામાં આવી રહી છે. સંશોધનમાં સંશોધકોએ સાબિત કર્યું છે કે જવ આ પદ્ધતિ દ્વારા માત્ર ઉગાડી શકાતા જ નથી પરંતુ તેની વૃદ્ધિને વિદ્યુત ઉત્તેજના દ્વારા પણ હકારાત્મક અસર કરી શકાય છે. એટલે કે તેમની વૃદ્ધિ વધારી શકાય છે.












Click it and Unblock the Notifications
