મળો ઈન્ડસ્ટ્રીના મોટા રૂપિયા અને ઘોંઘાડ છોડીને પ્રાકૃતિક ખેતીની ધુણી ધખાવનારા તરવરિયા યુવાનને
દુનિયાભરમાં ખેતીમાં બેફામ રીતે થઈ રહેલો દવાઓ અને ખાતરોનો ઉપયોગ લોકોને કેન્સર જેવા ગંભીર રોગો તરફ ઘકેલી રહ્યો છે. આ જ કારણ છે કે સરકારો હવે લોકોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરે છે.
કેન્સર અને વિવિધ રોગોએ માજા મુકી છે ત્યારે આપણે આજે એક એવા યુવાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે ફેક્ટરીની મોટી આવક અને શહેરનો ઘોંઘાટ છોડીને શરીરનો વિચાર કર્યો અને ઓર્ગેનિક ખેતીની ધુણી ધખાવી.

ફોટોમાં દેખાઈ રહેલા આ તરવરિયા યુવાનનું નામ જયેશભાઈ ભોરણીયા છે. મોરબી પાસેના નાના એવા નસીતપર ગામમાં તેમની 15 વીધા જમીન આવેલી છે. તેમના આ ખેતરની કોઈપણ ખેડૂતે મુલાકાત લેવા જેવી છે.
વન ઈન્ડિયાની ટીમ જ્યારે જયેશભાઈના ખેતરે પહોંચી તો ઘણી એવી વસ્તુઓનો પરિચય થયો, જે કદાચ શહેરના ઘોંઘાટમાં ક્યારેય ન થાય.
પ્રાકૃતિક ખેતી માટે ફેક્ટરી અને શહેર છોડી દીધા
જયેશભાઈ જણાવે છે કે તેમને પહેલા ઘણા વર્ષો સુધી મોરબીમાં પોતાની ફેક્ટરીના કામ જમાવ્યા અને બહુ રૂપિયા બનાવ્યા. આ પછી તેમને પોતાના શરીરનો ખ્યાલ આવ્યો અને આ ઓર્ગેનિક ખેતીની ઘુણી ઘખાવી.

15 વીધા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે
ફેક્ટરી છોડીને જયેશભાઈ ટંકારા તાલુકાના નસીતપર ગામે 15 વીધા જમીન લીધી અને પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણય કર્યો. આજે જયેશભાઈ તમામ પ્રકારના શાકભાજીથી લઈને ફળફળાદીનું ઉત્પાદન કરી રહ્યા છે.
પ્રાકૃિતિક ખેતી માટે વિવિધ રાજ્યોનો પ્રવાસ કર્યો
જયેશભાઈએ ઘણી એવી વાતો જણાવી જે સામાન્ય રીતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો નથી જાણતા. અમે જ્યારે તેમને તેમના આ નોલેજના સ્ત્રોત વિશે પુછ્યુ તો તેમને બહુ સારો જવાબ આપ્યો.
જયેશભાઈ જણાવે છે કે, તેમને ખેતી શરૂ કરતા પહેલા ભારતના ઘણા રાજ્યોનો પ્રવાસ કર્યો છે. આ રાજ્યોનો પ્રવાસ કરીને તે ત્યાંની સારી બાબતોને પોતાના ખેતરમાં પ્રયોગ કરી રહ્યા છે.
ગાયો માટે ગૌશાળા
જયેશભાઈએ તેમના ખેતરમાં જ એક નાની ગૌશાળા બનાવી છે. આ ગૌશાળામાં તેમની પાસે નાના મોટા કુલ 7 ગૌવંશ છે. ગાયોના છાણ અને ગૌમુત્રનો વિવિધ રીતે ઉપયોગ તે તેમની ખેતીમાં કરે છે.
અમૃત માટી બનાવીને ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરે છે
જયેશભાઈ તેમના ખેતરમાં અમૃત માટી નામના એક 100 ટકા પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ કરે છે. આ ખાતર ખેતરમાં ખરતા વિવિધ ઝાડવામાંથી તૈયાર થાય છે. તેમને ખેતરમાં ખરતા બાયોવેસ્ટનો બહુ સારો ઉપયોગ કર્યો છે અને પ્રાકૃિતક ખેતી કરી રહ્યા છે.

મોરબીને શાકભાજી ખવડાવવાની તૈયારી કરી રહ્યા છે
જયેશભાઈ જણાવે છે કે તેમને પહેલા 3 વર્ષ પ્રાકૃિતક રીતે ખેતીને સેટ કરવા માટે લગાવ્યા છે અને હવે તે મોરબીના લોકોને ઓર્ગેનિક શાકભાજી શેલ કરવા જઈ રહ્યા છે. હવે જયેશભાઈના ખેતરમાં તૈયાર થતા 100 ટક ઓર્ગેનિક શાકભાજીનો લાભ મોરબીના લોકોને પણ મળશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
