Sumul Dairy : સુમુલ ડેરીના સંચાલનની જવાબદારી કસ્ટોડિયનને સોંપાઈ, જાણો કેમ?
Sumul Dairy : સુરત અને તાપી જિલ્લાના હજારો પશુપાલકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સુમુલ ડેરી)ના સંચાલક મંડળનો કાર્યકાળ 9મી ઓગસ્ટે પૂર્ણ થતાં સહકારી મંડળીઓના રજિસ્ટ્રારે ડેરીનો વહીવટ ચલાવવા એચઆર પટેલને કસ્ટોડિયન તરીકે નિયુક્ત કર્યા છે.
સુમુલ ડેરીના 75 વર્ષના લાંબા ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે ડેરીનો કાર્યભાર કસ્ટોડિયનને સોંપવામાં આવ્યો હોય.

સુમુલ ડેરી દૈનિક ધોરણે અંદાજે 14 લાખ લિટર દૂધનું સંચાલન કરે છે અને 1,200થી વધુ મંડળીઓ દ્વારા 2.5 લાખથી વધુ પશુપાલકોને સેવાઓ પૂરી પાડે છે. આ ડેરી દક્ષિણ ગુજરાતની ગ્રામીણ અર્થવ્યવસ્થામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
વર્ષ 2020થી 2025 સુધીના બોર્ડનો કાર્યકાળ 9મી ઓગસ્ટે પૂર્ણ થયો હતો. જો કે ચૂંટણી અંગેનો પ્રસ્તાવ કલેક્ટરને સમયસર મોકલવામાં ન આવતા સરકારે આ મામલે દરમિયાનગીરી કરવી પડી હતી.
પરિણામે સહકારી સંસ્થાના રજિસ્ટ્રારે સંયુક્ત રજિસ્ટ્રાર (તપાસ) એચઆર પટેલને સુમુલ ડેરીના કસ્ટોડિયન તરીકે નિયુક્ત કર્યા છે. હવે તેઓ ડેરીનું સંચાલન સંભાળશે અને દૂધની ખરીદીથી લઈને વેચાણ સુધીની તમામ પ્રક્રિયાઓ સુચારુરૂપે ચાલે તે સુનિશ્ચિત કરશે.












Click it and Unblock the Notifications
