તમારા ખાતામાં નથી આવ્યો PM Kisan Yojana નો 19મો હપ્તો? જલ્દી સુધારી લો આ ભૂલ

PM Kisan Yojana : કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન યોજનાનો 19 મોં હપ્તો જારી કરી દેવામાં આવ્યો છે. જો કે ઘણા ખેડૂતોને તેમના ખાતામાં 2 હજાર રૂપિયા મળ્યા નથી.

જણાવી દઈએ કે, આવા ખેડૂતોને થોડી રાહ જોવા માટે કહેવામાં આવ્યુ છે. રકમ હજુ ખાતામાં પહોંચી નથી તો ચિંતા કરવાની જરૂર નથી.

PM Kisan Yojana

જો 19મા હપ્તાની રકમ તમારા ખાતામાં નથી પહોંચી તો તમે [email protected] ઈમેલ આઈડી પર સંપર્ક કરી શકો છો. આ સિવાય PM કિસાન યોજના હેલ્પલાઇન નંબર 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર સંપર્ક કરી તપાસ કરી શકો છો.

આ સિવાય PM કિસાન યોજના માટે અરજી કરતી વખતે બેંક ખાતા અને આધાર નંબરની વિગતો યોગ્ય રીતે ન ભરવાને કારણે પણ સમસ્યા થઈ શકે છે. દાખલ કરેલી માહિતી સાચી છે કે નહીં તે જાણવા માટે pmkisan.gov.in ની મુલાકાત લો ને સુધારી લો.

E-KYC પ્રક્રિયા પૂર્ણ ન કરવાને કારણે ઘણા ખેડૂતો 19મા હપ્તાથી વંચિત રહ્યા છે. આ ખેડૂતો વેબસાઇટની મુલાકાત લઈને વહેલી તકે e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી લે. આ રકમ ખેડૂતોને કોઈપણ દિવસે અથવા 20મા હપ્તાની રકમ સાથે ખેડૂતોને મળી જશે.

જણાવી દઈએ કે, PM કિસાન યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા મોકલવામાં આવે છે. આ રકમ ખેડૂતોને દર 4 મહિનાના અંતર સાથે ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X