Sardar Sarovar Dam : સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાવાની તૈયારીમાં, હાલ 99.5 ટકા પાણી
Sardar Sarovar Dam : ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમ ફરી એકવાર ઐતિહાસિક સપાટી તરફ આગળ વધી રહ્યો છે.
લાખો ગુજરાતીઓ માટે આ એક આનંદના અને રાહતના સમાચાર છે. ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર ને સ્પર્શવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

હાલમાં ડેમની સપાટી 138.50 મીટર પર પહોંચી ગઈ છે, જે તેની કુલ ક્ષમતાના લગભગ 99.5% છે. ડેમને સંપૂર્ણપણે છલોછલ ભરાવા માટે હવે માત્ર 18 સેન્ટીમીટર જેટલું જ બાકી છે.
ઉપરવાસમાંથી સતત થઈ રહેલા ભારે જળપ્રવાહને કારણે ડેમ ખૂબ જ ઝડપથી તેની પૂર્ણ સપાટી તરફ વધી રહ્યો છે.
નર્મદાના ઉપરવાસના વિસ્તારોમાંથી ડેમમાં પાણીની આવક ચાલુ છે. હાલમાં ડેમમાં 1,30,882 ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ આવી રહ્યો છે. આ જંગી જળપ્રવાહને ધ્યાનમાં રાખીને ડેમમાંથી હાલમાં 35,350 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી પાણીની સપાટી નિયંત્રિત રહી શકે.
સરદાર સરોવર ડેમનું સંપૂર્ણ ભરાવું એ રાજ્ય માટે પીવાના પાણી, સિંચાઈ અને વીજળી ઉત્પાદન માટે ખૂબ જ શુભ સંકેત છે.












Click it and Unblock the Notifications
