મોંઘવારીમાંથી ઉગરવા માટે મોદી સરકારની રણનીતિ

નવી દિલ્હી, 14 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત નબળા મૉનસૂનથી ઉત્પન્ન થનારી સ્થિતિથી ઉગરવાના સિલસિલામાં 500 જિલ્લાઓ માટે એક આકસ્મિક યોજના પર ચર્ચા થઇ.

નબળા મોનસૂનથી ભાવો પર પડનારા પ્રભાવોને લઇને ઉત્પન્ન ચિંતા વચ્ચે વડાપ્રધાનના નિવાસ સ્થાન પર આ બેઠક યોજાઇ જેમાં ચાર કેબિનેટ મંત્રીઓ - કૃષિ, ખાદ્ય, ખાતર અને જળ સંસાધન તથા ત્રણ રાજ્યોના મંત્રીઓએ ભાગ લીધો. મોદીએ કૃષિ, ગ્રામીણ વિકાસ, જળ સંસાધન, જૈવિક કૃષિ, ખાતર અને રસાયણ તથા પશુપાલન સાથે જોડાયેલા મુદ્દાઓની વિસ્તારથી સમીક્ષા કરી. મોદીએ એક પ્રકારે મોંઘવારીમાંથી ઉગરવા માટે રોડ મેપ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.

નબળા મૉનસૂનની આશંકા વચ્ચે મોદીએ ચાર કેબિનિટ મંત્રીઓ તથા સચિવોની સાથે બેઠક કરી છેલ્લા દસ વર્ષની સ્થિતિની સમિક્ષા કરી. જાણકારી અનુસાર, બેઠકમાં મોદીએ સ્પષ્ટ કરી દીધું કે ખાદ્ય વસ્તુઓના ભાવ કોઇ પણ હિસાબે વધવા જોઇએ નહીં. સાથે જ કાળાબજારીઓ સાથે કડક કાર્યવાહી કરવામાં આવે. મોદીએ એ પણ જણાવ્યું કે ખેડૂતોને એવા બીજ આપવામાં આવે જે ઓછા વરસાદમાં પણ વધારે ઉત્પાદન આપી શકે.

વધુ સમાચાર વાંચો સ્લાઇડરમાં...

ખેડૂતોના સંકટ ઓછા કરવા

ખેડૂતોના સંકટ ઓછા કરવા

વડાપ્રધાનને વિભિન્ન વિભાગોના સચિવોએ આ વિસ્તારની યોજનાઓ અંગે જણાવ્યું. તેમણે ખાસ કરીને ખેડૂતોના સંકટ ઓછા કરવા અને ગ્રામીણ અર્થવ્યવસ્થામાં ઝડપ લાવવા પર ભાર મૂક્યો.

પીએમઓનું નિવેદન

પીએમઓનું નિવેદન

વડાપ્રધાન કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલ નિવેદનમાં જણાવ્યું છે કે 'નબળા મૉનસૂનની સંભાવનાને ધ્યાનમાં રાખતા કૃષિ મંત્રાલયે 500 જિલ્લા માટે આકસ્મિક યોજના રજૂ કરી.' કૃષિ સચિવ આશિષ બહુગુણાએ મોનસૂન સહિત આ વિસ્તારના મહત્વના મુદ્દાઓ પર પ્રેજેન્ટેશન કર્યું.

કોણકોણ રહ્યું બેઠકમાં હાજર

કોણકોણ રહ્યું બેઠકમાં હાજર

આ બેઠક વિભિન્ન મંત્રાલયોની એક પછી સમીક્ષા કરવાની શ્રેણી અંતર્ગત મળી હતી, જેનો વડાપ્રધાન પહેલા જ સચિવોની સાથે પોતાની બેઠકમાં આનો ઉલ્લેખ કરી ચૂક્યા હતા. તેમાં કેન્દ્રીય મંત્રી અનંત કુમાર, ઉમા ભારતી, રામ વિલાસ પાસવાન અને રાધા મોહન સિંહે ભાગ લીધો.

મોદીએ બેઠક બાદ ટ્વિટર પર લખ્યું હતું કે

મોદીએ બેઠક બાદ ટ્વિટર પર લખ્યું હતું કે

'કૃષિ, ગ્રામીણ અર્થવ્યવસ્થા, જૈવિક કૃષિ, મૃદા સ્વાસ્થ્ય તથા કૃષિ સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓ પર મંત્રીઓ તથા અધિકારીઓની સાથે સાર્થક ચર્ચા થઇ.' તેમણે લખ્યું કે 'પ્રયોગશાળાથી જમીન સુધી'ની પહેલ કેવી રીતે કૃષિને મજબૂત કરી શકે છે અને આપણા ખેડૂતોની મદદ કરી શકે છે, જેવા અભિનવકારી વિચારો પર અમે ચર્ચા કરી.'

મોટાભાગની ચર્ચા કૃષિ અને મોનસૂન પર કેન્દ્રીત રહી

મોટાભાગની ચર્ચા કૃષિ અને મોનસૂન પર કેન્દ્રીત રહી

જોકે મોટાભાગની ચર્ચા કૃષિ અને મોનસૂન પર કેન્દ્રીત રહી માટે ડેરી અને પશુપાલન, ખાદ્ય અને ઉપભોક્તા મામલે, ખાતર તથા જળ સંસાધન વિભાગના પ્રેજન્ટેશન કરાઇ શકાયા નહીં. સૂત્રોએ જણાવ્યું સિંચાઇ માટે ડીઝલ ખરીદવા માટે સબ્સિડી આપવા જેવા રાહત ઉપાયો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X