PM Kishan Samman Nidhi Yojana in Gujarati: નવા ખાતેદારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, જાણો
PM Kishan Samman Nidhi Yojana in Gujarati: નવા ખાતેદારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, જાણો
પીએમ નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોની મદદ માટે કિસાન સમ્માન નિધિ યોજનાની શરૂઆત કરીહતી. જે અંતર્ગત ખેડૂતોના બેંક ખાતામાં મોદી સરકાર દર વર્ષે 6000 રૂપિયા જમા કરાવે છે. આ પૈસા ત્રણ હફ્તામાં ખાતામાં પહોંચે છે. આ યોજનાનો લાભ કઈ રીતે ઉઠાવી શકાય, PM Kisan Samman Nidhi Yojana અંતર્ગત મળવા પાત્ર રકમ ના મળી હોય તો ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી, તમને મળવા પાત્ર લાભનું સ્ટેટસ કેવી રીતે જાણવું વગેરે જેવી માહિતીથી અહીં અવગત કરાવવામાં આવશે. જો તમે પણ આ વિશે વિગતવાર જાણવા માંગતા હોવ તો આ આર્ટિકલ તમને ખુબ ઉપયોગી સાબિત થશે.

હપ્તો કેવી રીતે ચેક કરવો
તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા છે કે નહિ, તે ચેક કરવા માટે તમારે સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જવું પડશે. જે બાદ ફાર્મર્સ કોર્નર નામની કોલમ પર જવું પડશે. જે બાદ તમને નીચે એક બેનિફિસરી સ્ટેટસનો વિકલ્પ જોવા મળશે, જેના પર ક્લિક કરો.
હવે તમારી સામે એક નવું પેજ ખુલી જશે. અહીં તમારે ખાતા નંબર, મોબાઈલ નંબર અને આધાર નંબર ભરવાના રહેશે. હવે આ બધી ડિટેલ ભર્યા બાદ ગેટ ડેટા પર ક્લિક કરવું. જે બાદ તમને કેટલા હપ્તા મળ્યા તે બધી જ ડિટેલ તમને મળી જશે.
જણાવી દઈએ કે જો તમારા પેજ પરર FTO is generated and Payment Confirmation is pending લખેલું આવે તો તેનો મતલબ છે કે ફંડ ટ્રાન્સફરની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, થોડા દિવસોમાં જ પૈસા તમારા ખાતામાં જમા થઈ જશે.

જો પૈસા ના મળ્યા હોય તો કેવી રીતે ફરિયાદ કરવી
પીએમ કિસાન સનમ્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) માટે તમારે સત્તાવાર હેલ્પલાઈન નંબર (PM Kisan Helpline No. 155261) અથવા 1800-11-5526 પર કોલ કરવાનો રહેશે. અથવા તો તમે ઈચ્છો તો 011-23381092 પર ફરિયાદ કરી શકો છો. જો તમે મેઈલ દ્વારા તમારી ફરિયાદ કરવા માંગો છો તો [email protected] પર ફરિયાદ કરી શકો છો.

લાભાર્થીનું સ્ટેટસ કઈ રીતે ચકાશવું? (How To Check Beneficiary Status)
- જો તમે બેનિફિસિયરી સ્ટેટસ ચેક કરવા માંગતા હોવ તો અહીં આપેલી આ લિંક પર ક્લિક કરો.
- https://fw.pmkisan.gov.in/BeneficiaryStatus/BeneficiaryStatus.aspx
- ક્લિક કર્યા બાદ તમને એક નવા પેજમાં લઈ જશે.
- આ પેજમાં આધાર નંબર, અકાઉન્ટ નંબર અથવા મોબાઈલ નંબર નાખો.
- માંગેલી ડિટેલ નાંખ્યા બાદ Get Data પર ક્લિક કરો.
- ક્લિક કરતાની સાથે જ બેનિફિસિયરી સ્ટેટસ જાણી શકશો.

જો તાજેતરમાં જ ખાતું અલગ કર્યું હોય તો કઈ રીતે લાભ લેવો
એક ખાતેદારમાંથી જમીનના ભાગલા કરીને જ્યારે બે ખાતેદાર બન્યા હોય એટલે કે ખાતું અલગ કર્યું હોય ત્યારે જૂના ખાતેદારને તો પહેલેથી જ નોંધણી કરેલા હોય પીએમ કિસાન સન્માન નિધિની રકમ મળતી રહેશે પરંતુ નવા ખાતેદારે નવેસરથી નોંધણી કરાવવી પડશે. આના માટે તમારે iKhedut Portal પર જવું પડશે, જ્યાં નવા ખાતેદાર તરીકે રડિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ 7/12, 8 અ, આધાર કાર્ડની કોપી, સર્વે નંબર, ખાતા નંબર વગેરે ડિટેલ આપવાની રહેશે. આ ડિટેલ સબમિટ કરતાં જ તમે નવા ખાતેદાર તરીકે આઈખેડૂત પોર્ટલમાં નોંધણી થઈ ચૂક્યા છો પરંતુ હવે તમારે તમારા સંબંધિત તાલુકા કે જિલ્લાના અધિકારી પાસે તમારી એપ્લિકેશન મંજૂર કરાવવાની રહેશે. ઑફિસર દ્વારા તમારી અરજી મંજૂર થતાની સાથે જ તમારા બેંક અકાઉન્ટમાં પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત રૂપિયા આવતા શરૂ થઈ જશે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
