એગ્રીસ્ટેક - ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલમાં ટેક્નિકલ ખામી સર્જાઈ, નોંધણી પ્રક્રિયા ઠપ્પ
Agristech Farmer Registry portal: ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈડી સાથે લીંક કરવા માટે ગત તારીખ 15 ઓક્ટોબરથી ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી છે.
આ રજિસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈડીની જેમ 11 ડિજિટનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે, જેમાં ખેડૂતોની જમીન સહિતની વિગતો ઉપલબ્ધ રહેશે.
આ આઈડીના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળ, પારદર્શક અને સમયસર મળશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી છે.
ભારત સરકારની સૂચના અનુસાર, એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી તારીખ 25 માર્ચ, 2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જ્યારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તારીખ 25 નવેમ્બર, 2024 પહેલા ફાર્મર રજ્સ્ટ્રી ફરજીયાતપણે પૂર્ણ કરવા જણાવાયું હતું.
જોકે હાલમાં ગુજરાતના ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે નોંધણી થઈ શકશે નહી. ટૂંક સમયમાં જ આ ખામીને દૂર કરીને નોંધણી પ્રક્રિયા ફરી શરૂ કરીને ખેડૂતોને જાણ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
