Kisan Samman Nidhi : ક્યારે આવશે પીએમ સન્માન નીધિનો 19મોં હપ્તો? સામે આવી ગઈ તારીખ
PM Kisan Samman Nidhi : કેન્દ્ર સરકાર દ્વારા PM કિસાન સન્માન નીધિનો 19 મોં હપ્તો ફેબ્રુઆરીના અંત સુધી જારી કરવામાં આવી શકે છે.
કેન્દ્રિય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ કૃષિ કાર્યક્રમોમાં ભાગ લેવા અને અન્ય વિકાસકક્ષી કાર્યક્રમોને શરૂ કરવા માટે બિહારની યાત્રા પર જશે અને આ સમયે PM કિસાન યોજનાનો 19 મોં હપ્તો જારી કરશે.

જણાવી દઈએ કે, PM કિસાન સંમાણ નીધિ (PM-Kisan) યોજનાનો લાભ મેળવવા ઈ-કેવાયસી કરવી જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઑક્ટોબર 2024ના રોજ PM કિસાન સન્માન નીધિનો 18મો હપ્તો જારી કર્યો હતો.
PM કિસાન યોજના કેન્દ્ર સરકારની યોજના છે, જેમાં 100 ટકા નાણાકીય સહાયતા ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. આ યોજનાના અંતર્ગત રકમ સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે.
આ યોજના હેઠળ ભૂમિધારક ખેડૂત પરિવારના આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં દર ચાર મહિને 2000 રૂપિયા, ત્રણ બરાબર હપ્તામાં 6000 રૂપિયાની વાર્ષિક ચુકવણી કરવામાં આવે છે.
ઈ-કેવાયસી કરાવવું એ માટે જરૂરી છે કે જેથી યોજનાનો લાભ દેશભરના તમામ ખેડૂતો સુધી સીધો અને એજન્સીઓના ભાગીદારી વિના પહોંચે. આથી છેતરપિંડીની શક્યતા ઓછી થઈ જાય છે.
ઈ-કેવાયસી કેવી રીતે કરવી?
PM કિસાન યોજના માટે ઈ-કેવાયસીના ત્રણ મુખ્ય રીતે થાય છે.
-
OTP આધારિત ઈ-કેવાયસી (PM કિસાન પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન પર ઉપલબ્ધ)
-
બાયોટેકનિક આધારિત ઈ-કેવાયસી કોમન સર્વિસ સેન્ટર (CSC) અને રાજ્ય સેવા કેન્દ્ર (SSK) પર ઉપલબ્ધ
-
ફેસ ઓથેન્ટિકેશન આધારિત ઈ-કેવાયસી
PM કિસાન યોજના માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?
યોજના માટે લાયક લાભાર્થીઓને આધાર કાર્ડ, નાગરિકતા પ્રમાણપત્ર, જમીનના માલિકી દર્શાવતો દસ્તાવેજ, બેંક ખાતાની વિગતો સાથે ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
-
સૌપ્રથમ PM કિસાન પોર્ટલ પર જઈને ઓનલાઈન રજિસ્ટર પર ક્લિક કરો.
-
તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જાઓ.
-
તમારા રાજ્ય સરકારના નોડલ અધિકારીઓ સાથે સંપર્ક કરો.
-
સ્થાનિક પટવારી અથવા રાજસ્વ અધિકારી સાથે સંપર્ક કરો.












Click it and Unblock the Notifications
