Onion Price : સતત કેમ વધી રહ્યાં છે ડુંગળીના ભાવ? ગયા વર્ષ સાથે છે કનેક્શન
Onion Price : દેશમાં ડુંગળી ફરી એક વખત લોકોને રડાવી રહી છે. હવે ફરીથી ડુંગળીના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે.
અહેવાલો અનુસાર, બજારમાં ડુંગળીના ભાવ 25 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 50 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. ભાવ હજુ વધી રહ્યાં છે.

બજારમાં ડુંગળીના ભાવમાં વધારો થવાનું કારણ નિકાસ પરના નિયંત્રણો દૂર કર્યા તે છે. આ સિવાય બટાકાના ભાવ પણ વધી રહ્યા છે જે 20 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 40 રૂપિયા થઈ ગયા છે.
ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે ડિસેમ્બર 2023માં સરકારે લાદેલા નિકાસ પ્રતિબંધને આ નાણાકીય વર્ષની શરૂઆતમાં હટાવી લેવામાં આવ્યો હતો.
છૂટક બજારમાં ડુંગળી અને બટાકાના ભાવમાં ફરી વધારો થયો છે. ડુંગળીની સાથે સાથે બટાકાના ભાવ પણ વધી રહ્યા છે. ઉનાળાની ઋતુમાં લીલા શાકભાજીની સાથે બટાટા અને ડુંગળીના ભાવમાં થયેલા વધારાથી સામાન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે.
એક સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 50%નો વધારો થયો છે. ડુંગળીની કિંમત વધીને 50 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. બજારમાં ડુંગળી મોંઘી થવાના કારણે છૂટક બજારમાં પણ ડુંગળીના ભાવમાં વધારો થયો છે.
બજારોમાં ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે. અહેવાલો અનુસાર, નાશિક મંડીમાં કિંમત 25 મેના રોજ 17 રૂપિયા પ્રતિ કિલોથી હતી તે વધીને હવે 25 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. શ્રેષ્ઠ ગુણવત્તાની ડુંગળી 30 રૂપિયા પ્રતિ કિલોથી ઉપર વેચાઈ રહી છે. દિલ્હી પહોંચતા જ ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો 5-7 રૂપિયાનો વધારો થઈ જાય છે.
અહેવાલો અનુસાર, ગયા રવિ પાકમાં ડુંગળીના ઓછા ઉત્પાદનને કારણે માંગ અને પુરવઠા વચ્ચે અંતર હતું, જેના કારણે ભાવમાં વધારો થયો હતો. જૂનમાં બજારમાં આવતી ડુંગળી ખેડૂતો અને વેપારીઓના સ્ટોરમાંથી આવે છે. હાલમાં ખેડૂતો તેમનો સ્ટોક ઓછો વેચી રહ્યા છે કારણ કે તેઓને ભાવ વધુ વધવાની અપેક્ષા છે.












Click it and Unblock the Notifications
